હળવદ : સિવીલ હોસ્પિટલમાં આશાવર્કર સહીત ના ત્રણ દીવસ માં ૮૮ સેમ્પલો લેવાયા, ૨૮ ના ટેસ્ટ નેગેટીવ, ૬૦ ના રીપોર્ટ બાકી

0
23
હળવદ સરકારી દવાખાના ખાતે લોકો સાથે સીધા સંપર્કમા આવતા આરોગ્ય કર્મી,સફાઈ કર્મી,પોલીસ-જી આર ડીના જવાનો,શાકભાજીના ફેરીયાઓ,આશા વર્કર બહેનો અને પત્રકારો સહીત, છેલ્લા ત્રણ દિવસમા ૮૮ લોકોનો કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવામા આવેલ છે,જેમાથી આજરોજ પ્રથમ તબકકાના ૨૮ સેમ્પલોના રીપોર્ટ નેગેટીવ આવી જતા,આરોગ્ય વિભાગ  એ રાહતનો દમ લીધેલ છે.જયારે,બીજા ૬૦ સેમ્પલોના રીપોર્ટ આવવાના બાકી હોય,તે પણ નેગેટીવ આવશે તેવો આશાવાદ સેવાય રહ્યો છે.
આ અંગે વધુ માહીતી આપતા હળવદ સિવીલના ડો. અશ્વીનભાઈ આદ્રોજા એ જણાવ્યુ હતુ કે ગત શુક્રવારે ૨૮ લોકોના સેમ્પલ લેવામા આવ્યા હતા,જે તમામના આજ રીપોર્ટ નેગેટીવ આવેલ છે.જયારે,શનિવારના રોજ ૨૦ તેમજ આજ રવિવારના રોજ આશા વર્કર બહેનો સહિત બીજા ૪૦ સેમ્પલો લઈ તપાસ માટે મોકલી દેવામા આવ્યા છે.જેના રીપોર્ટ આજ મોડી સાંજ કે સોમવાર સુધીમા આવી જવા સંભવ છે.તસ્વીરમા સામાજીક અંતર સાથે તપાસ અર્થે સેમ્પલ આપવા માટે શિસ્ત બધ્ધ રીતે લાઈનમા ઉભેલ આશા વર્કર બહેનો નજરે પડે છે.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here