કોરોના દુનિયામાં 3.20 કરોડ કેસ : ટ્રમ્પે કહ્યું- અમેરિકાના લોકો વેક્સિનના ફાઇનલ ટ્રાયલ માટે રજીસ્ટ્રેશન કરાવે.

0
0

વિશ્વમાં કોરોનાના કેસની સંખ્યા 3.20 કરોડથી વધુ પહોંચી ગઈ છે. સાજા દર્દીઓની સંખ્યા 2 કરોડ 36 લાખ 68 હજાર 981 થી વધુ છે. અત્યાર સુધીમાં 9 લાખ 81 હજાર 244 લોકો મોતને ભેટ્યા છે. આ આંકડા www.worldometers.info/coronavirus અનુસાર છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દેશના લોકોને અપીલ કરી હતી કે કોરોનાની વેક્સિન માટે રજીસ્ટ્રેશન કરાવે.

અમેરિકા : ટ્રમ્પની અપીલ

ટ્રમ્પના જણાવ્યા અનુસાર જહોનસન એન્ડ જહોનસન કંપનીએ કહ્યું છે કે તેમની ટ્રાયલ અંતિમ તબક્કામાં છે અને હવે લોકોએ ભાગ લેવા આગળ આવવું જોઈએ. રાષ્ટ્રપતિએ કહ્યું- અમે વેક્સિનના ચોથા અને ફાઇનલ સ્ટેજમાં પહોંચી ગયા છે. આપણા દેશ માટે આ સારા સમાચાર છે. ટ્રમ્પે, તે દરમિયાન, વેક્સિનની મંજૂરી આપનારી સંસ્થા એફડીએ પર નિશાન સાધ્યું હતુ. આરોપ લગાવ્યા હતા કે એફડીએ વેક્સિનની મંજૂરી આપવા બાબતે રાજનૈતિક વિચારોથી પ્રભાવિત થઈ રહ્યું છે. ટ્રમ્પના મતે તેમની સરકાર વેક્સિન માટે બજેટ નક્કી કરી ચૂકી છે. તેથી, આ મામલે હવે ફક્ત લોકોની સુખાકારીનો વિચાર કરવો જોઈએ.

UN: ખોટી માહિતી આપનારાઓથી સાવધ રહો

UNના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસના જણાવ્યા અનુસાર કેટલાક લોકો કોરોનાવાયરસ વિશે ખોટી માહિતી ફેલાવી રહ્યા છે અને તેનાથી રોગચાળા સાથે કામ કરવામાં મુશ્કેલીઓ ઉભી થઈ રહી છે. UNના વડાએ કહ્યું કે મહામારી સ્પષ્ટપણે પબ્લિક હેલ્થ ઈમરજન્સી છે અને જો ખોટી માહિતી ફેલાતી રહે તો તે નુકસાનકારણ બનશે. ગુટેરેસે કહ્યું- મહામારી હેલ્થ ઈમરજન્સી છે અને અમે તેને કમ્યુનિકેશન ઇમરજન્સી તરીકે પણ ધ્યાનમાં લઈ રહ્યા છીએ કારણ કે ખોટી માહિતીથી દરેકને નુકસાન થશે.

કેનેડા: દેશમાં બીજી લહેર

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું છે કે દેશમાં કોરોનાવાયરસની બીજી લહેર ચાલી રહી છે. બુધવારે જાહેર કરાયેલા એક નિવેદનમાં ટ્રુડોએ કહ્યું કે- વાયરસની બીજી લહેર શરૂ થવાની છે તે કહેવું યોગ્ય નથી. હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે તેની બીજી લહેર આપણા દેશમાં શરૂ થઈ છે. કેનેડિયન આરોગ્ય મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે દેશમાં 1લાખ 47 હજાર કેસ નોંધાયા છે. બુધવારે 19 નવા કેસ નોંધાયા હતા. બુધવારે 19 નવા કેસ નોંધાયા હતા. સપ્ટેમ્બરની શરૂઆતથી અત્યાર સુધીમાં 20 હજાર કેસ સામે આવી ચૂક્યા છે. ગયા અઠવાડિયે ફક્ત 7500 કેસ નોંધાયા હતા.

બ્રિટન: ટેક્સી સેવા માટે ગાઈડલાઇન પણ જાહેર કરવામાં આવશે

વડાપ્રધાન બોરિસ જહોનસને પોતે બ્રિટનમાં સંક્રમણની બીજી લહેરની પુષ્ટિ કરી ચૂક્યા છે. હવે એવા અહેવાલ મળ્યા છે કે યુકેમાં સરકારે લગાવેલા પ્રતિબંધો 6 મહિના સુધી ચાલુ રાખી શકે છે. જો કે લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. લગ્ન પ્રસંગો અને રમતગમતના આયોજનો પરના પ્રતિબંધો પણ યથાવત રહી શકે છે. મંગળવારે એક કાર્યક્રમ દરમિયાન બોરીસે કહ્યું- ફૂટબોલ મેચો બાબતે ફરીથી વિચારણા કરવામાં આવે. ત્યાં ઘણા લોકો એકઠા થાય છે. અંતિમ સંસ્કારમાં 30થી વધુ લોકો જઇ નહીં શકે. માસ્ક ફરજિયાત રહેશે. લંડન અને દેશના બાકીના ભાગમાં ટેક્સીઓ ચલાવવા અંગે પણ નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here