વડોદરા : વધુ 3 દર્દીના મોત, પોઝિટિવ સાથે કેસની કુલ સંખ્યા 1953 ઉપર પહોંચી, કુલ 1303 દર્દી રિકવર થયા

0
5

વડોદરા શહેરમાં કોરોના વાઈરસની સારવાર દરમિયાન આજે વધુ 3 દર્દીના મોત થયા છે. જેમાં 2 દર્દીના ગોત્રી હોસ્પિટલ અને અને એક દર્દીનું ખાનગી હોસ્પિટલમાં મોત થયું છે.

કોરોનાના કેસની કુલ સંખ્યા 1953 ઉપર પહોંચી

વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 1953 ઉપર પહોંચી ગઇ છે. વડોદરામાં અત્યાર સુધીમાં કુલ 1303 દર્દી રિકવર થયા છે. વડોદરામાં હાલ 600 દર્દી સારવાર હેઠળ છે, જે પૈકી 142 દર્દી ઓક્સિજન ઉપર અને 32 દર્દી વેન્ટીલેટર ઉપર છે.

વડોદરાના આ વિસ્તારોમાં મંગળવારે પોઝિટિવ કેસ નોંધાયા

વડોદરા શહેરમાં મંગળવારે વારસીયા, બરાનપુરા, વાઘોડિયા રોડ, ફતેપુરા, યાકુતપુરા, નવાપુરા, હાથીખાના, વાડી, પથ્થરગેટ, સમા, હરણી રોડ, દંતેશ્વર અને આજવા રોડ વિસ્તારમાં કોરોના વાઈરસના કેસો નોંધાયા હતા, જ્યારે વડોદરા ગ્રામ્યમાં પાદરા, ડેસર અને સોખડામાં કોરોનાના કેસો નોંધાયા હતા.

વડોદરાના કોંગ્રેસ અગ્રણી મૌલિન વૈષ્ણવનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

કોંગ્રેસ અગ્રણી ભરતસિંહ સોલંકીને કોરોના પોઝિટિવ આવતા વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલી હાર્ટ ઇન્સ્ટિટ્યુટમાં સારવાર આપવામાં આવી રહી છે, ત્યારે તેઓના સંપર્કમાં આવેલા અનેક નેતા અને કાર્યકરોને ક્વોરન્ટીન કરવાની કાર્યવાહી ચાલી રહી છે. આ દરમિયાન વડોદરાના કોંગ્રેસ અગ્રણી મૌલિન વૈષ્ણવનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.