વડોદરા : શહેરમાં 9536 કેસની સામે ગ્રામ્યમાં 3412 પોઝિટિવ કેસ, હાલ માત્ર 1823 એક્ટિવ કેસ

0
4

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના આમ પોઝિટિવ કેસનો કુલ આંક 12,948 ઉપર પહોંચ્યો છે અને સત્તાવાર મૃત્યુઆંક 205 થયો છે. વડોદરામાં અત્યાર સુધીમાં કુલ 10,920 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 1823 એક્ટિવ કેસ પૈકી 163 દર્દી ઓક્સિજન પર અને 76 દર્દી વેન્ટિલેટર પર છે અને 1584 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરાના આ વિસ્તારોમાં શનિવારે કોરોનાના કેસ નોંધાયા
શહેરઃ કારેલીબાગ, માંજલપુર, મકરપુરા, આજવા રોડ, છાણી, ગોરવા, વાઘોડિયા રોડ, સમા, સમતા, ગોત્રી, વાસણા રોડ, તાંદલજા, પાણીગેટ, VIP રોડ, અકોટા, તરસાલી, નવી ધરતી
ગ્રામ્યઃ કરજણ, પાદરા, સાવલી, સેવાસી, પોર, ડભોઇ, ઉંડેરા, ભાયલી, કલાલી, વાઘોડિયા, ખટંબા

વડોદરા રૂરલમાં સૌથી વધુ 3412 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 12,726 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 2002, પશ્ચિમ ઝોનમાં 2136, ઉત્તર ઝોનમાં 2868, દક્ષિણ ઝોનમાં 2494, વડોદરા ગ્રામ્યમાં 3412 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે. વડોદરા શહેરમાં હાલ 4328 લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.

વડોદરામાં 60,695 લોકો રેડ ઝોનમાં
વડોદરા શહેરમાં અત્યારે 14,080 ઘરમાં 55,011 લોકો રેડ ઝોનમાં છે. જ્યારે 37,969 ઘરમાં 1,28,016 લોકો ઓરેન્જ ઝોનમાં છે. 38,116 ઘરમાં 1,35,791 લોકો યલો ઝોનમાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here