રાહુલ ગાંધી સહિત વિપક્ષના 3 નેતા રાષ્ટ્રપતિને મળશે, માર્ચ કાઢવાની પરવાનગી મળી નથી

0
6

કૃષિ કાયદાની વિરુદ્ધ ખેડૂત આંદોલનનો આજે 29મો દિવસ છે. કૃષિ કાયદાને પરત લેવાની માંગ કરી રહેલ ખેડૂતોના સમર્થનમાં વિપક્ષી નેતાઓ આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળશે. તેઓ 2 કરોડ ખેડૂતોએ સહી કરેલા મેમોરેન્ડમને રાષ્ટ્રપતિને સોંપશે. વિપક્ષ ડેલિગેશન રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિજય ચોકથી રાષ્ટ્રપતિ ભવન સુધી માર્ચ કાઢવા માંગતું હતું, જોકે તેની પરવાનગી મળી નથી. માત્ર 3 નેતાઓને રાષ્ટ્રપતિની પરવાનગી આપવામાં આવી છે.

સરકાર અમારી અવગણન કરીને આગ સાથે રમી રહી છે

તેમણે સરકાર સાથેની વાતચીતનું પ્રપોઝલ બુધવારે ઠુકરાવી દીધું. ખેડૂતોએ કહ્યું સરકારના પ્રપોઝલમાં દમ નથી, નવો એજન્ડા લાવશે ત્યારે વાત કરીશું. ખેડૂત નેતા શિવ કુમાર કક્કાએ કહ્યું કે સરકાર ખેડૂતોની અવગણના કરીને આગ સાથે રમી રહી છે, તેણે જિદ છોડવી જોઈએ.

સરકારે પ્રપોઝલના ક્યાં પોઈન્ટ પર ખેડૂતોને શું જવાબ આપ્યો ?

કૃષિ મંત્રાલયના સંયુક્ત સચિવ વિવેક અગ્રવાલે 20 ડિસેમ્બરે ખેડૂત નેતા ડો.દર્શનપાલને પ્રપોઝલ મોકલ્યું હતું. આ કારણે જવાબ પણ દર્શનપાલના ઈ-મેલમાંથી સંયુક્ત સચિવને મોકલવામાં આવ્યો છે.

ખેડૂતોએ લખ્યું છે- તમે પૂછ્યું હતું કે અમારો અગાઉનો પત્ર એક માણસનો મત છે કે તમામ સંગઠનોનો. અમને એ વાત જણાવવામાં આવે કે આ સંયુક્ત મોર્ચાની સહમતિથી મોકલવામાં આવેલો જવાબ હતો. આ બાબતે સવાલ ઉઠાવવો તે સરકારનું કામ નથી.

તમારો પત્ર પણ આંદોલનને બદનામ કરવાનો પ્રયત્ન હતો. સરકાર કથિત ખેડૂત નેતાઓ અને સંગઠનોની સાથે પેરલલ વાતચીત કરીને આંદોલનને તોડવાની કોશિશ કરી રહી છે, જેને આંદોલન સાથે કોઈ લેવા દેવા નથી.

દેખાવ કરનાર ખેડૂતો સાથે એવો વ્યવહાર થઈ રહ્યો છે કે જાણે તેઓ મુશ્કેલીનો સામનો કરી રહેલા લોકો નહિ પરંતુ રાજકીય વિરોધી છે. તમારું આ વલણ દેખાવોને તેજ કરવા મજબૂર કરી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here