જમ્મૂ કાશ્મીર : ઘુસણખોરી કરી રહેલા 3 આતંકવાદી ઠાર, કુપવાડામાં 10 ગ્રેનેડ સાથે એક આતંકીની ધરપકડ

0
7

જમ્મૂ કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં નિયંત્રણ રેખા પાસે ઘુસણખોરી કરી રહેલા ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓને સેનાએ સોમવારે ઠાર કર્યા હતા. આર્મીએ જણાવ્યું કે પાકિસ્તાનમાં તાલીમ પામેલા આતંકવાદી ઘણા હથિયારોથી સજ્જ હતા. અત્યારે સમગ્ર વિસ્તારની નાકાબંધી કરીને સર્ચ ઓપરેશન ચલાવવામા આવ્યું છે. નિયંત્રણ રેખા પાસે ઘુસણખોરી રોકવા માટે ગત અઠવાડિયાથી જ અભિયાન ચાલુ છે. આર્મી પહેલાથી એલર્ટ હતી. આતંકવાદીઓ ઘુસણખોરીનો પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે જ તેમને ઠાર કરી દેવામા આવ્યા.

બીજી તરફ કુપવાડા પોલીસે ગુપ્ત સૂચનાના આધારે એક આતંકવાદીની ધરપકડ કરી હતી. તેની પાસેથી 10 ગ્રેનેડ, 4 વાયરલેસ સેટ અને 200 બુલેટ કબજે કરવામા આવી હતી. પોલીસ આતંકવાદીના ષડયંત્ર વિશે જાણકારી મેળવવા તેની પૂછપરછ કરી રહી છે.

બડગામાં ડ્રગ્સ વેચતા આતંકી મોડ્યૂલનો ખુલાસો
બડગામ પોલીસે સોમવારે ડ્રગ્સ વેચનારા આતંકી મોડ્યૂલનો ખુલાસો કર્યો હતો. પોલીસે જણાવ્યું કે આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદથી જોડાયેલું આ મોડ્યૂલ જિલ્લાના ચાડૂરાથી ઓપરેટ કરતું હતું. ગુપ્ત માહિતીના આધારે બડગામ પોલીસે 50 રાષ્ટ્રીય રાઇફલ્સ અને CRPF સાથે મળીને છ આતંકવાદીઓને પકડી લીધા હતા. તેમની ઓળખ કરાલપોરા નિવાસી મુદસ્સિર ફૈયાઝ, વથૂરાના શબરી ગની, કુપવાડાના ઇસાક ભટ અને શોપિયાંના અર્શિદ ઠોકર તરીકે થઇ છે. છઠ્ઠા આતંકવાદીના નામની હજુ માહિતી નથી.

ઇન્ટેલિજન્સ એલર્ટ બાદ આર્મીએ શોધખોળ અભિયાન શરૂ કર્યું
ઇન્ટેલિજન્સ એજન્સીએ એલર્ટ આપ્યું હતું કે જમ્મૂ કાશ્મીરમાં પરિસ્થિતિ બગાડવા પાકિસ્તાનમાંથી આતંકવાદીઓની ઘુસણખોરી થઇ શકે છે. ત્યારબાદ આર્મીએ 28મેથી સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. એજન્સી પ્રમાણે પાકિસ્તાનની પોસ્ટ અને ગુરેજ સેક્ટરની બીજી સાઇડથી આતંકવાદીઓના બે ગ્રુપ ઘુસણખોરી કરવા તૈયાર છે. માછિલ સેક્ટરની બીજી સાઇડથી પણ જૈશના આતંકવાદી ઘુસણખોરીની તૈયારીમા છે.

આર્મીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરમાં LoC પાસે 15 લોન્ચપેડ પર આતંકવાદીઓ એકઠા થયા છે. તેઓ ઉનાળામાં કાશ્મીરમાં ઘુસણખોરીના પ્રયાસો વધારી શકે છે. તેથી અત્યાર અલગ અલગ ચેક પોઇન્ટ પર એલર્ટ જાહેર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here