મેષ રાશિ –
પોઝિટિવ- ઓફિસમાં અધિકારીઓ સાથે તમારા સંબંધો સુધરી શકે છે. સુખ-સુવિધાની કોઈ વસ્તુ ખરીદવાનું વિચારી શકો છો. ધનલાભનો યોગ છે. અમુક એવી વાતો તમારી સામે આવી શકે છે, જેમાં આગળ વધવાની તક મળી શકે છે. કોઈ નિર્ણય કરતા પહેલા વિચારવું. કોઈ જાણકાર વ્યક્તિની સલાહ લેવી. કોઈ વ્યક્તિ કે સંસ્થા તમારી મદદ લઈ શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.
નેગેટિવ- મુંજવણ વધશે. સંતાનની બાબતમાં પરેશાન રહેશો. જે કહેવા માંગો છો તે વાત મનમાં જ રહી જશે. સાચા-ખોટાનો નિર્ણય કરવા તમારા માટે મુશ્કેલ બનશે. એવી સ્થિતિ બનશે જેમાં તમે મોટો નિર્ણય નહીં લઈ શકો. ગુસ્સા ઉપર કાબૂ રાખો અને મોઢું ન ખોલવું જ તમારા માટે હિતાવહ છે. કોઈની મદદ કરવામાં સંકોચ ન રાખો. પોતાની જાત ઉપર પણ શંકા થઈ શકે છે.
ફેમિલી- જીવનસાથીના સ્વાસ્થ્યની ચિંતા રહેશે.
લવ- પાર્ટનર ગુસ્સે થઈ શકે છે.
કરિયર- બિઝનેસમાં સફળતા મળવાનો યોગ છે. નોકરીમાં જવાબદારી વધશે. બઢતી મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો રહેશે. નવા લોકોને મળવાનું થશે અને કરિયરને આગળ વધારવાની તક મળશે.
હેલ્થ- લોહી સંબંધી બીમારી થઈ શકે છે. નસમાં ખેંચાઈ શકે છે.
શું કરવું- ઘરમાં લોબાનનો ધૂપ કરવો.
……………………
વૃષભ રાશિ –
પોઝિટિવ- આત્મવિશ્વાસ અને આશાઓ ભરેલો દિવસ રહેશે. વાતચીત દ્વારા તમે લોકો ઉપર તમારો પ્રભાવ છોડી શકશો. રોમાંસની બાબતમાં પણ દિવસ સારો રહેશે. કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે. કામના બદલે કામ કરવાની રીત ઉપર ધ્યાન આપવું. પૈસા સાથે જોડાયેલા મહત્વપૂર્ણ કામ પૂરાં થઈ શકે છે.
નેગેટિવ- વાણી ઉપર સંયમ રાખવો. ખર્ચ વધી શકે છે. અમુક વસ્તુની શરૂઆત નવેસરથી કરવી પડી શકે છે.અમુક કામ ખોટી દિશામાં શરૂ થઈ શકે છે. નોકરી કે બિઝનેસ કરનાર લોકો સામે પડકાર આવી શકે છે.
ફેમિલી- જીવનસાથીની પ્રગતિ થશે.
લવ-પ્રેમમાં સફળતા મળવાના યોગ છે. લવ લાઈફ માટે દિવસ સારો રહેશે.
કરિયર- ધંઘાના સંબંધમાં નવા નિર્ણય લેવાથી બચવું. પ્રોફેશન લાઈફમાં સંભાળીને રહેવું. દુશ્મનોથી સાવધાન રહેવું. અમુક વિદ્યાર્થીઓની ચિંતા વધી શકે છે.
હેલ્થ- પેટની બીમારી થઈ શકે છે. ભોજનમાં સાવધાની રાખવી.
શું કરવું- ભોજનમાં વધારાનું મીઠું ન ખાવું. બની શકે તો દિવસમાં એકવાર મીઠાં વગરનું ભોજન લેવું.
…………………………..
મિથુન રાશિ –
પોઝિટિવ- ધાર્મિક યાત્રાનો યોગ બની રહ્યો છે. કોઈ ખાસ કામને લઈને સારી યોજના બનાવશો. જેના પર કામ શરૂ પણ થઈ શકે છે. તમારી યોજના પ્રમાણે કામ પૂરાં પણ થશે. કોઈ પાસેથી કંઈ શીખવું પડે તો સંકોચ ન કરવો. જૂના મિત્રો તમારો ઉત્સાહ વધારી શકે છે. આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.
