કાશ્મીરમાં સરપંચની હત્યા – 30 વર્ષ અગાઉ દિકરા સાથે એક રાતમાં કાશ્મીર છોડવું પડ્યું; ગઈકાલે ફરી પરત આવવું પડ્યું, આ વખતે પિતા તેમના દિકરાના મૃતદેહ સાથે આવ્યા

0
10
લકબાવન પંચાયતના સરપંચ અજય કુમાર પંડિતની આતંકવાદીઓએ સોમવારે હત્યા કરી દીધી હતી. મંગળવારે સવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા
  • સોમવાર સાંજે આતંકવાદીઓએ અનંતનાગમાં સરપંચ અજય પંડિતની હત્યા કરી દેવામાં આવી હતી, ઘરથી 50 મીટર અંતરે તેમના માથા પર ગોળી મારવામાં આવી હતી
  • પિતા દ્વારકા નાથ કહે છે કે મે ના પાડી હતી પણ તે ન માન્યા, કહ્યું કોઈનાથી ડરવાનું નહીં, આપણે અહીંથી શાં માટે ભાગવું જોઈએ, અહીં જ જીવિશ અને અહીં જ મરીશ
  • અજય પંડિતે ગયા વર્ષે ભાજપના ઉમેદવારને હરાવી સરપંચની ચૂંટણી જીતી હતી, કેટલાક વર્ષોથી સુરક્ષાની માંગ કરતા હતા
લકબાવન પંચાયતના સરપંચ અજય કુમાર પંડિતની આતંકવાદીઓએ સોમવારે હત્યા કરી દીધી હતી. મંગળવારે સવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા

સીએન 24,ગુજરાત

જમ્મુઅનંતનાગના ડૂરુ લકબાવન ગામના રહેવાસી દ્વારકા નાથ પંડિત જીવનની સૌથી મુશ્કેલ સફર બાદ મંગળવારે સવારે જમ્મુ પહોંચ્યા. તેઓ નિવૃત શિક્ષક છે અને 30 વર્ષ અગાઉ આ ગામમાંથી એક ગોઝારી રાતે તેમના સમગ્ર પરિવાર સાથે જમ્મુ ભાગીને આવ્યા હતા.30 વર્ષ અગાઉ જ્યારે રાતોરાત ભાગીને આવ્યા ત્યારે તેમનો દિકરો પણ તેમની સાથે હતો.પણ સોમવારી સાંજે જ્યારે તેમનો સામાન પેક કર્યો તો તેમનું સર્વસ્વ જાણે કે સૂટકેસમાં સમાઈ ગયું હતું અને સાથે આવી રહ્યો હતો તેમના પ્રિય દિકરાનો પાર્થિવ દેહ. તેમનો દિકરો અજય પંડિત આ ગામનો સરપંચ હતો.અજય પંડિતની સોમવારે સાંજે આતંકવાદીઓએ હત્યા કરી દીધી હતી. ઘરેથી માંડ 50 મીટરના અંતરે અજયના માથા પર ગોળી મારવામાં આવી.

મંગળવારે અજય પંડિતના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા

દ્વારકા કહે છે કે સાંજે કોઈ વ્યક્તિ ઘરે આવી હતી અને અજયને કહ્યું કે તેમના એક ફાર્મ પર તેમની સહીની જરૂર છે. તે જેવો ઘરની બહાર નિકળ્યો તો થોડા અંતરે જતા કોઈએ તેના માથાપર પાછળથી ગોળી મારી. અમે તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા, પણ તેને બચાવી શકાયો નહીં.
પંડિત કહે છે કે જ્યાં જન્મ થયો હતો તે ગામ પરત ફર્યા બાદ અજયે ખૂબ જ મહેનત કરી, જેથી ફરીથી બધુ જ ઠીક કરી શકે. મારો દિકરો દેશભક્ત હતો. તે માતૃભૂમિને પ્રેમ કરતો હતો. જમ્મુમાં આશરે સાત વર્ષ પસાર કર્યા બાદ અમે વર્ષ 1996-97માં કાશ્મીર ઘાટીમાં પરત ફર્યા હતા.

પરિવારના નજીકના સભ્યોનું કહેવું છે કે આ પરિવાર વર્ષ 1992માં કાશ્મીર પરત આવ્યો હતો. પહેલા તેઓ ભાડેથી રહેતા હતા અને વર્ષ 1996માં ફરીથી ઘર બનાવ્યું અને ગામમાં પરત ફર્યા હતા.

