રાજકોટમાં 35 કેસ-12ના મોત, પોરબંદરમાં 10 અને બોટાદમાં 10 કેસ નોંધાયા

0
8

રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા સાથે સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. આજે રાજકોટમાં સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારના 12 દર્દીના કોરોનાથી મોત નિપજ્યાં છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં 7 અને ખાનગી હોસ્પિટલમાં 5 દર્દીના મોત થયા છે. જ્યારે રાજકોટમાં વધુ 35 કેસ પોઝિટિવ નોંધાયા છે. રાજકોટ શહેરની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં મૃત્યુઆંક વધી રહ્યો છે. તો રાજકોટમાં પોઝિટિવ કેસની સંખ્યા 2662 પર પહોંચી ગઈ છે. પોરબંદરમાં આજે 10 કેસ નોંધાયા છે. બોટાદમાં આજે 10 કેસ નોંધાયા છે.

બોટાદ જિલ્લામાં આજે 10 પોઝિટિવ કેસ નોંધાયા
બોટાદ જિલ્લામાં આજે 10 પોઝિટિવ કેસ નોંધાયા છે. તેમજ 3 દર્દીઓ રોગ મુક્ત થતાં ડિસ્ચાર્જ કરાયા છે. બોટાદમાં કાદર શેઠની વાડીમાં 2, ખોડિયારનગરમાં 1, નાગરશેઠના ડેલામાં 1, છત્રીવાળા ખાંચામાં 2, સવગુણનગરમાં 1, રેલ્વે સ્ટેશન પાસે 1, રાણપુરમાં 1 અને બરવાળામાં 1 પોઝિટિવ કેસ નોંધાયો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડે.રજીસ્ટર સહિત 3 કેસ પોઝિટિવ નોંધાયા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ બાદ ડેપ્યુટી રજીસ્ટર અને 2 કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઉપકુલપતિનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જ્યારે શિક્ષકો સહિત 50 જેટલા સ્ટાફનો રિપોર્ટ કરવામા આવશે. હાલ તો બિલ્ડીંગ સેનિટાઈઝ કરવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્રમાં પોઝિટિવ કેસની સંખ્યા વધી
રાજકોટ જિલ્લાની સાથે સાથે સૌરાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધી છે. રાજકોટમાં ગોંડલ અને ધોરાજીમાં પોઝિટિવ કંસની સંખ્યા વધી છે. જેથી આરોગ્ય વિભાગની ટીમે કોરોના દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની અને કોન્ટેકટ ટ્રેસીંગની કામગીરી હાથ ધરી છે. આ સાથે જ કોરોના પોઝિટિવ આવેલા વિસ્તારને સેનિટાઈઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. બીજી તરફ બાયો મેડિકલ વેસ્ટ જાહેરમાં નાખવા બદલ ઓરેન્જ કોવિડ હોસ્પિટલ પાસેથી મહાનગરપાલિકાએ રૂપિયા 10 હજારનો વહીવટી ચાર્જ વસુલ કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here