નેગેટિવ- ખર્ચ ઉપર કાબૂ રાખવો. માતા-પિતા અને જીવનસાથી ઉપર ગુસ્સો કાઢવાથી મુશ્કેલી વધી શકે છે. ઉત્સાહમાં આવીને વણ માંગી સલાહ આપવાથી સંબંધો બગડી પણ શકે છે. દુશ્મનોથી સાવધાન રહેવું. આજે નાની અમથી લાપરવાહી પણ તમને પરેશાન કરી શકે છે.
ફેમિલી-લગ્નજીનવમાં મધુરતા વધશે.
લવ- પાર્ટનર કહ્યા વગર તમારા દિલની વાત સમજી શકે છે. પ્રેમ વધશે.
કરિયર- બિઝનેસમાં સારો વકરો થવાનો યોગ છે. કાર્યસ્થળે વાતાવરણ સારું રહેશે. મહેનતથી સફળતા મળશે. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો રહેશે.
હેલ્થ- એસિડિટી અને પેટની બીમારી થઈ શકે છે. ભોજન ઓછું લેવું.
શું કરવું- હનુમાનજીની ઉપાસના કરવી.
……………………..
કર્ક રાશિ –
પોઝિટિવ- કોઈ મહત્વપૂર્ણ વાતને લઈને તમને સારા સમાચાર મળશે. ઘર કે દુકાનમાં લઈને ધનલાભ થશે. નોકરીમાં પ્રમોશન મેળવવા અને પગાર વધારો મેળવવાની બાબતમાં તમે પૂરતી કોશિશ કરશો, જેમા તમે સફળ થશો. દરેક કામ દિલ ખોલીને કરો. કામને નવા અંદાજમાં કરવાથી સફળતા મળશે. કામને શાંતિથી કરવું. ઓછા પૈસામાં પણ તમારું કામ થઈ જશે. મહેનતનું ફળ પણ મળશે.
નેગેટિવ- ઉતાવળ તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. દિવસભર કામમાં વ્યસ્ત રહેશો. મુશ્કેલી પણ વધશે. સ્વાસ્થ્યની બાબતમાં સાવધાન રહેવું. દિવસ થોડો મુશ્કેલીભર્યો પસાર થશે.
ફેમિલી- પરિવારમાં તમારું વર્ચસ્વ વધવાની સંભાવના છે. તમારા વ્યવહારથી પાર્ટનરનો મિજાજ બદલાઈ શકે છે.
લવ- પ્રેમ સંબંધમાં ઉતાર-ચઢાવ આવશે.
કરિયર- બિઝનેસમાં ફાયદાનો સોદો થશે. નોકરીમાં બઢતી મળશે. ઓછી મહેનતમાં સારું પરિણામ મળવાના હોય છે. સફળતા પણ મળશે.
હેલ્થ- સ્વાસ્થ્યની બાબતમાં સાવધાન રહેવું. માનસિક શાંતિ મળશે.
શું કરવું- સ્વચ્છ કપડાં પહેરવા.
………………
સિંહ રાશિ –
પોઝિટિવ- બિઝનેસ કરનાર માટે દિવસ સારો રહેશે. કામના સ્થળે વાતાવરણમાં સુધારો આવશે. કરિયરમાં નવી તક મળશે. નોકરી પણ બદલી શકો છો. જે તક તમારી ફેવરમાં રહેશે. દિનચર્યામાં સારો એવો બદલાવ આવશે. નવું કામ શરૂ કરવા માટે સમય સારો છે. લવ લાઈફમાં ચાલી રહેલી ચિંતા જતી રહેશે. ખર્ચા ઉપર એની જાતે કાબૂ આવી જશે. જે કમજોરી અનુભવો છો તે જતી રહેશે.
નેગેટિવ- મોજમસ્તીમાં વધારે ખર્ચ થઈ શકે છે. સાવધાની નહીં રાખો તો નુકાસન થઈ શકે છે. પાર્ટનરને ખુશ કરવા માટે તમારે મહેનત કરવી પડશે. અમુક બાબતોને લઈને તમે ચિંતિત રહેશો. કોઈ કામ બીજાના ભરોસે ન છોડવું. આજનું જરૂરી કામ આવતીકાલ ઉપર ન ટાળવું.
ફેમિલિ- પાર્ટનર સાથે તમારી ભાવનાઓને શેર કરવી.
લવ- પ્રેમ સંબંધમાં સફળતા મળવાનો યોગ છે. પ્રેમનો એકરાર કરવા માટે દિવસ સારો છે. લવ લાઈફમાં ચાલી રહેલી ચિંતા જતી રહેશે.
