વડોદરા : વધુ 3 દર્દીના મોત, પોઝિટિવ કેસનો કુલ આંક 3219 ઉપર પહોંચ્યો, 2374 દર્દી રિકવર થયા

0
0

વડોદરા શહેરમાં કોરોના વાઈરસની સારવાર દરમિયાન વધુ 3 દર્દીના મોત થયા છે. વડોદરાના કારેલીબાગ વિસ્તારના 71  વર્ષીય દર્દી થયું છે. વડોદરામાં 56 વર્ષીય દર્દીનું મોત થયું છે અને 79 વર્ષીયના દાહોદના દર્દીનું મોત થયું છે.

વડોદરામાં કોરોનાના કેસની કુલ 3219 ઉપર પહોંચી

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસનો આંક 3219 ઉપર પહોંચી ગયો છે. વડોદરામાં અત્યાર સુધીમાં કુલ 2374 દર્દી રિકવર થયા છે. વડોદરામાં અત્યારે કુલ 775 એક્ટિવ કેસ છે, જે પૈકી 139 ઓક્સિજન ઉપર અને 36 વેન્ટીલેટર-બી પેપ ઉપર છે અને 610 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરાના આ વિસ્તારમાં મંગળવારે પોઝિટિવ કેસો નોંધાયા

શહેરી વિસ્તાર :- વાધોડીયા રોડ, VIP રોડ, ગોરવા, સોમા તળાવ, અકોટા, વારસીયા રિંગ રોડ, કારેલીબાગ, નાગરવાડા, તરસાલી, ફતેપુરા, વાસણા રોડ, દિવાળીપુરા, ઓલ્ડ પાદરા રોડ, વાડી, રાવપુરા, આજવા રોડ, માંજલપુર, સુભાનપુરા

વડોદરા ગ્રામ્યઃ- સાવલી, શિનોર, પાદરા, ડભોઇ, સયાજીપુરા, ભાયલી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here