સલમાન આઈસોલેશનમાં? : ડ્રાઈવર સહિત 3 લોકોને કોવિડ 19 હોવાનો દાવો, બૉડીગાર્ડ શેરાએ કહ્યું- સલમાનનો સ્ટાફ કોરોના પોઝિટિવ નથી.

0
4

ગુરુવાર, 19 નવેમ્બરના રોજ સવારે અચાનક જ સલમાન ખાનના ડ્રાઈવર સહિત ત્રણ સ્ટાફ મેમ્બર પોઝિટિવ હોવાની ચર્ચા થવા લાગી હતી. જોકે, CN24NEWS એ સલમાન ખાનના બૉડીગાર્ડ શેરા સાથે વાત કરી હતી. શેરાએ સ્ટાફ પોઝિટિવ હોવાની વાતનું ખંડન કર્યું હતું.​​​​​​​

શું કહ્યું શેરાએ?

શેરાએ કહ્યું હતું, ‘ભાઈ (સલમાન ખાન) તો ફિલ્મસિટીમાં ‘બિગ બોસ’નું શૂટિંગ કરી રહ્યા છે. આઈસોલેટ થયા જ નથી. તેઓ ટૂંક સમયમાં ફિલ્મસિટીમાં આયુષ શર્માની સાથે ફિલ્મનું શૂટિંગ કરશે. ભાઈનો ડ્રાઈવર અશોક છે. તે એકદમ ફિટ એન્ડ ફાઈન છે. કોઈ ડ્રાઈવરને કંઈ જ થયું નથી. આયુષવાળી ફિલ્મમાં હાલમાં માત્ર આયુષનું શૂટિંગ ચાલુ છે અને ભાઈ તો ‘બિગ બોસ’નું શૂટિંગ કરે છે.’

વધુમાં શેરાએ કહ્યું હતું, ‘આયુષવાળી ફિલ્મ માટે ભાઈનું 10-15 દિવસનું શિડ્યૂઅલ છે. કોરોનાની સમાચાર કેવી રીતે ફેલાઈ ગયા તે ખબર નથી. શક્ય છે કે અન્ય કોઈ ટીમના ડ્રાઈવરને કોરોના થયો હોય. જોકે, આ અંગે હું સ્યોર નથી. જો એવું થયું પણ હશે તો તેનો સંપર્ક સલમાન ભાઈ સાથે થયો નથી. હાલમાં તો સલમાન ભાઈ કે તેમની કોર ટીમમાંથી કોઈ આઈસોલેટ થયું નથી. ‘બિગ બોસ’નું શૂટિંગ કરે છે.

રિપોર્ટમાં શું દાવો કરવામાં આવ્યો?

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સલમાનના પર્સનલ ડ્રાઈવર અશોક સહિત 3 સ્ટાફ મેમ્બર્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્રણેયને બોમ્બે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. હાલ તો 2 સભ્યોની તબિયત સ્થિર છે. ડ્રાઈવર પોઝિટિવ આવ્યા બાદ એક્ટર સલમાન ખાને ખુદને ક્વોરન્ટીન કરી લીધો છે. આજે સલમાન અને તેના પરિવારના અન્ય સભ્યોનો RT-PCR ટેસ્ટ થઇ શકે છે.

શોની સાથે ફિલ્મનું શૂટિંગ કરે છે

સલમાન ખાન ‘બિગ બોસ 14’ તથા ફિલ્મ ‘રાધે’નું શૂટિંગ કરી રહ્યો છે.

સલમાન ‘લાલ સિંહ ચઢ્ઢા’માં ‘પ્રેમ’ના રોલમાં જોવા મળશે

ટ્રેડ પંડિતોમાં ચર્ચા છે કે સલમાન ખાન એક્ટર આમિરની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં કેમિયો કરી શકે છે. તે ફિલ્મમાં ‘હમ આપકે હૈ કૌન’ના ભજવેલા પ્રેમનું પાત્ર ભજવશે. આમિરની ફિલ્મ ચાર દાયકા સુધી ફેલાયેલી છે. લાલ સિંહ 90ના દાયકાના ભારતના આઈકોનિક પાત્રોમાંથી પસાર થાય છે, જેમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો પ્રેમ પણ છે.

શાહરુખ પણ જોવા મળશે

પ્રેમ ઉપરાંત ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’નો રાજ એટલે કે શાહરુખ ખાન પણ ફિલ્મમાં કેમિયો કરતો જોવા મળશે. એવી ચર્ચા છે કે જ્યારે ‘લાલ સિંહ ચઢ્ઢા’નું શૂટિંગ દિલ્હીમાં થતું હતું ત્યારે શાહરુખે અહીંયા શૂટિંગ કર્યું હતું.

સલમાને બે દિવસ પહેલાં જ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here