IPL : હરાજી માટે 332 ખેલાડીઓ શોર્ટલિસ્ટ થયા, 2 કરોડની ટોપ બેઝ પ્રાઈઝમાં કોઈ ભારતીય ખેલાડી નહીં

0
8

સ્પોર્ટ્સ ડેસ્ક: IPL 2020 માટે ખેલાડીઓની હરાજી 19 ડિસેમ્બરના રોજ કોલકાતામાં થશે. હરાજી માટે 971 ખેલાડીઓએ પોતાને રજીસ્ટર કરાવ્યા હતા અને તેમાંથી 332 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. 2 કરોડની બેઝ પ્રાઈઝમાં ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલ, પેટ કમિન્સ, જોશ હેઝલવુડ, મિચેલ માર્શ, દક્ષિણ આફીકાના ક્રિસ મોરિસ અને ડેલ સ્ટેન અને શ્રીલંકાના એન્જલો મેથ્યુઝે શોર્ટલિસ્ટ થયા છે. આ બેઝ પ્રાઈઝમાં કોઈ ભારતીય નથી. રોબિન ઉથપ્પા ભારતનો ટોપ બેઝ પ્રાઈઝ ખેલાડી છે. તેની પ્રાઈઝ 1.5 કરોડ છે.

ખેલાડીઓની પૂરી લિસ્ટ ગુરુવારે સાંજ સુધીમાં IPLની વેબસાઈટ પર રજૂ કરવામાં આવશે. શોર્ટલિસ્ટ કરેલા ખેલાડીઓમાં 24 અનકેપ્ડ ખેલાડી છે. તેમના નામ ફ્રેન્ચાઈઝ તરફથી રજૂ કરવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્રના ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટે પોતાની બેઝ પ્રાઈઝ 1 કરોડ રાખી છે. ગઈ સીઝનમાં રાજસ્થાન રોયલ્સે તેને 8.4 કરોડમાં ખરીદ્યો હતો.

2 કરોડની બેઝ પ્રાઈઝમાં 7માંથી ખેલાડીઓના ઓસ્ટ્રેલિયાના છે

ખેલાડી દેશ પ્લેઈંગ રોલ
ગ્લેન મેક્સવેલ ઓસ્ટ્રેલિયા બેટ્સમેન
પેટ કમિન્સ ઓસ્ટ્રેલિયા ફાસ્ટ બોલર
જોશ હેઝલવુડ ઓસ્ટ્રેલિયા ફાસ્ટ બોલર
મિચેલ માર્શ ઓસ્ટ્રેલિયા ઓલરાઉન્ડર
એન્જલો મેથ્યુઝ શ્રીલંકા ઓલરાઉન્ડર
ક્રિસ મોરિસ દક્ષિણ આફ્રિકા ઓલરાઉન્ડર
ડેલ સ્ટેન દક્ષિણ આફ્રિકા ફાસ્ટ બોલર

ગયા વર્ષે કોલકાતાના નાઈટ રાઇડર્સે ઉથપ્પાને રાઈટ ટૂ મેચ કાર્ડનો ઉપયોગ કરીને ખરીદ્યો હતો

હરાજીમાં બધાની નજર રોબિન ઉથપ્પા પર હશે. 2007નો T-20 વર્લ્ડ કપ જીતનાર ટીમનો સદસ્ય ઉથપ્પા છેલ્લા કેટલાક વર્ષોથી કોલકાતા માટે રમી રહ્યો છે. આ વર્ષે ફ્રેન્ચાઈઝે તેને રિલીઝ કર્યો છે. ઉથપ્પાને ગયા વર્ષે પણ હરાજી પહેલા રિલીઝ કરાયો હતો અને પછી રાઈટ ટૂ મેચ કાર્ડનો ઉપયોગ કરીને ખરીદવામાં આવ્યો હતો.

સૌથી પહેલા બેટ્સમેનની હરાજી થશે
સૌથી પહેલા બેટ્સમેનની હરાજી થશે. તે પછી ઓલરાઉન્ડર, વિકેટકીપર-બેટ્સમેન, ફાસ્ટ બોલર્સ અને પછી સ્પિનર્સની હરાજી થશે. તે પછી કેપ્ડ અને અંતમાં અનકેપ્ડ ખેલાડીઓની હરાજી થશે. કુલ 73 ખેલાડીઓની જગ્યા ખાલી છે. તેમાંથી 29 વિદેશી ખેલાડીઓ હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here