કોરોના ઈન્ડિયા : દેશમાં અત્યાર સુધી 33.84 લાખ કેસ : 24 કલાકમાં રેકોર્ડ 76,826 દર્દી વધ્યા, 6 દિવસમાં ત્રીજી વખત 70 હજારથી વધુ સંક્રમિત નોંધાયા.

0
5

દેશમાં કોરોનાએ છેલ્લા 24 કલાકમાં ફરી નવો રેકોર્ડ બનાવ્યો છે. એક દિવસમાં સૌથી વધુ 76.826 સંક્રમિત વધ્યા. એક દિવસ પહેલા જ 75,995 કેસ નોંધાયા હતા. છેલ્લા છ દિવસમાં આ ત્રીજી વખત બન્યું છે જ્યારે એક દિવસમાં 70 હજારથી વધુ દર્દી વધ્યા છે. 22 ઓગસ્ટે 70,067 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. દેશમાં આ બિમારીના અત્યાર સુધી 33.84 લાખ કેસ નોંધાઈ ચુક્યા છે.

દરરોજની જેમ ગુરુવારે પણ મહારાષ્ટ્રમાં સૌથી વધુ 14,857 કેસ નોંધાયા હતા. અહીંયા 9316 દર્દી સાજા થયા, જ્યારે 355 લોકોના મોત થયા છે. આ આંકડા covid19india પ્રમાણે છે.

કોરોના અપડેટ્સ

  • સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, 24 કલાકમાં 9 લાખથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી કુલ 3.9 કરોડ લોકોની તપાસ કરવામાં આવી છે. દેશમાં રિકવરી રેટ હવે 76.24% થઈ ગયો છે.
  • પંજાબમાં કોરોનાના ફેલાવાને ધ્યાનમાં રાખીને સરકારે સાંજે સાત વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી લોકડાઉન લગાવી દીધું છે. રાજ્યમાં સંક્રમિત મંત્રીઓ અને ધારાસભ્યોની કુલ સંખ્યા 29 થઈ ગઈ છે.
  • રાજસ્થાનના સીએમ ઓફિસના 10 સ્ટાફકર્મીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી મુખ્યમંત્રી અશોક ગેહલોતે સતકર્તાના ભાગ રૂપે તમામ બેઠકોને રદ કરી છે.
  • ઉત્તરપ્રદેશ સરકારના કેબિનેટ મંત્રી સિદ્ધાર્થનાથ સિંહ પણ કોરોના સંક્રમિત થયા છે. આ માહિતી તેમણે ટ્વિટ કરીને આપી છે.

રાજ્યોની સ્થિતિ

મધ્યપ્રદેશ

છેલ્લા 24 કલાકમાં સંક્રમણના 1,317 કેસ નોંધાયા અને 1,207 લોકો સાજા થયા. હવે સંક્રમિતોની સંખ્યા 58 હજાર 181, સાજા થનારાઓની સંખ્યા 44 હજાર 453 અને મૃતકોની સંખ્યા 13.06 થઈ ચુકી છે. દરરોજ 20-22 હજાર ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી 12.17 લાખ ટેસ્ટ કરાઈ ચુક્યા છે.

રાજસ્થાન

છેલ્લા 24 કલાકમાં 1,345 કેસ નોંધાયા છે. જેમાં જયપુરમાં 225, જોધપુરમાં 233, કોટામાં 129, અલવરમાં 121, અજમેરમાં 11, બાંસવાડામાં 27, પ્રતાપગઢમાં 25, ભીલવાડામં 55, બૂંદીમાં 23, દૌસામાં 19, ચુરુમાં 17, કરૌલીમાં 09, જેસલમેરમાં 6 સંક્રમિત મળ્યા હતા. રાજ્યમાં 24 કલાકમં 13 લોકોના મોત થયા છે.

બિહાર

છેલ્લા 24 કલાકમાં 1,860 નવા સંક્રમિતોની ઓળખ કરાઈ છે. હવે સંક્રમિતોની સંખ્યા વધીને 1 લાખ 28 હજાર 580 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકની અંદર 9 સંક્રમિતોના મોત થયા છે. મૃતકોની સંખ્યા વધીને 662 થઈ ગઈ છે. બિહારમાં હાલ પણ કોરોનાના 18 હજાર 491 એક્ટિવ દર્દી છે.

મહારાષ્ટ્ર

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 14 હજાર 857 નવા દર્દી નોંધાયા છે. આ સાથે જ સંક્રમિતોનો આંકડો વધીને 7 લાખ 33 હજાર 568 થઈ ગયો છે. જેમાં 5 લાખ 31 હજાર 563 સાજા થઈ ચુક્યા છે. છેલ્લા 24 કલાકમાં 9,136 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં આ બિમારીથી અત્યાર સુધી 23 હજાર 444 દર્દીના મોત થયા છે.

ઉત્તરપ્રદેશ

24 કલાકમાં સંક્રમણના રેકોર્ડ 5,391 નવા કેસ નોંધાયા અને 4,331 લોકો સાજા થયા. અત્યાર સુધી 2 લાખ 8 હજાર 491 કેસ નોંધાયા છે. જેમાં 1 લાખ 52 હજાર 893 લોકો સાજા થયા છે, જ્યારે 3,217 દર્દીઓના મોત થયા છે. ગુરુવારે રાજ્યમાં 1 લાખ 38 હજાર 526 સેમ્પલ્સની તપાસ કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી 50 લાખ 80 હજાર 205 ટેસ્ટ કરવામાં આવી ચુક્યા છે.રાજ્યમાં અત્યાર સુધી 1 કરોડ 93 લાખ 20 હજાર 725 ઘરોનો સર્વે કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here