30 જળાશયો 70 થી 100 ટકા ભરાયા : 30 જળાશયો 50 થી 70 ટકા ભરાયા

0
0

ચોમાસાની ઋતુમાં રાજ્યમાં વરસી રહેલા સર્વત્ર વરસાદને પરિણામે અત્યાર સુધીમાં એટલે કે તા. 14 ઓગસ્ટ 2019 સવારે 8.00 કલાકની સ્થિતિએ સરેરાશ 84.09 ટકા વરસાદ વરસ્યો છે. જેના કારણે રાજ્યના કુલ 204 જળાશયોમાંથી 34 જળાશયો 25 થી 50 ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે 40 જળાશયો છલકાયા છે. 30 જળાશયો 70 થી 100 ટકા તેમજ 30 જળાશયો 50 થી 70 ટકા વચ્ચે ભરાયા છે. સરદાર સરોવર જળાશય કુલ સંગ્રહશક્તિના 78.02 ટકા ભરાયું છે. અત્યારસુધીમાં રાજયમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 101.42 ટકા વરસાદ થયો છે તેમ રાજ્યના જળ સંપત્તિ વિભાગ, ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલોમાં જણાવાયું છે.

રાજ્યમાં હાલમાં 1,000 ક્યુસેક તથા તેથી વધુ પાણીની આવક ધરાવતા જળાશયોમાં સરદાર સરોવરમાં 89,584, ઉકાઇમાં 81,550, વણાકબોરીમાં 32,318, કડાણામાં 22,010,દમણગંગામાં 9,747, કરજણમાં 8,812, સુખીમાં 4,855,, મચ્છુ-3માં 2,932, આજી-4માં 2,461, પાનમમાં 2,136, ઓજત-વિયર(વંથલી)માં 1,441,મચ્છુ-2માં 1,295,આજી-3માં 1,194, અને ઓઝત વિઅરમાં 1,109 ક્યુસેકનો સમાવેશ થાય છે.

ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 20.10 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 88.54 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 78.55 ટકા, કચ્છના 20 જળાશયોમાં 57.56 ટકા અને સૌરાષ્ટ્રના 139 જળાશયોમાં 50.36 એમ રાજયમાં કુલ-204 જળાશયોમાં હાલ સંગ્રહાયેલ પાણીનો કુલ જથ્થો 67.93 ટકા એટલે 3,78,179.15 મીટર ઘન ફૂટ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here