સુરત : પાલ અટલ આશ્રમમાં હથિયાર સાથે ઘૂસેલા 3 તસ્કરો 4 દાન પેટીમાંથી રોકડ રકમ ચોરી ગયા, CCTV

0
0

શહેરના પાલ વિસ્તારમાં આવેલા અટલ આશ્રમમાં રાત્રે ત્રણ તસ્કરો ઘૂસી ગયા હતા. ત્રણેય તસ્કરો પાસે છરા અને ચપ્પુ જેવા હથિયાર હતા. ત્યારબાદ ચાર દાન પેટીમાંથી રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે.

ઘટના સીસીટીવીમાં કેદ

અટલ આશ્રમના બટુકગીરી મહારાજે જણાવ્યું હતું કે, આ મંદિર અને આશ્રમ લગભગ 50 વર્ષ જુના છે. 18મીની રાત્રે 3 વાગ્યે કેટલાક અજાણ્યા ઈસમો એટલે કે 3 જણા મંદિર પાછળની દીવાલ કૂદીને આશ્રમમાં આવ્યા હતા. ત્યારબાદ મંદિરની 4 દાન પેટીઓમાંથી રોકડ રકમ લઈ નાસી ગયા હતા. ગંભીરતાએ છે કે, તમામના હાથમાં છરા અને ચપ્પુ હોય એ મંદિરના CCTVમાં દેખાય છે.

પોલીસે તસ્કરોને ઝડપી પાડવાનું આશ્વાસન આપ્યું

બટુકગીરી મહારાજે વધુમાં જણાવ્યું હતું કે, મંદિરમાં લગભગ 10 વ્યક્તિઓનો સ્ટાફ રહે છે. જો કોઈ જાગી ગયું હોત અને તેની સાથે કોઈ અનહોનિ થઈ હોત તો આજે રડવાના દિવસો હોત. જોકે ઘટનાની જાણ બાદ અડાજણ પોલીસ અને DCB પોલીસ તપાસ માટે આવી હતી અને બે દિવસમાં આ તસ્કરોને પકડી પાડવાનું આશ્વાસન આપ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here