કરીયર- વેપારમાં ફાયદો થશે. નવા સોદા થવાનો યોગ છે. તમારા ખર્ચા વધી શકે છે. વિદ્યાર્થીઓએ વધારે મહેનત કરવી પડશે.
હેલ્થ- ઊંઘ ઓછી થશે અને થાક લાગશે. આંખની બીમારી થઈ શકે છે.
શું કરવું- કોઈ પાસેથી પૈસા ઉધાર ન લેવા.
……………………….
કન્યા રાશિ –
પોઝિટિવ- આજે તમે સારું કામ કરશો. આજે તમે તમારું જ્ઞાન અને સંપર્કો વધારશો. જેમાં તમે સફળ પણ થશો. કોઈ જગ્યાએથી કર્જ લેવાનો પ્રયત્ન કરો છો તો તેમાં સફળ થશો. જે ચાલી રહ્યું છે તેને ચાલવા દેવું. વલણ હકારાત્મક રાખવું. કોઈ નિર્ણય સમજી-વિચારીને લેવો.
નેગેટિવ- આજે કુંડળીમાં ચંદ્રમાની સ્થિતિ તમારી રાશિ માટે ઠીક નથી. તમારા ફાયદા ઉપર તેની અસર થશે. તમે પરેશાન રહી શકો છો. એવી સ્થિતિ પણ બની શકે છે કે તમે કોઈ નિર્ણય ન લઈ શકો. તમને સતત ડર અને અસુરક્ષાની ભાવના અનુભવાશે. આત્મવિશ્વાસમાં ઘટાડો થશે. વિચાર્યા વગર ખર્ચ ન કરવો. મોટી યોજનાને ચાલું ન કરવી. પડકારજનક સ્થિતમાં પોતાની જાતને સાબિત કરવામાં અસફળ રહી શકો છો.
ફેમિલી- પાર્ટનર માટે મુશ્કેલીભર્યો દિવસ રહેશે.
લવ- તમારી ઈચ્છા અધૂરી પણ રહી શકે છે.
કરિયર- મોટા લોકો સાથે સંપર્ક થઈ શકે છે. વિદ્યાર્થીઓએ વધારે મહેનત કરવી પડશે. કરિયરમાં આગળ વધવા માટે મોટા લોકોની મદદ મળવાના યોગ છે.
હેલ્થ- સ્વાસ્થ્યની બાબતમાં તમારો દિવસ સારો રહેશે. માનસિક શાંતિ પણ મળશે. જૂની ઈજામાં પણ આરામ મળશે.
શું કરવું- પીપળાના ઝાડ નીચે મીઠાઈ રાખવી.
……………………
તુલા રાશિ –
પોઝિટિવ- દિવસ સારી રીતે પસાર થશે. અધિકારીઓનો સહકાર મળશે. મોટા લોકો તરફથી જરૂરી સલાહ મળશે. ધીરજ અને એકાગ્રતા રાખવી પડશે. તેનાથી તમે ઘણા કામમાં સફળતા મેળવશો. નાની નાની વાતને દિલ ઉપર લેશો. સાથે કામ કરનાર લોકોની મદદ મળશે.
નેગેટિવ- પ્રેમી અને જીવનસાથીની ઈમેજનું ધ્યાન રાખવું. અમુક લોકો તમારા કામને લઈને સવાલ કરશે. રોજિંદા કામમાં અવરોધ આવશે. તમારા કામો પૂરાં થતાં થતાં અટકી જશે.
ફેમિલી- જીવનસાથીની ઈમેજનું ધ્યાન રાખવું.
લવ- પાર્ટનરની ભાવનાનું સન્માન કરવું. આજે પાર્ટનર ભાવુક થઈ શકે છે.
કરિયર- બિઝનેસના મોટા નિર્ણય સમજી વિચારીને લેવા. કાર્યસ્થળે વિવાદના યોગ બની રહ્યા છે. વાણીનો સંયમ રાખવો. વિદ્યાર્થીઓ માટે સમય ઠીક રહેશે.
હેલ્થ- દિવસ દરમિયાન ભાગદોડના કારણે થાક લાગશે. એકંદરે સ્વાસ્થ્ય સારું રહેશે.
શું કરવું- મંદિરમાં ઘંટડી, દીપક કે ભગવાનની કોઈ તસવીરનું દાન કરો.
…………………..
