રાજકોટ : અમદાવાદ નાં 14 સહિત રાજ્યભરમાંથી એક વર્ષમાં 34 ગુનાઓને અંજામ આપનાર આરોપી ઝડપાયો

0
18

રાજકોટ : શહેરમાં વધી રહેલા ચોરી, લુંટફાટ અને ઘરફોડ ચોરીના બનાવોને લઈને રાજકોટ પોલીસે ગુનેગારોને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે રાજકોટ પોલીસે રાજકોટ, જામનગર અને અમદાવાદમાં ઘરફોડ અને વાહન ચોરી કરતા આરોપીની ધરપકડ કરી છે. સાથે જ સોનાના દાગીના, મોબાઈલ ફોન અને 6 વાહન કબ્જે કરી કુલ 2.10લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપીએ અમદાવાદનાં 14 સહિત રાજ્યભરમાંથી એક વર્ષમાં 34 ગુનાઓને અંજામ આપ્યો છે.

એજાઝ ઉર્ફે એજલાની પોલીસે ધરપકડ કરી
પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલના જણાવ્યા પ્રમાણે આરોપી એઝાજ ઉર્ફે એજલો છેલ્લા કેટલાંય સમયથી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. છેલ્લા એક વર્ષમા તેણે રાજકોટ, અમદાવાદ અને જામનગરમા 34થી વધુ ગુનાઓને અંજામ આપ્યાની કબુલાત આપી છે. તો સાથે જ આરોપી મોટા ભાગે વ્હોરા સમાજનાં રહેણાંક ઘરને જ ટાર્ગેટ કરતો હોવાનું પોલીસ તપાસમા ખુલ્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here