આ એ જ પરિવાર હતો કે જેણે વર્ષ 1986માં આ વિસ્તારમાં કોમી તોફાનોમાં ઘણુ સહન કર્યું હતું. આ વિસ્તારના અનેક મંદિરોને તોફાનોમાં તોડફોડ કરી ખૂબ જ નુકસાન કરાયું હતું. દ્વારકા કહે છે કે તેમને કોઈ જ મદદ મળી ન હતી. તેમના દિકરા અજયે બેન્કમાંથી લોન લીધી હતી અને આતંકવાદમાં બરબાદ થઈ ગયેલા પોતાના બગીચા અને ઘરને ફરી નવજીવન આપ્યું હતું.

મંગળવારે જ્યારે દિકરાના અંતિમ સંસ્કાર કરી પરત ફર્યાં તો જમ્મુના સુભાષનગરમાં દિકરાના નજીકના લોકો સાથે બેઠા હતા ત્યારે વારંવાર અજયની વાતોને યાદ કરતા હતા. તે કહેવા લાગ્યા કે મે અહીં નહીં આવવા કહ્યું હતું. પણ તે માન્યો નહીં. કહેતો હતો કે તે કોઈનાથી ડરતો નથી. જ્યારે સેનામાં જવાન ડ્યુટી કરે છે તો આપણે અહીંથી શાં માટે ભાગવું જોઈએ. અહીં જ જીવિશ અને અહીં જ મરીશ.

દ્વારકા નાથ કહે છે કે મારો દિકરો મર્યો નથી. તે શહિદ થયો છે પોતાની માતૃભૂમિ માટે. ગામના તમામ લોકો તેમને પસંદ કરતા હતા. જ્યારે તેણે ચૂંટણી લડી તો સૌ કોઈ ચાલીને મત આપવા માટે આવ્યા હતા. તેનું કોઈ દુશ્મન ન હતું.
કાશ્મીરી મુસ્લિમોના સહયોગ અંગે તેમણે કહ્યું કે કેટલાક કટ્ટરપંથી છે જે ઈચ્છે છે કે કાશ્મીરી પંડિત કાશ્મીર ઘાટીમાં પરત ન આવે. તેઓ તે સમયે પણ અમારી વિરુદ્ધ હતા અને આજે પણ તેઓ તેઓ વિરુદ્ધમાં છે. મારા દિકરાને પાછળથી ગોળી મારવામાં આવી તે વાતનો અફસોસ છે.

પિતા અજય પંડિતોની અંતિમ યાત્રા સમયે તેમની દિકરી બેભાન થઈ ગઈ હતી

દ્વારકા નાથના મતે જેને પણ તેને ગોળી મારી તે અજયથી ડરતો હશે. માટે તેણે પાછળથી પ્રહાર કર્યો. અજયના પરિવારમાં તેના માતા-પિતા, પત્ની અને બે દિકરી છે. અજય પંડિત સક્રિય રાજકિય કાર્યકર્તા હતા. તેમણે ગયા વર્ષે ભાજપના ઉમેદવારને હરાવી ચૂંટણીમાં જીત મેળવી હતી. તે છેલ્લા કેટલાક વર્ષથી સુરક્ષાની માંગ કરતા હતા પણ કોઈએ ધ્યાન ન આપ્યું.
જમ્મુમાં 3 ડિસેમ્બર, 2019ના રોજ એક સ્થાનિક ન્યૂઝ પોર્ટલને આપેલા ઈન્ટરવ્યૂમાં અજય પંડિતે કહ્યું હતું કે સરકારી મશીનરી જમીની સ્તર પર ચૂંટાઈ આવતા કાર્યકર્તાઓ સાથે ખરાબ વર્તન કરે છે. સરકાર ફક્ત તેમનો ઉપયોગ કરે છે પણ કોઈ સહયોગ કરતી નથી.

આ ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે જ્યારે બેક ટુ વિલેજ કાર્યક્રમ દરમિયાન અનંતનાગના ગામ હાકુરામાં એક ગ્રેનેડ હુમલો થયો તો એક સરકારી કર્મચારી અને સરપંચનું મોત થયું, આ ઘટનામાં સરકારી કર્મચારીને 30 લાખનું વળતર આપવામાં આવ્યું, પણ શહીદ સરપંચ માટે એક શબ્દ પણ ન કહેવામાં આવ્યા.

આ ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે જ્યારે મે સુરક્ષા માટે કાશ્મીર ઘાટીમાં કમિશ્નરનો સંપર્ક કર્યો તો મારા એ પત્રને ડેપ્યુટી કમિશનર અનંતનાગ કાર્યાલયમાં મોકલી આપવામાં આવ્યો. જ્યારે અનંતનાગમાં મારી અરજીની સ્થિતિ અંગે સંપર્ક કર્યો તો કહેવામાં આવ્યું કે અહીંની સુરક્ષા અંગે વાકેફ છો તો પછી ચૂંટણી શાં માટે લડ્યાં? અજયે આ ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે અહીંના ઉપરાજ્યપાલ જીસી મુર્મૂને જમીની હકીકત અંગે કોઈ જ જાણકારી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here