ડેડીયાપાડામાં રાતોરાત લાખો રૂપિયા કમાઇ લેવા માટે 15 આંધણી ચાકણ વેચવા નીકળેલા 3 શખ્સ ઝડપાયા

0
0

નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં રાતોરાત લાખો રૂપિયા કમાઇ લેવા માટે 15 આંધણી ચાકણ વેચવા નીકળેલા 3 શખ્સ ઝડપાયા હતા. એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયા, વડોદરા SPCA અને વિશ્વ હિન્દુ પરિષદ ગૌરક્ષા વિભાગ અને ડેડીયાપાડા રેન્જ ફોરેસ્ટ સંયુક્ત પ્રયાસોથી આજે વન્ય જીવોની તસ્કરી કરતી ગેંગનો પર્દાફાશ થયો હતો.

વન્યજીવોનું ગેરકાયદે વેચાણ કરતી આંતરરાજ્ય લે-વેચનો પર્દાફાશ

ડેડીયાપાડા રેન્જ ફોરેસ્ટ, VHP, SPCA અને એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાની ટીમો છેલ્લા ચાર દિવસથી વન્યજીવોનું ગેરકાયદેસર વેચાણ કરનાર શખ્સોની વોચમાં હતા. જે દરમિયાન આજે 15 આધળી ચાકણ વેચવા નીકળેલા 3 આરોપીને રંગેહાથ ઝડપાઇ ગયા હતા. જેમાં વન્યજીવોનું ગેરકાયદે વેચાણ રાજ્યવ્યાપી અને આંતરરાજ્ય ગેરકાયદે લે-વેચનો પર્દાફાશ થયો હતો અને આગામી દિવસોમાં વન વિભાગ તરફથી ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો આંતરરાજ્ય લેવલે ખુબ જ મોટા કૌભાંડનો પર્દાફાશ થઇ શકે છે.

આંધળી ચાકણ રાખવાથી ઘનલાભ થતો હોવાની ખોટી માન્યતા

ઉલ્લેખનિય છે કે, બે તરફના મોઢાવાળા સાપ તરીકે પ્રખ્યાત આંધળી ચાકણ તરીકે ઓળખાતા સાપમાં મેડીસીનલ ગુણ હોય છે. આ ઉપરાંત સાપ રાખવાથી ઘનલાભ થતો હોવાની અંધશ્રદ્ધાને કારણે તેનો વેપાર અને વેચાણ થતું હોય છે. તાંત્રિક વિધિ માટે પણ આ સાપને લાખોમાં વેચવામાં આવે છે. પ્રાથમિક તપાસમાં અંધશ્રદ્ધાના નામે વેચાણ કરતા હોવાથી જીવદયા પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો હતો. આ સાપને શિડ્યુલ-4 હેઠળ રક્ષણ અપાયું છે.

આંધળી ચાકણ સાપ
(આંધળી ચાકણ સાપ)

 

અંધશ્રદ્ધાને કારણે આંધરી ચાકણની કિંમત લાખોમાં મળે છે

આંધળી ચાકણની પૂજાથી ધનલાભ થતો હોવાથી અંધશ્રદ્ધાને કારણે આંધરી ચાકણની કિંમત લાખો રૂપિયામાં મળે છે. આ પહેલા પણ આવા કેટલા વન્યજીવોને વેચવામાં આવ્યા તેની તપાસ વન વિભાગે હાથ ધરી છે.

એક મહિના પહેલા આંધળી ચાકણ વેચવા નીકળેલા 5 ઝડપાયા હતા

એક મહિના અગાઉ જ તાંત્રિક વિધિ માટે વપરાતા આંધળી ચાકણ સાપને વેચવા નીકળેલા અને ખરીદનારા 5 શખ્સને વડોદરા-સુરત હાઇવે પરથી વન વિભાગે ઝડપી પાડ્યા હતા. આંધળી ચાકણ સાપનો 42 લાખ રૂપિયામાં સોદો કર્યો હતો. પ્રાણીઓના શિકારને રોકવા માટે વડોદરા વન વિભાગ દ્વારા સતત પેટ્રોલિંગ અને વોચ રાખવામાં આવે છે, ત્યારે બાતમીના આધારે વન વિભાગની ટીમે L&T કંપની પાસે છટકું ગોઠવીને ઇકો કારમાંથી એક આંધળી ચાકણ સાપ સાથે 5 શખ્સોને ઝડપી પાડ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here