રાજકોટ : કોરોનાના 30 કેસ અને 24 કલાકમાં 19ના મોત, બોટાદમાં 9 કેસ નોંધાયા

0
10

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે રાજકોટમાં વધુ 30 કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે 41 લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં કુલ 2470 કેસ નોંધાયા છે. રાજકોટમાં કેસની સાથોસાથ મોતનો આંકડો પણ વધી રહ્યો છે. રાજકોટમાં 24 કલાકમાં વધુ 19 લોકોના કોરોનાથી મોત નીપજ્યા છે. બોટાદ જિલ્લામાં આજે 9 પોઝિટિવ કેસ નોંધાયા

શહેરમાં અત્યાર સુધીમાં 40925 ટેસ્ટ કરાયા
રાજકોટમાં કોરોના પોઝિટિવનો આંક સતત વધી રહ્યો છે. ત્યારે શહેરમાં અત્યાર સુધીમાં કુલ 40925 ટેસ્ટ કરવામાં આવ્યાં છે. જેમાંથી 2470 કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 1301 લોકો ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. આમ અત્યાર સુધીનો રિકવરી રેઈટ 53.31 ટકા છે.

90 તબીબને કોવિડ કેર સેન્ટરની જવાબદારી
સરકારી હોસ્પિટલ અને કોવિડ કેર સેન્ટરમાં દાખલ થતા દર્દીઓના આરોગ્યની દરરોજ તપાસણી કરવા માટે 90 ખાનગી તબીબને પણ જવાબદારી સોંપાઇ છે. જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે, કુલ 90 તબીબનું લિસ્ટ બનાવ્યું છે અને તેમને ટર્ન બાય ટર્ન કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓની તપાસણીની જવાબદારી સોંપાઇ છે. હાલમાં 532 જેટલા દર્દી સારવાર હેઠળ હોય ઓછામાં ઓછા ચાર કલાક તબીબને રાઉન્ડમાં લાગે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here