Sunday, November 28, 2021
Home34 દિવસથી ચાલતા શટડાઉનનો કોઇ ઉકેલ નહીં, ટ્રમ્પની દરખાસ્ત રદ થતા ઇમરજન્સીની...
Array

34 દિવસથી ચાલતા શટડાઉનનો કોઇ ઉકેલ નહીં, ટ્રમ્પની દરખાસ્ત રદ થતા ઇમરજન્સીની ધમકી

વોશિંગ્ટનઃ પ્રેસિડન્ટ ટ્રમ્પે ગુરૂવારે સેનેટ બેઠકમાં શટડાઉનને ખતમ કરવા માટે પોતાની 40,000 કરોડ રૂપિયાની માગણીમાં થોડી છૂટછાટ માટેની તૈયારીઓ દર્શાવી છે. પ્રેસિડન્ટને દાવો કર્યો છે કે, તેઓ કેબિનેટ રૂમમાં ટેક્નિકલ રીતે જીત્યા છે. ટ્રમ્પે કહ્યું કે, તેઓને બોર્ડર વૉલ માટે પ્રો-રેટેડ ડાઉન પેમેન્ટ મળી શકે છે. પ્રેસિડન્ટને આ એગ્રીમેન્ટ મુદ્દે જાતે જ સાંસદો સાથે ચર્ચા કરી હતી. જો કે, પ્રેસિડન્ટની ડીલને તત્કાલિન ગ્રીન સિગ્નલ નહીં મળી હોવા છતાં વ્હાઇટ હાઉસ પ્રેસ સેક્રેટરી સારાહ સેન્ડરે કહ્યું કે, આ ડીલ મુદ્દે હાલ વાટાઘાટો ચાલી રહી છે.

ટ્રમ્પે બેઠક દરમિયાન અસ્પષ્ટ ધમકી પણ આપી

બોર્ડર માટે ડાઉન પેમેન્ટની દરખાસ્ત રદ
  • હાઉસ સ્પીકર નેન્સી પેલોસીએ આ યોગ્ય એગ્રીમેન્ટ નથી તેવું કહી ટ્રમ્પની ડાઉન પેમેન્ટની દરખાસ્ત ફગાવી દીધી છે. ગુરૂવારે મોડી રાત સુધી એ બહાર આવ્યું નહતું કે ટ્રમ્પે ડાઉન પેમેન્ટ માટે કેટલી રકમની માગણી કરી છે. સિનિયર એડવાઇઝર કેલ્યાનેન કોનવેના જણાવ્યા અનુસાર, ટ્રમ્પ હજુ પણ 5.7 બિલિયન ડોલર (40,000 કરોડ રૂ.)ની માગણી કરી રહ્યા છે.
  • ટ્રમ્પે બેઠક દરમિયાન અસ્પષ્ટ ધમકી પણ આપી હતી. ટ્રમ્પે કહ્યું કે, જો મારે મંજૂરી જોઇતી હોય તો મારી પાસે બીજા વિકલ્પો પણ છે. જરૂર પડ્યે હું એ વિકલ્પોનો ઉપયોગ પણ કરી શકું છું.
  • સીએનએન રિપોર્ટ અનુસાર, ટ્રમ્પ રાષ્ટ્રીય કટોકટી (નેશનલ ઇમરજન્સી) જાહેર કરવાની તૈયારીઓ કરી રહ્યા છે. કોનવેએ કહ્યું કે, ટ્રમ્પ માટે બીજા વિકલ્પો અંગેની ઘોષણા પણ કરી શકે છે, પરંતુ હાલ તેઓ આ મુદ્દે ગંભીરતાથી વિચાર નથી કરી રહ્યા.
  • ટ્રમ્પે શરૂઆતથી જ કહ્યું છે કે, તેઓની પાસે નેશનલ ઇમરજન્સી જાહેર કરવાના રસ્તાઓ છે, પરંતુ તેઓને આ બિલની મંજૂરી કાયદાકીય પ્રક્રિયા હેઠળ જ કરાવવી છે. તેથી જ ટ્રમ્પની ટીમ કલાકો સુધી હાઉસમાં હાજર રહી હતી. ટ્રમ્પના સ્ટાફ ચીફ માઇક મુલ્વેન્યેએ કહ્યું કે, વ્હાઇટ હાઉસ એવું વિચારે છે કે, ટ્રમ્પ પાસે ઇમરજન્સી જાહેર કરવાના પાવર છે, પણ ટ્રમ્પ તેવું ઇચ્છતા નથી.
શટડાઉન યથાવત, દરખાસ્ત રદ
  • પ્રેસિડન્ટ ટ્રમ્પ અને હાઉસ ડેમોક્રેટ્સના ગવર્મેન્ટ શટડાઉનને ખતમ કરવાના પ્લાન નિષ્ફળ ગયા છે. સેનેટમાં એક-પછી-એક મત પડવાના કારણે ઘર્ષણ વધ્યું અને શટડાઉનનો કોઇ ઉકેલ આવ્યો નહતો.
  • ટ્રમ્પનો ગવર્મેન્ટ રિ-ઓપનની દરખાસ્તને 50-47 મત મળ્યા, જ્યારે ડેમોક્રેટ્સની દરખાસ્ત 52-44 મતે નિષ્ફળ રહી હતી. ટ્રમ્પને દીવાલ ફંડ માટે વધુ મતની જરૂર હતી.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments