31,000 કરોડ રૂપિયાનું ફ્રોડ DHFLએ કર્યું હોવાનો Cobrapostનો દાવો

0
29

નવી દિલ્હીઃ DHFL(દેવાન હાઉસિંગ ફાઈનાન્સિંગ લિમિટેડે 31,000 કરોડ રૂપિયાનું ફ્રોડ કર્યું હોવાનો દાવો ઈન્વેસ્ટેગેટિંવ ન્યુઝ પોર્ટલ કોબ્રરાપોસ્ટે કર્યો છે. આ અંગેના રિપોર્ટમાં DHFLના મુખ્ય અધિકારીએ શેરડોલ્ડર્સની 31,000 કરોડ રૂપિયાની ડિપોઝીટ ચવ કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આજે કંપનીના શેરના ભાવ 5.56 ટકાનો ઘટાડો જોવા મળ્યો

  • ડીએચએફએલના મુખ્ય હિસ્સેદારો કપીલ વાઢવાન, અરૂણ વાઢવાન અને ધીરજ વાઢવાન સહિત અન્ય વ્યક્તિઓએ મળીને શેરહોલ્ડર્સની ડિપોઝીટ પેટે મળેલી રકમને સિક્યોર્ડ અને અનસિક્યોર્ડ લોન્સ તરીકે શેલ કંપનીઓને ટ્રાન્સફર કરી છે. આ રકમને સંખ્યાબંધ ટ્રાન્ઝેકશન દ્વારા 12થી વધુ કંપનીઓને આપવામાં આવી છે. જોકે આ રકમ એક કાવતરાના ભાગરૂપે આપવામાં આવી છે. જોકે આ તમામ કંપનીઓ શેલ કંપનીઓ( માત્ર કાગળ પર હોય એવી કંપનીઓ) હોવાથી તેના સ્ટેકહોલ્ડર્સ માત્ર કાગળ પર જ અસતિત્વ ધરાવે છે.
  • જોકે ડીએચએફએલે કોબ્રાપોસ્ટના રિપોર્ટને બોગસ ગણાવ્યો હતો. આ અંગે હાઉસિંગ ફર્મએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે રેગ્યુલેટરી બોડીએ નક્કી કરેલા નિયમનું યોગ્ય રીતે પાલન કરવાનું હોય છે, અને તેના ભાગરૂપે તેણે શેરહોલ્ડર્સને છેલ્લા ત્રણ મહિનામાં 17,000 કરોડ રૂપિયા પરત આપ્યા છે.
  • કંપનીએ આ બાબતે વધુમાં જણાવ્યું હતું કે ડીએચએફએલએ ઓક ટ્રી કેપિટલ પાસેથી હોલસેલ લોનનું વેચાણ કરીને 1,375 કરોડ રૂપિયાનું ભંડોળ વધાર્યું હોવાને કારણે મંગળવારે તેના શેરનો ભાવ ઘટ્યો હતો. આ ટ્રાન્ઝેકશન પણ કંપનીએ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના નિયમ પ્રમાણે કરવામાં આવ્યું હોવાની માહિતી કંપનીએ આપી હતી. કંપનીના શેરના ભાવમાં 11 ટકાનો ઘટાડો મંગળવારે જોવા મળ્યો હતો. આજે કંપનીના શેરના ભાવમાં 5.56 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. બપોરે 12.41 વાગે શેરનો ભાવ 160.15 રૂપિયા હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here