વૃશ્ચિક રાશિ –
પોઝિટિવ- તમારો વ્યવહાર અને સ્વભાવ બીજા લોકોને તમારા તરફ આકર્ષિત કરી શકે છે. જૂના મિત્રો તમને મળી શકે છે. નવા લોકો સાથે મિત્રતા પણ થઈ શકે છે. પ્રોજેક્ટ કે કામ પર વધારે ધ્યાન આપવાથી જ તે પુરું થશે. ટાર્ગેટ રાખવો પડશે. કોઈ વડિલ તમારી પાસે મદદ માંગી શકે છે. બીજાની મદદ કરવામાં સંકોચ ન કરવો.
નેગેટિવ- દુશ્મનો તમારી મુશ્કેલીને વધારશે. તમારી કુંડળીમાં આજે ચંદ્રમાની સ્થિતિ સારી નથી. ઉતાવળે કોઈ પગલું ન ભરવું. કામને લઈને દિવસ વ્યસ્ત રહેશે. જે ન હોય તેવી પોતાના વિશેની વાતો કહેવાથી મુશ્કેલી સર્જાય શકે છે. દરેક કામ સાવધાનીથી કરવું. કામમાં અવરોધ પણ આવી શકે છે.
ફેમિલી- જીવનસાથીની મદદ મળશે.
લવ- લવ લાઈફમાં થોડિક મુશ્કેલી આવશે. બોલાચાલી થવાની સ્થિતિ પણ બની શકે છે.
કરિયર- બિઝનેસમાં નવા સોદા થશે. બિઝનેસને આગળ વધારવાનું પ્લાનિંગ પણ થશે. વિદ્યાર્થીઓએ વધારે મહેનત કરવી પડશે.
હેલ્થ- માથાનો દુખાવો થઈ શકે છે. સાવધાન રહેવું.
શું કરવું- ઘરેથી કંઈક ખાઈને નિકળવું.
……………………..
ધન રાશિ –
પોઝિટિવ- તમારા માટે દિવસ સારો રહેશે. મહેનતનું ફળ મળશે. આવક વધારવાની તક મળશે. પૈસાની બાબતમાં વ્યવહારું રહેવું. ચંદ્રમાની સારી સ્થિતિના કારણે તમારું પ્લાનિંગ સફળ થઈ શકે છે. બિઝનેસમાં ફાયદો થશે. નવા લોકો સાથે મુલાકત થશે. તમારી વાતોથી અમુક લોકો પ્રભાવિત થઈ શકે છે. તમે સરળતાથી લોકોને તમારી વાત મનાવી શકશો. આગળ વધવાની નવી તક મળી શકે છે.
નેગેટિવ- નાણાકીય વ્યવહારમાં અવરોધ આવશે. જેને હલ કરવામાં તમારા સમયનો વ્યય થઈ શકે છે. કામનું ભારણ રહેશે. વાહનનો ઉપયોગ સંભાળીને કરવો.
ફેમિલી- કોઈ પણ બાબતમાં જિદ્દ ન કરવી.
લવ- કોઈને પ્રેમનો પ્રસ્તાવ મોકવા ઈચ્છો છો તો મોકલી આપવો, તેમાં સફળતા મળી શકે છે.
કરિયર- બિઝનેસ સંબંધી કાનૂની વિવાદનો નિવેડો આવશે. તમારા માટે ધંધો ફાયદાકારક રહેશે. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો રહેશે.
હેલ્થ- સ્વાસ્થ્યને લઈને લાપરવાહી ન કરવી. મોટો રોગ થવાની સંભાવના છે.
શું કરવું- શિવજીના દર્શન કરવા.
…………………….
મકર રાશિ –
પોઝિટિવ- નોકરી અને બિઝનેસમાં કામ વધુ રહેશે. નવું કામ શરૂ કરી શકો છો. સંબંધિ કે નવી ટેકનિકથી ફાયદો થશે. રોમાંસ માટે સમય સારો રહેશે. સાથે કામ કરનાર લોકોમાં તમારી સારી ઈમેજ બની શકે છે. લોકોની મદદ પણ મળશે.
નેગેટિવ- વધારે ખર્ચ ન કરવો. મનોરંજનની બાબતનો પણ અતિરેક ન થઈ જાય તે જોવું. આજે તમે ચિંતિત રહી શકશો. કોઈ અજાણ્યો ડર તમને પરેશા કરી શકે છે. કામમાં અચાનક અવરોધ આવી શકે છે. રૂટીન કરતાં નવું કરવાનું વિચારી રહ્યા છો તો સાવધાન રહેવું. ભાગીદારીના કામમાં મોટા નિર્ણય ન લેવા. કોઈને તમારા મનની વાત કહેવાની કોશિશ ન કરવી.
