અમદાવાદ : સરદારનગર : સ્થાનિકોએ કહ્યું-અમે કોરોનાથી નહીં પરંતુ ભૂખથી મરી જઈશું , રાશન માટે 300 લોકો ધરણાં પર,

0
13

અમદાવાદ : કોરોના વાઇરસને લઈ સમગ્ર દેશમાં 35 દિવસથી લોકડાઉન છે. નાગરિકોએ લોકડાઉનનો એક મહિના કરતા વધુ સમય કાઢી નાખ્યો છે. પરંતુ ગરીબ અને મધ્યમવર્ગની હાલત હવે કફોડી બની રહી છે. ખાસ કરીને રોજનું કમાઈને રોજ ખાવા વાળા વર્ગના ઘરમાં ચીજ વસ્તુઓ ખૂટી પડી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના જરૂરિયાતમંદ લોકોને રાશન પહોંચાડવાની પોલ ખુલી ગઈ છે. સરદારનગર વિસ્તારમાં રહેતા 300 લોકો રાશન માટે ધરણાં પર ઉતર્યા છે. આ સ્થાનિકો સોશિયલ ડિસ્ટન્સ જાળવીને ધરણાં પર બેસી ગયા છે. સ્થાનિકો કહે છે કે અમે કોરોનાથી નહીં પરંતુ ભૂખથી મરી જઈશું. સરદારનગર વિસ્તારમાં એરપોર્ટ પાસે રહેતી વસ્તીમાં 300 લોકો પાસે લોકડાઉન દરમ્યાન ઘર ચાલે તેટલું રાશન હતું જે હવે ખૂટી ગયું છે. સ્થાનિકોએ કોર્પોરેટર, ધારાસભ્યને રાશન માટે  રજુઆત કરી હતી પરંતુ તેઓ કોઈ વ્યવસ્થા કરી ન હતી.

મ્યુનિસિપલ કોર્પોરેશનની પોલ ખુલી ગઈ

મ્યુનિસિપલ કોર્પોરેશન દરેક ગરીબ અને જરૂરીયાત લોકોને રાશન અને ફૂડપેકેટ પહોંચાડવામાં આવતું હોવાનો દાવો કરવામાં આવે છે પરંતુ આજે સરદારનગર વિસ્તારમાં રહેતા આ લોકોને ધરણાં પર ઉતરવાની ફરજ પડતા વાસ્તવિકતા સામે આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here