31મી માર્ચથી સુરત-ભોપાલ ફ્લાઇટ ઉડશે, ઓનલાઈન બુકિંગ શરૂ

0
30

સુરતઃ એરપોર્ટ પરથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ થયા બાદ આગામી 31મી માર્ચથી સ્પાઈસ જેટ દ્વારા સુરત ભોપાલ વચ્ચે ફ્લાઇટ શરૂ કરવા માટે નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે. સમય શિડ્યુલમાં આ ફ્લાઇટ શરૂ થતી હોવાના કારણે અન્ય ફલાઇટના સમયમાં ફેરફાર થવાની શક્યતા છે. જ્યારે સુરત-ભોપાલ ફ્લાઈટનું ઓનલાઈન બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

મળતી માહિતી મુજબ સુરત એરપોર્ટથી ‌વધુ એક ફ્લાઇટ ઉડાડવા માટે સ્પાઇસ જેટ આગળ આવી છે. આગામી 31મી માર્ચથી સુરત- ભોપાલ વચ્ચે વિમાન સેવા શરૂ કરવામાં આ‌વશે. બપોરે 2.10 કલાકે સુરતથી ફલાઇટ ઉડશે તેવી રીતે સાંજે 6.55 કલાકે ભોપાલથી સુરત ફ્લાઇટ આવશે. હવે સુરતથી ભોપાલની મુસાફરી ફક્ત 1 કલાક અને 20 મિનિટમાં પૂર્ણ થશે. હાલમાં આ મુસાફરીનું ભાડુ 3000થી 4000 રૂપિયા રાખવામાં આવ્યું છે. જોકે, સમર શિડ્યુલ શરૂ થઇ રહ્યું છે ત્યારે આ ફલાઇટ શરૂ થતાં ઉદયપુરની ફ્લાઇટના સમયમાં ફેરફાર થવાની શક્યતા રહેલી છે.

હાલમાં ગુજરાત અને મધ્યપ્રદેશને હવાઇ માર્ગે જોડનાર ફ્લાઇટ અમદાવાદથી ઓપરેટ કરાય છે. ભોપાલ માટે કનેક્ટીવિટી શરૂ થતાં સુરત બીજુ ડેસ્ટિનેશન બનશે. આનો સૌથી વધુ લાભ શહેરમાં વસ્તા મધ્યપ્રદેશના ખાસ કરીને ભોપાલના લોકોને થશે. તેઓ હવે સરળતાથી હવાઇ માર્ગે ભોપાલ પહોંચી શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here