Wednesday, August 4, 2021
Google search engine
HomeSample Page

Sample Page Title

રાજકોટ. સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે રાજકોટમાં આજે વધુ 35 કેસ પોઝિટિવ નોંધાયા છે અને 4 લોકોનાં મોત નીપજ્યા છે. આ સાથે જ ભાવનગરમાં સિટી મામલતદાર ઓફિસમાં ફરજ બજાવતા ઓપરેટર સુભાષભાઈ ચૌહાણનો રિપોર્ટ પોઝિટિવ આવતાં રવિવાર સુધી પબ્લિક ડિલિંગ માટે ઓફિસ બંધ કરવામાં આવી છે. બોટાદમાં 5 અને ગોંડલમાં 3 કેસ નોંધાયા છે. જ્યારે વીરપુરમાં 42 વર્ષીય નરેન્દ્રભાઈ મોરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં આજે વધુ 12 કેસ પોઝિટિવ નોંધાયા છે.

બોટાદમાં એકસાથે 5 કેસ નોંધાયા 

બોટાદ જિલ્લામાં કોરોનાના એકસાથે પાંચ પોઝિટિવ કેસો નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ છે.  જેમાં બોટાદ શહેરના છત્રીવાળા ખાંચામાં 70 વર્ષીય પુરુષ, હડદડ રોડ પર  32 વર્ષીય પુરુષ, ખોજાવાડીમાં 33 વર્ષીય પુરુષ, પાળીયાદ ગામે 23 વર્ષીય મહિલા અને નાગલપર ગામે 50 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બોટાદ જિલ્લામાં કોરોનાના કુલ કેસો 151 થયા છે.  જેમાંથી 99 દર્દીઓને ડિસ્ચાર્જ,  6ના મોત અને 46 દર્દીઓ સારવાર હેઠળ છે.

ગોંડલમાં 3 કેસ નોંધાયા 

(1) રણધીર સુશીલ શર્મા (ઉં.વ.38) ગુંદાળા ચોકડી- ગોંડલ
(2) વર્ષાબેન વિજયભાઈ ચૌહાણ (ઉં.વ. 28) વોરકોટડા રોડ – ગોંડલ
(3) રોશનબેન યુશુફભાઈ મીઠાણી (ઉં.વ.49) ભોજરાજપરા 31 – ગોંડલ

જસદણમાં બે કેસ નોંધાયા 

જસદણના આટકોટ રોડ ખાતે સોલીટેર સોસાયટીમાં રહેતા અને બેંક ઓફ બરોડાના કર્મચારી સંજયભાઈ કાંતિભાઈ વાઘેલા (ઉં.વ. 29)નો કોરોના રેપિડ ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમજ જસદણ તાલુકાના આંબરડી ગામે  સ્વામિનારાયણનગર વિસ્તારમાં રહેતા સવિતાબેન હિંમતભાઈ પાંચાણી (ઉં.વ.70)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જસદણ તાલુકાના સાણથલી ગામના ભગતના કુવા નજીક રહેતા ઈશીતાબેન પ્રફુલભાઈ વેકરીયા (ઉ.વ.13)નો કોરોના રેપિડ ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.જસદણના શિવરાજપુર ગામમાં પોઝિટિવ કેસ નોંધાતા જસદણ આરોગ્ય વિભાગ દ્વારા સેનિટાઇઝની કામગીરી કરાઇ હતી.

રાજકોટમાં 26 કેસ પોઝિટિવ

(1) મુંગરા કિશન અરવિંદભાઈ (ઉં.વ.24)
સરનામું : પ્લોટ નં. ૩૧/બી, સરદાર પટેલ પાર્ક, શેરી નં. ૨, બાલાજી હોલ પાછળ, રાજકોટ

(2) પ્રીતેશભાઈ રમેશભાઈ બારૈયા (ઉં.વ.37)
સરનામું : ગાયત્રીધામ, રાજકોટ

(3) રંજનબેન ભુપતભાઈ ઝાલાવાડિયા (ઉં.વ.49)

(4) ભુપતભાઈ ઝાલાવાડિયા (ઉં.વ.49)
સરનામું : ગુલાબવિહાર સોસાયટી શેરી નં. ૧, પ્લોટ નં. ૫૨/બી/૧, બીગ બઝાર પાછળ, રાજકોટ

(5) પોપટભાઈ ઝાલાવાડિયા (ઉં.વ.69)
સરનામું : ફ્લેટ નં. એ/૪૦૪, હરિદ્વાર હાઈટસ, મહાત્માગાંધી વિદ્યાલય સામે, રાજકોટ

(6) જીગ્નેશ પ્રતાપરાય રાણપુરા (ઉં.વ.48)
સરનામું : અંજલી એપાર્ટમેન્ટ, બ્લોક નં. ૨૦૧, પુજારા પ્લોટ, શેરી નં. ૧/૧૭, ભક્તિનગર સર્કલ પાસે, રાજકોટ

(7) નિતીન મનસુખલાલ અનડકટ (ઉં.વ.58)
સરનામું : નવલ ઓટોમોબાઈલ, સદર બઝાર મેઈન રોડ, રાજકોટ

(8) શારદાબેન પ્રેમજીભાઈ કોરાટ (ઉં.વ.64)
સરનામું : શુભાષનગર સોસાયટી, પટેલ ચોક, કોઠારીયા મેઈન રોડ, રાજકોટ

(9) રામભાઈ જયતાભાઈ હેરભા (ઉં.વ.64)
સરનામું : ૮-ન્યુ સાગર સોસાયટી, કોઠારીયા રોડ, રાજકોટ

(10) કોષા ચંદ્રેશભાઈ કક્કડ (25)

(11) ચંદ્રેશભાઈ હરજીવનભાઈ કક્કડ (ઉં.વ.63)

(12) પ્રીતીબેન ચંદ્રેશભાઈ કક્કડ (ઉં.વ.64)
સરનામું : કુમાર, કરણપરા – ૨૭, કરણસિંહજી રોડ, રાજકોટ

(13) રમેશકુમાર વશરામભાઈ (ઉં.વ.56)
સરનામું : એ-૩૦૩, વસંત માર્કેટ, યુનિવર્સીટી રોડ, રાજકોટ

(14) જય અતુલભાઈ મોદી (ઉં.વ.43)
સરનામું : ૩-ઈન્દીરા સર્કલ, જલારામ-૨, રાજકોટ

(15) હેમાંગી ભીખાભાઈ સાકરીયા (ઉં.વ.23)
સરનામું : ૪-શ્રદ્ધા પાર્ક, રાજકોટ

(16) ગણેશભાઈ વી. ઉપાધ્યાય (ઉં.વ.59)
સરનામું : ૪-અનંતાનગર, કાલાવાડ રોડ, રાજકોટ

(17) પ્રવીણભાઈ ભાઈલાલભાઈ ઘડુસીયા (ઉં.વ.46)
સરનામું : લક્ષ્મીવાડી મેઈન રોડ, રાજકોટ

(18) કરશનભાઈ હમીરભાઈ વાજા (ઉં.વ.58)
સરનામું : ગવર્નમેન્ટ વસાહત, યુનિવર્સીટી રોડ, રાજકોટ

(19) ગીતાબેન લાખાણી (ઉં.વ.30)
સરનામું : અયપ્પા મંદિર શેરી નં. ૧૦, સાંઢિયા પુલ નીચે, રાજકોટ

(20) વિશ્વકર્મા શંકરભાઈ પ્રેમજીભાઈ (ઉં.વ.22)
સરનામું : ૧૬-વિજયપ્લોટ, ગોંડલ રોડ, રાજકોટ

(21) વિશાલભાઈ સુધેશભાઈ રાજાણી (ઉં.વ.30)
સરનામું : લોર્ડ ક્રિષ્ના સોસાયટી શેરી નં. 2, રાજકોટ

(22) કેશુભા જેઠવા (ઉં.વ.56)
સરનામું : ગોકુલધમ સોસાયટી, બ્લોક નં. ૬૯, કૃષ્ણનગર મેઈન રોડ, રાજકોટ

(23) પ્રતાપરાય રાણપુરા (ઉં.વ.79)
સરનામું : ફ્લેટ નં. ૨૦૧, અંજલી એપાર્ટમેન્ટ, પુજારા પ્લોટ, ભક્તિનગર સર્કલ પાસે, રાજકોટ

(24) મોણપરા દ્રષ્ટિ મનસુખ (ઉં.વ.28)
સરનામું : આલાપગ્રીન સીટી, રાજકોટ

(25) અફઝલ રફીક બાવનકા (ઉં.વ.22)
સરનામું : ઢેબર રોડ, PUP હાઉસ, રાજકોટ

(26) અનિલભાઈ ખોડા (ઉં.વ.29)
સરનામું : સર્વોદય સોસાયટી, રાજકોટ

(27) દિપાલી જય મોદી (45/સ્ત્રી)
સરનામું: પંકજ, 3-જલારામ, શેરી નં. 2, યુનિવર્સીટી રોડ, રાજકોટ

(28) અંકિત વિનોદકુમાર ઠક્કર (33/પુરૂષ)

(29) છાયાબેન વિનોદકુમાર ઠક્કર (57/સ્ત્રી)
સરનામું: બ્લોક નં. 402, 1/6 વાણીયાવાડી, રાજકોટ

(30) રાકેશ બાબુલાલ શીંગાળા (47/પુરૂષ)
સરનામું: ખોડીયાર કૃપા, હંસરાજ શેરી નં. 1, રેલ્વે સ્ટેશન પાસે, રાજકોટ

(31) મુક્તાબેન ગોપાલભાઈ વારસાણી (58/સ્ત્રી)

(32) ગોપાલભાઈ કુરજીભાઈ વારસાણી (58/પુરૂષ)
સરનામું: આશ્રય બંગ્લો, બ્લોક નં. 43, તપોવન સ્કૂલ પાસે, રાજકોટ

(33) માંરૂતીબેન સમીરભાઈ કાસુન્દ્રા (31/સ્ત્રી)
સરનામું: સી-301, સદગુરૂ સાનિધ્ય, સંતકબીર રોડ, રાજકોટ

(34) પરસોતમભાઈ ટપુભાઈ સેલાડીયા (54/પુરૂષ)
સરનામું: સતાધાર કૃપા, 1-વિવેકાનંદ નગર, 80 ફુટ રોડ, રાજકોટ

(35) નિર્મલાબેન જમનાદાસ ઘોડાસરા (70/સ્ત્રી)
સરનામું : નંદન એપાર્ટમેન્ટ, આલાપ એવન્યૂ પાછળ, યુનિવર્સીટી રોડ, રાજકોટ

રાજકોટમાં 4 લોકોના કોરોનાથી મોત

રૈયા રોડ પર રહેતા અરૂણાબેન રાવલ (ઉં.વ.48)નું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જ્યારે શીતલ પાર્કમાં રહેતાં નટુભાઈ બચુભાઈ રાઠોડ (ઉં.વ.68), પરા પીપળીયાના જયાબેન મનસુખભાઈ ચૌહાણ (ઉં.વ.63) અને ઘંટેશ્વર પાસે રહેતા નિરજભાઈ દિલીપભાઈ શાહ (ઉં.વ.34)નું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જ્યારે જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 898 પર પહોંચી છે. જેથી આરોગ્ય વિભાગે જરૂરી કામગીરી હાથ ધરી છે.

કોરોનાના વધતા કેસને લઇને રાજકોટનું વહીવટી તંત્ર સજ્જ બન્યું

રાજકોટના અધિક કલેક્ટર પરિમલ પંડ્યાએ જણાવ્યું હતું કે, ખાનગી હોસ્પિટલમાં ઓડિટ માટે અધિકારીની કમિટી બનાવવામાં આવશે. પ્રાંત અધિકારી, ચીફ ડિસ્ટ્રીક્ટ મેડિકલ ઓફિસ અને ટ્રેઝરર ઓફિસરની કમિટી બનાવી ખાનગી હોસ્પિટલમાં તપાસ કરવામાં આવશે. સિવિલ હોસ્પિટલમાં વધુ બેડ મૂકવામાં આવશે. કોરોના કેસને લઈને વધુ બેડની વ્યવસ્થા માટે તંત્ર સજ્જ બન્યું છે. વોર્ડ નં.7 અને 11માં કોવિડ માટેના બેડ ઉભા કરવામાં આવશે.

સૌરાષ્ટ્રમાં કોરોના કેસમાં સતત વધારો

સૌરાષ્ટ્રનાં મોટાભાગનાં વિસ્તારમાં કોરોના કેસ વધી રહ્યાં છે. ગુરૂવારે રાજકોટ જિલ્લામાં 51 જૂનાગઢ જિલ્લામાં 40, ગીરસોમનાથ જિલ્લામાં 3 અને અમરેલી જિલ્લામાં 6 કેસ નોંધાયા હતા. જામનગરમાં કોરોના અનસ્ટોપેબલ થયો હોય તેમ ગુરૂવારે એક જ દિવસમાં વધુ 13 પોઝિટિવ કેસ નોંધાયા હતાં.

દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની કાર્યવાહી હાથ ધરી

આરોગ્ય વિભાગની ટીમે કોરોના દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની અને કોન્ટેક ટ્રેસીંગની કામગીરી હાથ ધરી છે. આ સાથે જ કોરોના પોઝિટિવ આવેલા વિસ્તારને સેનિટાઈઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહ્યાં છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments