ગુજરાત : રાજ્યની નીચલી કોર્ટમાં 34.8 % જજોની જગ્યાઓ ખાલી, સૌથી વધુ પેન્ડિંગ કેસો

0
15

અમદાવાદ: બોમ્બે હાઈકોર્ટના પૂર્વ જસ્ટિસ મોહિત શાહના વડપણ હેઠળ ગાંધીનગર ખાતે દેશના 18 રાજ્યોમાં પોલીસ, ન્યાયતંત્ર, જેલ અને કાનૂની સહાયની વર્તમાન સ્થિતિનો પહેલીવાર ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ-2019 તૈયાર કરાય છે, જેમાં રાજ્યના પોલીસ તંત્ર અને જેલની સ્થિતિ અત્યંત ચિંતાજનક અને વરવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ચારેય માપદંડમાં ગુજરાતનો એકંદરે ક્રમ 18માંથી 8મો રહ્યો છે. જ્યારે પોલીસતંત્રના સંદર્ભમાં અત્યંત નબળો 12મો અને જેલોની સ્થિતિમાં 9માં ક્રમ રહ્યો હોવાની માહિતી આપવામાં આવી હતી. અન્ય રાજ્યોની સરખામણીએ નીચલી કોર્ટમાં ખાલી પડેલી જગ્યાએ ગુજરાત મોખરે છે. રાજ્યમાં નીચલી કોર્ટમાં 34.8 ટકા જજોની જગ્યા ખાલી છે. કુલ જજોમાંથી માંડ 15 ટકા મહિલા જજ છે. દેશમાં ગુજરાતનો 16મો ક્રમ છે.

10 વર્ષથી પેન્ડિંગ કેસોના મુદ્દે ગુજરાત 10માં ક્રમે છે. 10 વર્ષથી વધુ સમયથી પેન્ડિંગ કેસોની દૃષ્ટિએ 13મા ક્રમે અને સૌથી વધુ પેન્ડિંગ કેસોની દૃષ્ટિએ ગુજરાત સાવ તળિયે 17માં ક્રમે છે.

રાજ્ય સરકાર તેના પોલીસકર્મી પાછળ જે નાણાં ખર્ચે છે તેમાં ગુજરાતનો ક્રમ 15મો છે. એ જ રીતે કોન્સ્ટેબલની જ ભરતીમાં સરકારની ઉદાસીનતા છતી થઇ છે. ગુજરાતમાં 31 ટકા કોન્સ્ટેબલની જગ્યાઓ ખાલી છે. આ જ હાલત માથાદીઠ પોલીસ સ્ટેશનની છે.

મહિલા પોલીસકર્મીઓનું પ્રમાણ માત્ર 7.2 ટકા

મહિલાના મુદ્દે પણ પોલીસતંત્રની ઉદાસિનતા દેખાય છે. જાન્યુ.2017ની સ્થિતિએ ગુજરાતમાં મહિલા પોલીસકર્મીઓનું પ્રમાણ માંડ 7.2 ટકા છે. આ માપદંડમાં ગુજરાત દેશમાં 9મા ક્રમે છે. જ્યારે મહિલા પોલીસ અધિકારીઓનું પ્રમાણ માત્ર 5.6 ટકા જ છે. જો કે, અનુસુચિત જાતિનું પોલીસતંત્રમાં પ્રમાણ જાળવવામાં રાજ્ય દેશમાં મોખરાના સ્થાને છે.

જેલ તંત્ર પાછળ ફાળવાતાં નાણામાં સતત ઘટાડો

સરકાર જેલો માટે જે બજેટ ફાળવે છે તેનો સંપૂર્ણ ઉપયોગ પણ કરતી નથી. જેલ-તંત્ર પાછળ નાણાં ફાળવણી સતત ઘટતી જાય છે. જેલોમાં ઓફિર્સસની ખાલી જગ્યા 38.3 ટકા, કરેકશનલ સ્ટાફની 75 ટકા અને મેડિકલ સ્ટાફમાં 30 ટકા જગ્યા ખાલી છે. મહિલા કર્મીઓનું પ્રમાણ માંડ 5.5 ટકા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here