30મીએ મોદી સિડનીની જેમ સુરતમાં પણ રિવોલ્વિંગ સ્ટેજથી જનતાને સંબોધશે

0
50

સુરત: આગામી 30મીએ ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાનાર ન્યુ ઇન્ડિયા યુથ કોન્કલેવમાં સેન્ટ્રલ રિવોલ્વિંગ સ્ટેજ આકર્ષણનું કેન્દ્ર બનશે. દેશમાં પ્રથમવાર પી.એમ નરેન્દ્ર મોદી રિવોલ્વિંગ સ્ટેજ મારફતે જાહેરજનતાને સંબોધન કરશે. સેન્ટર રિવોલ્વિંગ સ્ટેજના માધ્યમથી ઇન્ડોર સ્ટેડિયમમાં ચારે બાજુ બેઠેલા તમામ લોકો વડાપ્રધાનને આંખથી આંખ મેળવીને નિહાળી શકશે. સ્ટેજ ઉપર ઉપસ્થિત પી.એમને ચક્કર નહીં આવે તે રીતે રિવોલ્વિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. લગભગ 7 મિનિટમાં રિવોલ્વિંગ સ્ટેજ એક રાઉન્ડ પુરો કરશે. એટલે કે એક કલાકના કાર્યક્રમમાં વડાપ્રધાન 9 વાર ઇન્ડોર સ્ટેડિયમના ચક્કર લગાવશે. મેક ઇન્ડિયા ટેકનોલોજી અંતર્ગત એસવીએનઆઇટીના વિદ્યાર્થીઓએ રિવોલ્વિંગ સ્ટેજની ટેકનોલોજી મુકી છે.

વિદ્યાર્થીઓએ 24 કલાક મહેનત કરી મોટરનો અવાજ બંધ કર્યો

રિવોલ્વિંગ માટે મોટરનો અવાજ આવે નહીં તે માટે છેલ્લા 24 કલાક સુધી વિદ્યાર્થીઓએ મહેનત કરી મોટરનો અવાજ બંધ કર્યો છે. ન્યુ ઇન્ડિયા યુથ કોન્કલેવમાં સી.એ, વકીલ, ડોકટર, એન્જિનિયર, આર્કિટેક્ટ, પ્રોફેસર સહિતના પ્રોફેશનલ્સ જોડાશે.ઉલ્લેખનીય છે કે સ્ટેજ પર માત્ર પી.એમ એકલા જ ઉપસ્થિત રહેશે. તેમની સાથે સંભવત: એક એસપીજી કમાન્ડ હાજર રહેશે તેવી સંભાવના છે.

ઇન્ટરેક્શન માટે 700 પ્રશ્નો નોંધાયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઈન્ટરેકશન માટે વિવિધ ક્ષેત્રના પ્રોફેશનલ્સ હાજરી આપશે ત્યારે અત્યાર સુધીમાં 700 પ્રશ્ન રજિસ્ટ્રર થઇ ગયા છે. પી.એમ સાથે ઈન્ટરેકશન માટે લગભગ 30 મિનિટનો સમય નક્કી કરવામાં આવ્યો છે. જો કે પ્રશ્નોની સંખ્યા મોટી હોઇ તમામ પ્રશ્નો આવરી લેવાઇ તેમ ન હોવાથી કોમન પ્રશ્ન શોર્ટલિસ્ટ કરવામાં આવશે.

સ્ટેડિયમ બહાર એલઇડી લગાડવામાં આવશે

કાર્યક્રમ માટે 48 કલાકમાં જ  ઓનલાઇન રજિસ્ટ્રેશન થકી મોટાપાયે  પ્રોફેશનલ્સોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. તમામને સ્ટેડિયમમાં સમાવી શકાય નહીં હોઇ સ્ટેડિયમ બહાર અલગથી મંડપ બનાવવામાં આવશે. 5 વાગે બાદ આવનારને સ્ટેડિયમની બહાર મંડપમાં બેસાડાશે. સ્ટેડિયમ બહાર એલઇડી પણ લગાડવામાં આવશે. જેથી બહાર બેઠેલા લોકો કાર્યક્રમ નિહાળી શકે.- હર્ષ સંઘવી, ધારાસભ્ય 

કતારગામમાં 4 માળનું બિલ્ડિંગ બનાવાયું છે. અઢી વર્ષની મહેનતના અંતે તૈયાર કરાયેલા આ પોલીસ સ્ટેશનને વડાપ્રધાનના હસ્તે લોકાર્પણનું આયોજન હતું પણ, પ્રોટોકોલના કારણે હવે વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરી શકાશે નહીં.

30મીએ એરપોર્ટનો મુખ્ય ગેટ બંધ રહેશે, યાત્રીઓ કાચા રસ્તેથી ચાલશે

એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગના એક્સપાન્સના ખાતમુહૂર્ત માટે 30મીએ વડાપ્રધાન મોદી એરપોર્ટ પર આવી રહ્યા છે. આ દિવસે એરપોર્ટનો મુખ્ય ગેટ બંધ રખાયો છે. એરપોર્ટથી અવર-જવર કરતા યાત્રીને તકલીફ નહીં પડવાની સાથે પીએમની સુરક્ષા જોતા ઓથોરિટીએ મુખ્ય ગેટની બાજુની દિવાલ તોડી કાચો રસ્તો બનાવ્યો છે. જ્યાંથી યાત્રીઓની ગાડી અવર-જવર કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here