કોરોના વર્લ્ડ : 62.64 લાખ કેસ : દક્ષિણ કોરિયામાં 35 નવા કેસ નોંધાયા, બાંગ્લાદેશમાં લોકડાઉન હટાવાયું

0
0

ન્યૂયોર્ક. વિશ્વભરમાં કોરોના વાઈરસના અત્યાર સુધીમાં 62.64 લાખ કેસ નોંધાયા છે. જેમાં 3.74 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. 28.47 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. બ્રાઝીલમાં અમેરિકા એક હજાર વેન્ટિલેટર મોકલશે. કતારમાં 24 કલાકમાં 1648 કેસ નોંધાયા છે. દક્ષિણ કોરિયામાં કોરોનાના 35 નવા કેસ નોંધાયા છે. સરકાર બે વાર સ્કૂલો બંધ કરી ચૂકી છે.

બાંગ્લાદેશે લોકડાઉન હટાવ્યું
સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે અને ડોક્ટરોની ચેતવણી છતા બાંગ્લાદેશ સરકારે લોકડાઉનમાં છૂટ આપી છે. અહીં સંક્રમણનું જોખમ શહેરોમાં વધારે છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે અમે લોકડાઉન હટાવી રહ્યા છીએ. રવિવારે અહીં 2545 કેસ નોંધાયા હતા અને 40 લોકોના મોત થયા છે. બાંગ્લાદેશમાં કુલ 47 હજાર 153 કેસ નોંધાયા છે અને 650 લોકોના જીવ ગયા છે.

અમેરિકા બ્રાઝીલને મદદ કરશે
અમેરિકા અને બ્રાઝીલે એક સંયુક્ત નિવેદન બહાર પાડ્યું હતું. જેમાં કહેવાયું કે અમેરિકા ટૂંક સમયમાં બ્રાઝીલમાં એક હજાર વેન્ટિલેટર અને હાઈડ્રોક્સીક્લોરોક્વીનની 20 લાખ ટેબલેટ મોકલશે.  નિવેદનમાં કહેવાયું હતું કે બ્રાઝીલમાં સામાન્ય લોકો જ નહીં પરંતુ ડોક્ટર, નર્સ અને પેરામેડીકલ સ્ટાફ પણ જોખમનો સામનો કરી રહ્યા છે. બ્રાઝીલમાં 5 લાખ 15 હજાર કેસ નોંધાયા છે, જેમાં 29 હજાર 341 લોકોના મોત થયા છે.

અમેરિકામાં 6 લાખને સારવાર પછી રજા અપાઈ
અમેરિકામાં અત્યાર સુધીમાં 18.37 લાખ કેસ નોંધાયા છે. જેમાં 1 લાખ 6 હજાર 195 લોકોના મોત થયા છે. છ લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.
જાપાનમાં 33 નવા કેસ નોંધાયા
જાપાનમાં 24 કલાકમાં 33 નવા કેસ નોંધાયા છે. એક સંક્રમિતનું મોત થયું છે. દેશમાં કુલ 17 હજાર 597 કેસ નોંધાયા છે અને 905 લોકોના મોત થયા છે. દેશમાં સ્કૂલ અને ધંધા ખોલવામાં આવી રહ્યા છે.

સંક્રમણની દ્રષ્ટિએ ભારત 7માં નંબરે
સંક્રમણની દ્રષ્ટિએ જર્મની અને ફ્રાન્સને પાછળ છોડીને ભારત સાતમાં નંબરે આવી ગયું છે. ભારતમાં અત્યાર સુધીમાં 1.90 લાખથી વધારે કેસ નોંધાયા છે. ફ્રાન્સમાં 1.89 લાખ કેસ અને જર્મનીમાં 1.83 લાખ કેસ નોંધાયા છે.

કતારમાં સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે
કતારમાં 24 કલાકમાં 1648 કેસ નોંધાયા છે. અહીં ઝડપથી સંક્રમણ વધી રહ્યુ છે. અહીં 56 હજાર 910 લોકો સંક્રમિત છે.38  લોકોના મોત થયા છે. અહીં 22 લાખથી વધારે ટેસ્ટ થયા છે.

કયા દેશમાં આજે કોરોનાની શું સ્થિતિ છે તે જોઈએ

દેશ કેસ મોત
અમેરિકા 18,37,170 106,195
બ્રાઝીલ 514,992 4,693
રશિયા 405,843 4,693
સ્પેન 286,509 27,127
બ્રીટન 274,762 38,489
ઈટાલી 232,997 33,415
ભારત 190,609 5,408
ફ્રાન્સ 188,882 28,802
જર્મની 183,494 8,605
પેરુ 164,476 4,506
તુર્કી 163,942 4,540
ઈરાન 151,466 7,797
ચીલી 99,688 1,054
કેનેડા 90,947 7,295
મેક્સિકો 90,664 9,930
સાઉદી અરબીયા 85,261 503
ચીન 83,017 4,634
પાકિસ્તાન 69,496 1,483
બેલ્જિયમ 58,381 9,467
કતાર 56,910 38
બાંગ્લાદેશ 47,153 650
નેધરલેન્ડ 46,442 5,956
બેલારુસ 42,556 235
સ્વીડન 37,542 4,395

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here