Tuesday, September 21, 2021
Home24 કલાકમાં 348 મૃત્યુ : જયપુર ગોલ્ડન હોસ્પિટલમાં ઓક્સિજનની અછતના પગલે 20...
Array

24 કલાકમાં 348 મૃત્યુ : જયપુર ગોલ્ડન હોસ્પિટલમાં ઓક્સિજનની અછતના પગલે 20 લોકોના મૃત્યુ

રાજધાની દિલ્હીથી મોટા સમાચાર આવી રહ્યાં છે. અહીં જયપુર ગોલ્ડન હોસ્પિટલમાં ઓક્સિજનની અછતના પગલે શુક્રવારની મોડી રાતે 20 લોકોના મૃત્યુ થયા છે. હોસ્પિટલના ડો. ડી કે બલુજાએ આ માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે હાલ સરકાર તરફથી ઓક્સિજન ટેન્ક ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તે પણ આગામી બેથી અઢી કલાક સુધી જ ચાલશે. હોસ્પિટલમાં 260 દર્દીઓ દાખલ થયા છે.

બીજી તરફ સરોજ હોસ્પિટલના કોવિડ પ્રભારીએ જણાવ્યું કે હવે તેઓ પોતાની હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને દાખલ કરશે નહિ. ઓક્સિજન ન હોવાના કારણે જુના દર્દીઓને પણ ડિસ્ચાર્જ કરાઈ રહ્યાં છે.

ગંગારામ હોસ્પિટલમાં 25 મૃત્યુ થયા હતા
દિલ્હીમાં ગુરુવારે રાતે 25 દર્દીઓના મૃત્યુ ઓક્સિજનની અછતના કારણે થયા હતા. જોકે પછીથી હોસ્પિટલ પ્રશાસને સ્પષ્ટતા આપતા કહ્યું હતું કે આ દર્દીઓની સ્થિતિ ખૂબ જ ગંભીર હતી. ઓક્સિજનની અછતના કારણે તેમના મૃત્યુ થયા નથી. ગંગારામ હોસ્પિટલમાં શુક્રવારે ઓક્સિજનની અછત પણ સર્જાઈ હતી. તાત્કાલિક સરકારે અહીં ઓક્સિજનનો સપ્લાઈ પણ કર્યો હતો.

37 ડોક્ટર સંક્રમિત છે
થોડા દિવસ પહેલાં જ ગંગારામ હોસ્પિટલમાં 37 ડોક્ટર્સ કોરોના પોઝિટિવ નોંધાયા છે. તેમાં પાંચ તે જ હોસ્પિટલમાં દાખલ છે અને અન્ય ડોક્ટર્સ હોમ આઈસોલેટ થયા છે. હોસ્પિટલ પ્રશાસનના જણાવ્યા પ્રમાણે દરેક ડોક્ટર્સમાં માઈલ્ડ સિમ્ટમ્સ છે અને કોઈની પણ હાલત ગંભીર નથી.

24 કલાકમાં 348 લોકોએ જીવ ગુમાવ્યા
દિલ્હીમાં છેલ્લાં 24 કલાકમાં 24,331 નવા દર્દી નોંધાયા છે. 23 હજાર 572 લોકો રિકવર થયા છે અને 348 લોકોએ જીવ ગુમાવ્યો છે. પાટનગરમાં એક જ દિવસમાં સંક્રમણના કારણે આટલા બધા લોકોના જીવ ગુમાવવાનો આ સૌથી મોટો આંક છે. અત્યાર સુધીમાં અહીં 9 લાખ 80 હજાર 679 લોકો સંક્રમણની ઝપટમાં આવ્યા છે. તેમાંથી 8 લાખ 75 હજાર 109 લોકો સાજા થયા છે. જ્યારે 13,541 લોકોના મોત થયા છે. 92,092 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments