30 જૂન 2020નું રાશિ ભવિષ્ય : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

0
3
આજના રાશીફળ પ્રમાણે જાણો તમારા ભાગ્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી
આજના રાશીફળ પ્રમાણે જાણો તમારા ભાગ્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી.
  • આજના રાશીફળ પ્રમાણે જાણો તમારા ભાગ્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી

30 જૂનનું રાશિફળ. 30 જૂન, મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- કોઇપણ ફોન કોલને આજે નજરઅંદાજ કરશો નહીં. જેનાથી તમને માર્કેટિંગ અથવા મીડિયા સંબંધિત કોઇ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે. જે તમારી આર્થિક સ્થિતિ માટે લાભદાયી રહેશે.

નેગેટિવઃ- કોઇ મિત્ર અથવા સંબંધી પોતાના વાયદાથી પાછળ હટશે જે તમને થોડી ચિંતા કરાવી શકે છે. જેના કારણે તમારી ભવિષ્ય સંબંધિત યોજનાઓ અટકી શકે છે.

લવઃ- ધન સંબંધિત કોઇપણ નિર્ણયમાં આજે જીવનસાથીની સલાહ લો.
વ્યવસાયઃ- વ્યવસાયમાં આજે માર્કેટિંગ સંબંધિત કાર્યોને કરવામાં જ તમારી ઊર્જા લગાવો
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યમાં નબળાઇ જોવા મળશે.


વૃષભઃ-

પોઝિટિવઃ- તમે થોડાં સમયથી ખૂબ જ સહજ અને આરામદાયક રીતે પોતાનું કામ પૂર્ણ કરી રહ્યાં હતાં. જો વારસાગત સંપત્તિને લઇને કોઇ વિવાદ ચાલી રહ્યો છે તો તેનો ઉકેલ લાવવાનો સમય આવી ગયો છે.

નેગેટિવઃ- તમારે તમારા સ્વભાવ અને ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું જોઇએ. તમારો અધિકાર અને ગુસ્સો અન્ય લોકોને નુકસાન પહોંચાડી શકે છે.

લવઃ- ઘર-પરિવારમાં સુખ-શાંતિ જળવાયેલી રહેશે.
વ્યવસાયઃ- નોકરિયાત લોકોને કોઇ પ્રકારની નાની યાત્રા કરવી પડશે.
સ્વાસ્થ્યઃ- સર્વાઇકલ અને ગેસ જેવી સમસ્યા રહેશે.


મિથુનઃ-

પોઝિટિવઃ- આજે તમે તમારા વિશે જ વિચારશો અને તમારા માટે જ કામ કરશો. આજે તમારા દ્વારા લીધેલો કોઇપણ નિર્ણય ફળદાયક સાબિત થશે. નજીકના ભવિષ્યમાં ખૂબ જ સારું પરિણામ મળશે.

નેગેટિવઃ- ક્યારેક-ક્યારેક તમારો ઈગો અને વધારે પડતું સ્વાર્થી થઇ જવું તમને નુકસાન પહોંચાડી શકે છે. બાળકોની સમસ્યાઓ ઉપર આજે ધ્યાન આપો.

લવઃ- જીવનસાથી તમારા સ્વાસ્થ્યમાં થોડી નબળાઇ અનુભવી શકે છે.
વ્યવસાયઃ- વ્યવસાયિક દૃષ્ટિકોણથી સમય ઉત્તમ છે.
સ્વાસ્થ્યઃ- કોઇ વારસાગત બીમારી થઇ શકે છે.


કર્કઃ-

પોઝિટિવઃ- આજે તમે કોઇપણ કાર્ય કરતાં પહેલાં તેના ઉપર સંપૂર્ણ રિસર્ચ કરી લો અને તેના પોઝિટિવ અને નેગેટિવ પરિબળો ઉપર વિચાર કરીને જ આગળ વધો.

નેગેટિવઃ- જમીન સંબંધિત કોઇ કામ થવા જઇ રહ્યું છે તો તેના ઉપર વધારે લાભની આશા કર્યાં વિના તે કાર્યને પૂર્ણ કરી લો.

લવઃ- પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે.
વ્યવસાયઃ- વ્યવસાયમાં થોડો ફેરફાર કરવાથી કામમાં સુધાર આવશે.
સ્વાસ્થ્યઃ- કોઇ પ્રકારનું ઇન્ફેક્શન થવાની સંભાવના છે.


સિંહઃ-

પોઝિટિવઃ- સિંહ લગ્નના વ્યક્તિ પોતાના બળે દરેક કામ કરવાની ક્ષમતા રાખે છે અને હવે તો ગ્રહ ગોચર પણ તમારા પક્ષમાં છે. તમારી આ ક્ષમતાનો ભરપૂર લાભ ઉટાવો.

નેગેટિવઃ- ક્યારેક-ક્યારેક આળસ ઉત્પન્ન થવાના કારણે તમે થોડી ઉપલબ્ધિઓ ગુમાવી શકો છો અને ક્યારેક અતિ આત્મવિશ્વાસની સ્થિતિ પણ નુકસાન કરાવી શકે છે.

લવઃ- પ્રેમ સંબંધમાં કોઇ ત્રીજા વ્યક્તિનો હસ્તક્ષેપ ગેરસમજ ઉભી કરી શકે છે.
વ્યવસાયઃ- વ્યવસાયમાં માર્કેટિંગ સંબંધિત કાર્યોને વધારે મહત્ત્વ આપો
સ્વાસ્થ્યઃ- ગરમી સંબંધિત સ્કિન પ્રોબ્લેમ થઇ શકે છે.


કન્યાઃ-

પોઝિટિવઃ- આજે તમારું સંપૂર્ણ ધ્યાન તમારા આર્થિક મામલાઓને પૂર્ણ કરવાનું રહેશે. ધર્મ સંબંધિત ચેરિટી પણ કરશો જેના દ્વારા તમારી સાથે-સાથે તમારા પરિવારનું પણ માન-સન્માન વધશે.

નેગેટિવઃ- ધાર્મિક કાર્યોમાં દેખાડા જેવી પ્રવૃત્તિ કોઇને અનુભવ થવા દેશો નહીં. ક્યારેક-ક્યારેક તમારો શંકાવાળો સ્વભાવ તમારા માટે મુશ્કેલીઓ પેદા કરી શકે છે.

લવઃ- જીવનસાથી સાથે સંબંધ મધુર બનાવવા માટે મનોરંજન સંબંધિત યોજનાઓ બનાવો.
વ્યવસાયઃ- નોકરીમાં કોઇ ઓફિસરના કારણે તમારી માનહાનિ થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.


તુલાઃ-

પોઝિટિવઃ- આજે તમારા કાર્યોમાં કોઇની મદદની અપેક્ષા રાખ્યા વિના જાતે જ પૂર્ણ કરવાની કોશિશ કરો. તમારી ક્ષમતાઓ ઉપર વિશ્વાસ રાખો.

નેગેટિવઃ- ક્યારેક તણાવના કારણે કાર્ય ક્ષમતામાં ઘટાડો આવી શકે છે. જો તમે આ વાત ઉપર વિચારશો તો પરેશાની એટલી મોટી નથી જેટલો તમે તણાવ લીધો છે.

લવઃ- સંતાન સંબંધિત કોઇ કાર્યમાં મુશ્કેલી આવી જવાથી ઘરમાં નિરાશાનું વાતાવરણ રહેશે.
વ્યવસાયઃ- તમારા કાર્યોમાં પિતાનો સહયોગ લો.
સ્વાસ્થ્યઃ- પગમાં સોજા રહેશે.


વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આજકાલ તમે ભાવનાઓથી દૂર રહીને દરેક કાર્યને વ્યવહારિક રીતે સંપન્ન કરી રહ્યા છો, જે તમને નવી સંભાવનાઓ પ્રદાન કરશે. આજે અચાનક કોઇ પેમેન્ટ આવી જવાથી મન પ્રસન્ન રહેશે.

નેગેટિવઃ- જોઇ કોઇ નજીકની ધાર્મિક યાત્રા સંબંધિત પ્રોગ્રામ બનાવી રહ્યા છો તો હાલ તેને સ્થગિત કરવું જ ઠીક રહેશે.

લવઃ- તમારો સ્વભાવ તમારા વ્યવહારિક જીવનને સુખમય બનાવશે.
વ્યવસાયઃ- આજે કોઇને મળવું-હળવું નહીં અને માર્કેટિંગ સંબંધિત કાર્યોને કરશો નહીં.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.


ધનઃ-

પોઝિટિવઃ- આર્થિક પક્ષ મજબૂત રહી શકે છે. સંતાન સંબંધિત સુખદ સમાચાર મળી શકે છે. અંગત સંબંધ મજબૂત થઇ શકે છે. યાત્રા સ્થિતિ સુખદ રહી શકે છે. જીવનસાથીનો સહયોગ અને સાનિધ્ય મળી શકે છે.

નેગેટિવઃ- કોઇપણ કાર્યને સમજી-વિચારીને કરવાનો પ્રયાસ કરો. બિનજરૂરી કારણોથી કોઇ પ્રકારની પરેશાની ઉત્પન્ન થઇ શકે છે. તમારી અંદર વિશ્વાસ સાથે ઘરની વ્યવસ્થામાં ઢળવાનો પ્રયાસ કરો.

લવઃ- આજે તમારે તમારી ઉપર નિયંત્રણ રાખવાની જરૂર છે.
વ્યવસાયઃ- તમારી સમજવાની અને વિચારવાની ક્ષમતા સારી થશે.
સ્વાસ્થ્યઃ- આ સમય માતા-પિતા અને ભાઇ-બહેનો સ્વાસ્થ્ય માટે શુભ નથી.


મકરઃ-

પોઝિટિવઃ- શાસન સત્તાનો સહયોગ મળી શકે છે. પારિવારિક જીવન સુખમય રહેવાની સંભાવના છે. આર્થિક પક્ષ મજબૂત રહી શકે છે. અંગત સંબંધ મધુર રહી શકે છે. યાત્રએ જવાનું થશે.

નેગેટિવઃ- કામકાજની સ્થિતિ સારી થઇ શકે છે. આજે અનેક પ્રકારની સમસ્યાઓ ઉત્પન્ન થઇ શકે છે. દરેક પ્રકારે એકબીજા સાથે સામંજસ્ય મધુર જાળવી રાખવાનો પ્રયાસ કરો.

લવઃ- તમે એકથી વધારે લોકોના પ્રેમ સંબંધમાં રહેશો.
વ્યવસાયઃ- સ્થિતિ અનુકૂળ રહેવાની સંભાવના છે.
સ્વાસ્થ્યઃ- સંતાનનું સ્વાસ્થ્ય થોડું પ્રભાવિત થઇ શકે છે.


કુંભઃ-

પોઝિટિવઃ- આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થઇ શકે છે. સંતાનના દાયિત્વની પૂર્તિ થઇ શકે છે. શિક્ષાના ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. પારિવારિક જીવન સુખમય રહેશે. અંગત સંબંધ મજબૂત થઇ શકે છે.

નેગેટિવઃ- કોઇપણ નિર્ણય લેતાં પહેલાં યોગ્ય વિચાર કરી લેવો જોઇએ. આ વર્ષે તમારી નોકરીમાં સ્થાળાંતરણનો મજબૂત યોગ બની રહ્યો છે અને કાર્યસ્થળમાં થોડી તણાવપૂર્ણ સ્થિતિ પેદા થશે.

લવઃ- પ્રેમ જીવન ઉપર થોડો પ્રતિકૂળ પ્રભાવ પડી શકે છે.
વ્યવસાયઃ- આર્થિક લાભ માટે સારા અવસર પ્રાપ્ત થશે.
સ્વાસ્થ્યઃ- લાંબા સમયથી ચાલી રહેલી પરેશાનીઓ દૂર થશે.


મીનઃ-

પોઝિટિવઃ- યાત્રા દેશાટનની સ્થિતિ આવી શકે છે. માંગલિક અથવા પારિવારિક ઉત્સવમાં ભાગેદારી વધી શકે છે. પરિવાર સાથે મનોરંજન કરી શકશો. સંતાનના દાયિત્વની પૂર્તિ થઇ શકે છે.

નેગેટિવઃ- શેરબજાર, સટ્ટો વગેરેમાં રોકાણ કરવા પ્રત્યે સાવધાની જાળવો. કોઇ પણ કાર્યને સમજદારીથી કરો. ઘરમાં બધા સાથે મધુર સંબંધ સ્થાપિત થાય તેવી કોશિશ કરો.

લવઃ- પ્રેમ સંબંધો માટે સમય વધારે અનુકૂળ રહેશે નહીં.
વ્યવસાયઃ- મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરતાં લોકો માટે લાભનો સમય રહેશે.
સ્વાસ્થ્યઃ- યાત્રા દરમિયાન ખાનપાનમાં ધ્યાન રાખવું.