ક્રિકેટ : મહિલા T20 ચેલેન્જ માટે 3 ટીમો જાહેર, થાઈ ખેલાડી નથાકનને પણ મળ્યું સ્થાન

0
1

BCCIએ યુએઈમાં રમાનારી મહિલા ટી20 ચેલેન્જ માટે ત્રણ ટીમની જાહેરાત કરી છે. હરમનપ્રીત કૌરને સુપરનોવાઝ, સ્મૃતિ મંધાનાને ટ્રેલબ્લેઝર્સ અને મિતાલી રાજને વેલોસિટી ટીમની કેપ્ટન બનાવાઈ છે. અત્યારે મેચના વેન્યુ ફાઈનલ થયા નથી. થાઈલેન્ડની નથાકન ચંથમને ટ્રેલબ્લેઝર્સે પોતાની ટીમમાં સામેલ કરી છે.

  • સુપરનોવાઝ : હરમનપ્રીત(કેપ્ટન), જેમિમા (‌વા.કેપ્ટન), ચમારી અટાપટ્ટુ, પ્રયા પૂનિયા, અનુજા પાટિલ, રાધા યાદવ, તાનિયા ભાટિયા(વિકી), શશિકલા સિરિવર્ધને, પૂનમ યાદવ, શકેરા સેલમન, અરુંધતિ રેડ્ડી, પૂજા વસ્ત્રાકર, આયુષી સોની, અયાબોન્ગા ખાકા, મુસ્કાન મલિક.
  • ટ્રેલબ્લેઝર્સ : સ્મૃતિ મંધાના(કેપ્ટન), દીપ્તિ શર્મા(વાઈસ કેપ્ટન), પૂનમ રાઉત, રિચા ઘોષ, ડી. હેમલતા, નુજહત પરવીન(વિકી), રાજેશ્વરી ગાયકવાડ, હરલીન દેઓલ, ઝુલન ગોસ્વામી, સિમરન દિલ બહાદ્દુર, સલમા ખાતુન, સોફી એક્લેસ્ટોન, નથાકન ચંથમ, ડીન્ડ્રા ડોટિન, કાશવી ગૌતમ.
  • વેલોસિટી : મિતાલી (કેપ્ટન) વેદા કૃષ્ણમૂર્તી(વાઈસ કેપ્ટન), શેફાલી વર્મા, સુષમા વર્મા (વિકી), એક્તા બિષ્ટ, માનસી જોશી, શિખા પાંડે, દેવિકા વૈદ્ય, સુશ્રી દિબ્યદર્શિની, મનાલી દક્ષિણી, લેહ કાસપેરેક, ડેનિયલ વ્યાટ, સુને લસ, જહાંઆરા આલમ, એમ.અનધા.

ટૂર્નામેન્ટનું શિડ્યુલ

  • 4 નવેમ્બર : સુપરનોવાઝ વેલોસિટી
  • 5 નવેમ્બર : વેલોસિટી ટ્રેલબ્લેઝર્સ
  • 7 નવેમ્બર : ટ્રેલબ્લેઝર્સ સુપરનોવાઝ
  • 9 નવેમ્બર : ફાઈનલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here