J&K એન્કાઉન્ટર : હિઝબુલ મુજાહિદ્દીનના કમાન્ડર સહિત 3 આતંકી ઠાર, પોલીસે ડોડા જિલ્લાને આતંકવાદ મુક્ત જાહેર કર્યો

0
4

અનંતનાગ. જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓને ઠાર કરવામાં આર્મી અને પોલીસને સતત સફળતા મળી રહી છે. અનંતનાગ જિલ્લાના ખુલચોહર વિસ્તારમાં સુરક્ષાદળોએ 3 આતંકીઓને ઠાર માર્યા છે. સાથે જ  AK-47 રાઈફલ અને 2 પિસ્તોલ પણ જપ્ત કરી છે. આતંકીઓના સંતાયા હોવાના ઈનપુટ મળ્યા પછી સિક્યોરિટી ફોર્સે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.જમ્મુ કાશ્મીરના DGP દિલબાગ સિંહે જણાવ્યું કે, માર્યા ગયેલા આતંકીઓમાં એક લશ્કર-એ-તૈયબાનો ડિસ્ટ્રિક્ટ કમાંડર અને એક હિઝબુલ મુજાહિદ્દીનનો કમાંડર મસૂલ સામેલ હતો. DGPએ કહ્યું કે, જમ્મુ ઝોનનો ડોડા જિલ્લો ફરી એક વાર આતંકવાદ મુક્ત થઈ ગયો છે

Jammu and Kashmir : 3 militants killed in Anantnag encounter news and updates

29 દિવસમાં 17 એન્કાઉન્ટર, 49 આતંકી ઠાર મરાયા 

આ પહેલા 26 જૂને પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં સુરક્ષાદળોએ 3 આતંકી ઠાર માર્યા હતા. આ મહિને 17 એન્કાઉન્ટરમાં અત્યાર સુધી 49 આતંકી ઠાર મરાયા છે.

તારીખ સ્થળ આતંકી ઠાર મરાયા 
1 જૂન નૌશેરા 3
2 જૂન ત્રાલ(પુલવામા) 2
3 જૂન કંગન(પુલવામા) 3
5 જૂન  કાલાકોટ (રાજૌરી) 1
7 જૂન રેબન(શોપિયા) 5
8 જૂન પિંજોરા(શોપિયા) 4
10 જૂન સુગૂ(શોપિયા) 5
13જૂન નિપોરા(કુલગામ) 2
16 જૂૂન તુર્કવંગમ(શોપિયા) 3
18-19 જૂન અવંતીપોરા અને શોપિયા 8
21 જૂન શોપિયા 3
23 જૂન બંદજૂ(પુલવામા) 2
25જૂન સોપોર(બારામૂલા) 2
25-26 જૂન ત્રાલ(પુલવામા) 3
29 જૂન ખુલચોહર(અનંતનાગ) 3
 કુલ 49