ફેમીલી- જીવનસાથીની મદદ ન મળવાના કારણે પરેશાન રહેશો.
લવ- પ્રેમીઓ માટે દિવસ સારો રહેશે.
કરિયર- સ્થાવર સંપત્તિ ખરીદવાની ઉતાવળ ન કરવી. બિઝનેસમાં સફળતા મળવાના યોગ બની રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો રહેશે.
હેલ્થ- માથાનો દુખાવો કે શરીરમાં દુખાવો થઈ શકે છે. સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવું.
શું કરવું- કોઈનું એઠું ભોજન ન ખાવું.
…………………
કુંભ રાશિ –
પોઝિટિવ- તમારી રાશિમાં ચંદ્રમની સ્થિતિ જોતા તમામ કામ પૂરાં થશે. અટવાયેલા પૈસા પણ મળશે. તમે મોટા ભાગની બાબતમાં ભાગ્યશાળી સાબિત થશો. પૈસાની સ્થિતિની સુધારવા માટે નવી તક પણ મળશે. તમારા જીવમાં મોટું પરિવર્તન પણ આવી શકે છે. ભાઈની મદદ મળશે. મિત્રો અને પ્રેમી સાથે સારો સમય પસાર થશે. તમારો દિવસ સારો રહેશે.
નેગેટિવ- ઉતાવળમાં તમારું કોઈ કામ બગડી શકે છે. ઈજા પણ થઈ શકે છે. અમુક મિત્રોનો તમને સહકાર મળશે નહીં. જૂની વાતોને વિચારીને ચિંતિત રહેશો. મનમાં ઉથલ-પાથલ રહેશે. સાવધાન રહેવું. ઓછું બોલવું તમારા માટે સારું રહેશે.
ફેમિલી- પાર્ટનર સાથે સમય પસાર થશે.
લવ-પાર્ટનરનો પ્રેમ અને સહકાર મળશે.
કરિયર- કાર્યક્ષેત્રમાં અધિકારીઓનો સહકાર મળશે. પોતાની જાતે કામને પૂરાં કરવા. વાણી ઉપર સંયમ રાખવો. વિવાદ થવાનો પણ યોગ છે. વિદ્યાર્થીઓ માટે સમય નકારાત્મક રહેશે.
હેલ્થ- સ્વાસ્થ્યની બાબતમાં સમય સારો રહેશે. જૂની બીમારીમાંથી મુક્તિ મળવાના યોગ બની રહ્યા છે.
શું કરવું- બીજાની મદદ કરવી.
…………………………….
મીન રાશિ –
પોઝિટિવ- જૂના પૈસા મળવાનો યોગ છે. નવા લોકો સાથે સંપર્ક થશે. કરિયરમાં નવી સંભાવનાઓ મળશે. કાર્યક્ષેત્રમાં પ્રગતિના યોગ છે. યોજના બનાવવાનો અને નિર્ણયો લેવાનો દિવસ છે. ઘણી જગ્યાએ તમારા વખાણ થશે. સંબંધીઓ સાથે જોડાયેલી જૂની સમસ્યાઓ હલ થઈ જશે. કોઈ પ્રકારની સમજૂતી પણ કરવી પડશે.
નેગેટિવ- કામકાજને લઈને તમે જેટલો વિચારો છો તેટલો દિવસ ઠીક રહેશે નહીં. અમુક ખોટી વાતો બોલીને તમે પૂરાં થઈ રહેલા કામને બગાડી શકો છો. સાવધાન રહેવું. બિનજરૂરી ગુસ્સો પણ વધી શકે છે.
ફેમિલી- આજે પાર્ટનર વધારે પડતો સંવેદનશીલ રહેશે.
લવ- પ્રેમ સંબંધને લઈને તમે હકારાત્મક રહેશો. સમજી વિચારીને બોલવું.
કરિયર- કામના ભારણના લીધે પરેશાન રહેશો. પ્રોપર્ટી સંબંધિત સમસ્યાનું સમાધાન થવાના યોગ છે. વિદ્યાર્થીઓ માટે દિવસ ઠીક ઠીક રહેશે.
હેલ્થ- સ્વાસ્થ્યની બાબતમાં સમય સારો રહેશે. થાક પણ દૂર થશે.
શું કરવું- ઘરના મંદીરની સફાઈ કરવી