Tuesday, September 28, 2021
Home31 માર્ચ પહેલાં કરી લો આ 6 જરૂરી કામ, નહી તો પડશે...
Array

31 માર્ચ પહેલાં કરી લો આ 6 જરૂરી કામ, નહી તો પડશે મોટો ફટકો

નાણાંકીય વર્ષ 2018-19 પૂર્ણ થવામાં હવે ગણતરીના જ દિવસો બાકી છે. તેવામાં કેટલાક એવા જરૂરી કામ છે, જે તમારે 31 માર્ચ સુધી પૂરા કરી દેવા જરૂરી છે. જો તમે આ ડેડલાઇન સુધી કામ પૂરા નહી કરો તો તે તમને ભારે પડી શકે છો. તો ચાલો જાણીએ કે એવા કયા જરૂરી કામ છે જે તમારે 31 માર્ટ પહેલા કરવા જરૂરી છે.

પાન-આધાર લિંક

પાન અને આધાર કાર્ડને લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2019 છે. જે પહેલાં 30 જૂન, 2018 નક્કી કરવામાં આવી હતી. જો નવી ડેડલાઇન પ્રમાણે તમે આધાર-પાન લિંક નહીં કરો તો ઇનકમ ટેક્સ એક્ટની કલમ 139 એએ હેઠળ તમારું પાન અમાન્ય ગણવામાં આવશે.

ટીવી ચેનલ સિલેક્ટ કરી લો

પસંદગીની ટીવી ચેનલ સિલેક્ટ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2019 છે. અગાઉ ટીવી ચેનલ સિલેક્ટ કરવાની ડેડલાઇન 29 ડિસેમ્બર હતી, જે વધારીને 31 જાન્યુઆરી કરવામાં આવી હતી. અગાઉ પહેલી ફેબ્રુઆરીએ ટ્રાઇનો નવો નિયમ લાગુ પડ્યો હતો. જે હેઠળ ગ્રાહક પસંદગીની ટીવી ચેનલ સિલેક્ટ કરી શકશે. ગ્રાહકને માત્ર એ ચેનલના જ નાણાં ચૂકવવા પડશે.

રિટર્ન ફાઇલ કરી લો નહી તો…

જો તમે વર્ષ 2017-18માં ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ નથી કર્યું અને 1 જાન્યુઆરી 2019થી લઇને 31 માર્ચ 2019 સુધી તમે તમારું રિટર્ન દાખલ કરો છો તો તમારે 10 હજાર રૂપિયાની પેનલ્ટી આપવી પડશે. જોકે, સરકારે નાના કરદાતાઓને રાહત આપવા માટે પાંચ લાખ રૂપિયા સુધીની આવક ધરાવતાં કરદાતાઓ માટે પેનલ્ટીની રકમ 1 હજાર રૂપિયા રાખી છે. જો તમે નાણાંકીય વર્ષ 2017-18ના ઇનકમ ટેક્સ રિટર્નમાં કોઇ ભૂલ કરી હશે, તો તેને સુધારવા માટેની છેલ્લી તારીખ પણ 31 માર્ચ, 2019 છે.

GST વાર્ષિક રિટર્ન જમા કરવાની છેલ્લી તારીખ

GST વાર્ષિક રિટર્ન જમા કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2019 છે. હવે વેપારી 31 માર્ચ સુધી વાર્ષિક રિટર્ન જમા કરાવી શકે છે. આ પહેલાં GST વાર્ષિક રિટર્ન ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2018 રાખવામાં આવી હતી. વાર્ષિક રિટર્ન ફોર્મમાં GST હેઠળ ખરીદ, વેચાણ અને ઇનપુટ ટેક્સ ક્રેડિટની જાણકારી આપવાની રહેશે.

આ રીતે ટેક્સમાં છૂટ મેળવો

જો તમે 80C હેઠળ ટેક્સમાં છૂટ ઇચ્છો છો તો આની માટે તમારે 31 માર્ચ સુધી ઇન્વેસ્ટમેન્ટ પ્રૂફ જમા કરાવવા પડશે. ઇન્વેસ્ટમેન્ટ પ્રૂફ જમા કરાવવા માટે તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે. જેથી તમે ટેક્સ છૂટનો લાભ લઇ શકો.

શેર ડીમેટ કરાવી લો

જો હજુ પણ તમારી પાસે શેર ફિઝિકલ ફોર્મમાં છે. તો તેને 1 એપ્રિલ, 2019 પહેલાં ડીમેટ કરાવી લો. જો આ સમયમર્યાદામાં શેર ડીમેટ નહીં કરાવો તો તેને વેચી નહીં શકો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments