જામનગર : GETCOના જર્જરિત બિલ્ડીંગને તોડતી વખતે છત તૂટી પડતા 3 મજૂર ઈજાગ્રસ્ત થયા

0
8

જામનગરમાં આજે સાત રસ્તા પાસે આવેલ GETCO ઓફિસમાં આજે છત તૂટી પડી હતી. છત તૂટી પડતાં ત્રણ મજૂર ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાની 108ને જાણ થતાં 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને જી.જી.હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ તમામની સારવાર ચાલુ છે. એક મજૂરની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. જામનગરની GEB ઓફિસમાં છત તૂટી પડતાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

એક મજૂરની હાલત ગંભીર છે
મળતી માહિતી અનુસાર છેલ્લા 4-5 દિવસથી જર્જરિત બિલ્ડીંગને તોડવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે. તે દરમિયાન સવારે કચેરીના આગળના ભાગની છત 20 ફૂટ ઊંચાઈ પરથી ધરાશાયી થતાં નીચે કામ કરી રહેલા 3 મજૂરોને ઈજા પહોંચી હતી. જીવાભાઈ ડાયાભાઈ ખરા (ઉં.વ.45), દેવાભાઈ ધાનાભાઈ ખરા (ઉં.વ.55) અને પબાભાઈ ભીખાભાઈ સાગઠીયા (ઉં.વ.45) નામના ત્રણેય મજૂર પર કાટમાળ પડતા દોડધામ મચી ગઈ હતી. હાલ તો ત્રણેયને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. એક મજૂરની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

GETCOની ઓફિસને અન્ય જગ્યા પર ખસેડવામાં આવી
મહત્વનું છે કે જામનગરમાં સાત રસ્તા નજીક GETCOની કચેરી લાંબા સમયથી જર્જરિત હાલતમાં ઉભી હતી. આ કચેરીનું રીપેરીંગ કામ કરાવવા માટે અનેક વખત તંત્રને રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે બિલ્ડીંગ તોડી પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેથી ઓફિસને અન્ય જગ્યા પર ખસેડવામાં આવી હતી. ત્યારે બાદ જર્જરિત બિલ્ડીંગને તોડી પાડવાની કામગીરી દરમિયાન છત તૂટી પડતા ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here