વડોદરા નજીક નેશનલ હાઈવે પર બાઈક પરથી પટકાતા 3 યુવાનના મોત

0
8

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કંડારી ગામ પાસે નેશનલ હાઇવે પર બાઈક પરથી નીચે પટકાતા 3 યુવાનના ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યાં હતા. અકસ્માતમાં મૃત્યુ પામેલા ત્રણેય યુવાનો પાદરા તાલુકાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની જાણ કરજણ પોલીસને થતાં તુરંત જ પોલીસ કાફલો સ્થળ પર દોડી જઇ કાર્યવાહી હાથ ધરી છે.

બાઈકને કોઇ નુકસાન ન થયું, પણ ત્રણેય યુવાને જીવ ગુમાવ્યા

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કંડારી ગામ પાસે અકસ્માતનો ભોગ બનેલા 3 યુવાનો જે બાઈક ઉપર જઇ રહ્યા હતા. તે બાઈકને કોઇપણ પ્રકારનું નુકસાન થયું નથી, જોકે ત્રણેય યુવાનનોના બાઈક પરથી પટકાતા મૃત્યું થયા છે કે પછી કોઇ અજાણ્યા વાહનની ટક્કરે મોતને ભેટ્યા છે. તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવી જાણ કરજણ પોલીસને થતાં તુરંત જ પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી અને 108 એમ્બ્યુલન્સને બોલાવી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે લઇ જવા માટે તજવીજ હાથ ધરી છે.

પ્રાથમિક તપાસમાં મૃતક યુવાનો પાદરાના રહેવાસી હોવાનું ખુલ્યું

પોલીસને મૃતકોના ખિસ્સામાંથી મોબાઇલ ફોન મળી આવ્યો હતો. મોબાઇલ ફોનના આધારે અને બાઈકના નંબરના આધારે પોલીસે મૃતકોના પરિવારનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મોતને ભેટેલા ત્રણે યુવાનો પાદરા તાલુકાના રહેવાસી હોવાનું બહાર આવ્યું હતું.

એક પણ યુવાને હેલ્મેટ પહેર્યું નહોતું

નેશનલ હાઇવે ઉપર કરજણ તાલુકાના કંડારી ગામ પાસે બનેલા અકસ્માતમાં મોતને ભેટેલા ત્રણે યુવાનો એક જ બાઈક ઉપર હતા. અને ત્રણે યુવાનો પૈકી એક પણ યુવાને હેલ્મેટ પહેર્યું ન હતું. અકસ્માત સર્જાતા રોડ ઉપર પટકાયેલા ત્રણે યુવાનો પૈકી યુવાનના ફુરચેફુરચા ઉડી ગયા હતા, પરંતુ, તેમની બાઈકને કોઇ મોટુ નુકસાન થયું નથી. આ બનાવને પગલે થોડા સમય માટે હાઇવે ઉપરનો ટ્રાફિક પણ ખોરવાઇ ગયો હતો. આ સાથે લોકોના ટોળા એકઠા વળી ગયા હતા. આ બનાવે ટોળે વળેલા લોકોમાં અરેરાટી ફેલાવી દીધી હતી.

પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને તપાસ શરૂ કરી

અત્રે આ બનાવ અંગે કરજણ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસને મૃતદેહોનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે કરજણ સરકારી દવાખાનામાં મોકલી આપી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here