રાજયમાં 3 લાખ ઉદ્યોગો ધમધમ્યા ! 25 લાખ શ્રમિકોને રોજગારી : અશ્વિની કુમાર

0
7

સૌની યોજના હેઠળ સૌરાષ્ટ્રના 25થી વધુ જળાશયો ભરવામાં આવશે. મચ્છુ 2 ડેમ અને જામનગરના ડેમ ભરવામાં આવશે

કોરોનાના કારણે દેશ સહીત સમગ્ર રાજ્યમાં લોકડાઉન 4 અમલ કરવામાં આવી છે જો કે રાજ્ય સરકાર દ્વારા થોડી છૂટછાટ પણ આપવામાં આવી છે. હાલ રાજ્યમાં 3 લાખ જેટલા ઔદ્યોગિક એકમો કાર્યરત થયા છે.

મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે પત્રકાર પરિષદ યોજીને સરકારના કામકાજની માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, રાજ્યમાં ત્રણ લાખ એકમો શરૂ થઈ ગયા છે. જેમાં 25 લાખથી વધુ લોકો કામ કરીને રોજગારી મેળવી રહ્યાં છે. રાજ્યમાં મોટા પાયે ઓદ્યોગિક કામગીરી શરૂ થઈ ગઈ છે.

વધુમાં તેમણે કહ્યું ઉદ્યોગોમાં દરરોજની 7500 મેગાવોટ વિજળી વપરાય રહી છે. સામાન્ય દિવસોમાં જેટલો વીજ વપરાશ થતો હોય તેના પ્રમાણમાં આ 82% વપરાશ છે. આંકડાઓ દર્શાવે છે કે રાજયમાં ઉદ્યોગિક ગતિવિધીઓ વધી રહી છે. બાંધકામનાં 264 પ્રોજકટ ચાલુ થઇ ગયા છે. જેમાં 21727 શ્રમિકો કાર્યરત છે.

નર્મદાના નીરથી 25 ડેમો, 120 જળાશયો ભરાશે

અશ્વિનીકુમારે જણાવ્યું કે સૌની યોજના સૌરાષ્ટ્ર માટે જીવાદોરી સમાન છે. તેના અંતર્ગત સૌરાષ્ટ્રનાં 25 થી વધુ જળાશયો, 120 તળાવો અને 400 ચેકડેમો, 4 હજાર મીલીયન ઘન ફૂટ પાણીથી ભરવામાં આવશે. તેની એક લીંકનો પ્રારંભ થઇ ગયો છે. 3 લીંકમાંથી પાણી હવે પછી છોડાશે.

તેમણે કહ્યું કે, રાજ્યમાં પાણીની સમસ્યા ન સર્જાઈ તે માટે તળાવો, ચેકડેમ ભરીને પાણીની સમસ્યા દૂર કરવામાં આવશે. સૌથી યોજના હેઠળ સૌરાષ્ટ્રના 25થી વધુ જળાશયો ભરવામાં આવશે. મચ્છુ 2 ડેમ અને જામનગરના ડેમ ભરવામાં આવશે. સૌની યૌજનાની કામગીરી ત્રણ તબક્કામાં કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here