Friday, August 6, 2021
Homeરાજકોટમાં કોરોનાથી 30નાં મોત, DEO કચેરીમાં EI સહિત 25 શિક્ષકો કોરોના સંક્રમિત,...
Array

રાજકોટમાં કોરોનાથી 30નાં મોત, DEO કચેરીમાં EI સહિત 25 શિક્ષકો કોરોના સંક્રમિત, એક શિક્ષકનું મોત

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે. રાજકોટમાં કોરોનાથી 30 લોકોના મોત નિપજ્યાં છે. શહેરમાં 22, ગ્રામ્યમાં 4 અને અન્ય જિલ્લાનાં 4 દર્દીના મોત થયા છે. છેલ્લા 3 દિવસમાં 86 દર્દીના મોત નિપજ્યાં છે. જ્યારે શહેરમાં પોઝિટિવ કેસની સંખ્યા 3960 પર પહોંચી ગઈ છે. જ્યારે અત્યાર સુધીમાં 125 જેટલા ડોક્ટર કોરોનાગ્રસ્ત થયા છે. રાજકટોની અલગ અલગ હોસ્પિટલમાં હાલ 1355 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. રાજકોટ DEO કચેરીમાં કોરોનાએ એન્ટ્રી કરી લીધી છે. DEO કચેરીમાં EI સહિત 25 જેટલા શિક્ષકો કોરોના સંક્રમિત થયા છે. જેમાં એક શિક્ષકનું મોત નીપજ્યું છે.

સતત બીજા અઠવાડિયે કોવિડ હોસ્પિટલમાં ચેકિંગ

રાજકોટમાં સતત બીજા અઠવાડિયે હોસ્પિટલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં ચેકિંગ હાધ ધરવામાં આવ્યું છે. મામલતદાર, નાયબ મામલતદારની ટુકડીઓ બનાવી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. શહેરની 24 ખાનગી કોવિડ હોસ્પિટલમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. દર્દીઓને આપવામાં આવતી સારવાર, દર્દીઓને આપવામાં આવતા બિલ સહિતના મામલે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્રના છ જિલ્લામાં 212 કેસ, 10 મોત

સૌરાષ્ટ્રના જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર અને મોરબી સહિત છ જિલ્લામાં મંગળવારે 212 કેસ નોંધાયા હતા. જ્યારે જામનગરમાં 10 દર્દીના મૃત્યુ થયા હતા.

અત્યાર સુધીમાં 125 ડોક્ટર કોરોનાગ્રસ્ત થયા

લોકો માસ્ક વગર, સોશિયલ ડિસ્ટન્સ રાખ્યા વગર રહીને બેદરકારી દાખવે છે અને જાણે અજાણ્યે કોરોના ફેલાવવામાં નિમિત્ત બને છે. કોરોના લાગુ થયો હોય ત્યારે એકમાત્ર તબીબ જ તેમની સારવાર કરી શકે છે. તેમજ તેમના પરિવારની ચિંતા આરોગ્ય વિભાગ પર હોય છે. કોરોના વોરિયર પણ હવે કોરોનાગ્રસ્ત બની રહ્યા છે. માત્ર રાજકોટની જ વાત કરીએ તો અત્યાર સુધીમાં 125 ડોક્ટર કોરોનાગ્રસ્ત થયા છે અને તેમાંથી હાલમાં 25 તબીબની સારવાર ચાલી રહી છે તેમજ ઘણા તબીબોએ તો કોરોનામાંથી બહાર આવીને ફરીથી દર્દીઓની સેવા શરૂ કરી દીધી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments