સુરત : અઠવાલાઇન્સમાં સરગમ શોપિંગ સેન્ટરની 30 દુકાનો સીલ, સીલ મારી દેશે તો શું ખાઈશુંઃ દુકાનદારો

0
9

સુરત. શહેરના અઠવાલાઈન્સ વિસ્તારમાં આવેલા સરગમ શોપિંગ સેન્ટરની 30 જેટલી દુકાનોને સીલ મારવામાં આવી છે. જેથી દુકાનદારોમાં રોષ જોવા મળી રહ્યો છે. દુકાનદારોએ વ્યથા વર્ણવતા જણાવ્યું હતું કે, લોકડાઉન બાદ હાલ તાજેતરમાં દુકાનો ખોલી રોજગારી લઈ રહ્યા છે, સીલ મારી દેશે તો શું ખાઈશું અને કેમ ખર્ચા અને હપ્તા કાઢીશું.

એક વર્ષમાં 6થી વધુ નોટીસ આપી ગયા

અઠવાલાઈન્સ વિસ્તારમાં આવેલા સરગમ શોપિંગ સેન્ટરમાં થોડા સમય પહેલા શોપિંગ કોમ્પ્લેસના ઉપર A બિલ્ડીંગમાંથી પોપડા પડ્યા બાદ ભારે હોબાળો થતા બિલ્ડીંગ ખાલી કરાવવા પાલિકાનું દુકાનદારો પર દબાણ વધી ગયું છે. 170થી વધુ દુકાનદારોને એક અઠવાડિયામાં ખાલી કરવા પાલિકાએ નોટીસ આપી છે. દુકાનદારોએ જણાવ્યું હતું કે, એક વર્ષમાં 6થી વધુ નોટીસ આપી ગયા છે. આજે સવારેથી પાલિકાના કર્મચારીઓ સીલ મારી રહ્યા છે.  લોકડાઉન બાદ હાલ તાજેતરમાં દુકાનો ખોલી રોજગારી લઈ રહ્યા છે. સીલ મારી દેશે તો શું ખાઈશું અને કેમ ખર્ચા અને હપ્તા કાઢીશું.

મનફાવે ત્યારે આવે અને 200થી 2000 સુધીનો દંડ ઉઘરાવી જાય છેઃ દુકાનદારો

દુકાનદારોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, એક વર્ષમાં 6 થી વધુ નોટીસ આપી ગયા છે. પાલિકાના કર્મચારીઓની દાદાગીરી સામે દુકાનદારોમાં રોષ ફેલાયો છે. મનફાવે ત્યારે આવે અને 200થી 2000 સુધીનો દંડ ઉઘરાવી જાય છે. મંગળવારે માસ્ક કેમ નથી પહેર્યા કહી મજૂરોને 200-200નો દંડ આપ્યો હતો. રહેણાંક બિલ્ડીંગની ગેલેરીના પોપડા પડે એટલે શોપિંગ સીલ મારવા આવી જાય છે. ફ્લેટ ખાલી નથી કરાવતા અને દુકાનો ખાલી કરવા નોટીસ અપાઈ રહી છે એ રાજકારણ છે. 25 વર્ષ જૂનું શોપિંગ કોમ્પ્લેક્ષ અને બિલ્ડીંગ છે. શોપિંગ સેન્ટરને રીનોવેશન 6 મહિના પહેલા જ કરાવવાયું છે. રંગ રોગાન અને ફાયર સેફટી સુવિધા પણ કરાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here