HDFC બેંકનાં MSME ધિરાણમાં 30%ની વૃદ્ધિ

0
4

બેન્કિંગ સેક્ટર હવે કોવિડ પૂર્વેનાં સ્તરે આવી ગયું છે. ભારતની સૌથી મોટી ખાનગી બેન્ક HDFCએ ડિસેમ્બર 2019થી 2020 દરમિયાન બેંકની માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ (MSME) લૉનમાં 30%નો વધારો થયો છે. HDFCએ ECLGS યોજના હેઠળ આપવામાં આવતાં ધિરાણના સંદર્ભમાં ટોચની બેંકો પૈકીની એક છે, જેણે 31 ડિસેમ્બર, 2020 સુધીમાં આશરે રૂ. 23,000 કરોડનું ધિરાણ કર્યું હતું.

દરેક સેક્ટરના MSMEને લોન અપાઈ

HDFC બેંકના બિઝનેસ બેંકિંગ એન્ડ હેલ્થકૅર ફાઇનાન્સના સીનિયર એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ સુમંત રામપાલે જણાવ્યું હતું કે, MSME સેક્ટર જીડીપીનો 30 ટકા હિસ્સો ધરાવે છે અને તે દેશના સૌથી મોટા નિયોક્તા પૈકીનું એક છે. બેંક દ્વારા સમગ્ર દેશમાં ધિરાણ પૂરું પાડવામાં આવ્યું છે. બેંકના ગ્રાહકો ટેક્સટાઇલ, ફેબ્રિકેશન, એગ્રો પ્રોસેસિંગ, કેમિકલ્સ, કન્ઝ્યુમર ગુડ્સ, હોટલ અને રેસ્ટોરેન્ટ્સ, ઑટો કમ્પોનેન્ટ્સ, ફાર્માસ્યુટિકલ્સ અને પેપર ઇન્ડસ્ટ્રી જેવા ક્ષેત્રોમાં ફેલાયેલા છે. આ ઉપરાંત તેઓ હોલસેલરોથી માંડીને રીટેઇલરો, વિતરકો, સ્ટોકિસ્ટ અને સુપરમાર્કેટ્સ સુધીની સમગ્ર વેચાણ શ્રૃંખલામાં વ્યાપેલા છે.

ડિજિટલી લોન આપવામાં આવી છે

સુમંત રામપાલે જણાવ્યું કે, અમે MSMEને કસ્ટમાઇઝ ઉત્પાદનો આપ્યા હતા. જેનો ઉપયોગ તેઓ ફીઝિકલ રીતે અથવા તો ઇલેક્ટ્રોનિક માધ્યમો મારફતે અનુકૂળતા મુજબ કરી શકતા હતાં. સૌથી મોટા રોજગારસર્જક અને આર્થિક વૃદ્ધિ માટેના એન્જિન ગણાતા એમએસએમઈ સેક્ટરને સમર્થન પૂરું પાડવાના સરકારના વિઝનને વરેલા છીએ. લૉકડાઉન દરમિયાન પણ સમગ્ર સેક્ટર/ઇન્ડસ્ટ્રીના અમારા MSMEના ગ્રાહકોને સેવા પૂરી પાડી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here