આત્મહત્યા : સુશાંત સિંહ બાદ 3પ વર્ષીય કન્નડ એક્ટર સુશીલ ગોવડાએ આત્મહત્યા કરી

0
9

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ વધુ એક એક્ટરે આત્મહત્યા કરી લીધી છે. કન્નડ ટીવી ઇન્ડસ્ટ્રીના એક્ટર સુશીલ ગોવડાએ દુનિયાને અલવિદા કહી દીધું છે. 30 વર્ષના સુશીલે કર્ણાટકમાં તેના ઘરે આત્મહત્યા કરી. તેણે આવું શું કામ કર્યું તેનો ખુલાસો હજુ થઇ શક્યો નથી. સુશીલ ટીવી શો અંથાપુરામાં લીડ રોલ પ્લે કરતો હતો. તેના મૃત્યુથી સાઉથ ઇન્ડસ્ટ્રી આઘાતમાં છે.

પહેલી ફિલ્મ રિલીઝ થવાની હતી 

સુશીલની પહેલી ફિલ્મ રિલીઝ થવાની હતી. તેમાં તે એક પોલીસ ઓફિસરના રોલમાં છે. આ ફિલ્મથી દુનિયા વિજય ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરી રહ્યા છે. સુશીલના મૃત્યુ બાદ ટીવી શો અંથાપુરાના ડિરેક્ટર અરવિંદ કૌશિકે ફેસબુક પર એક પોસ્ટ શેર કરી લખ્યું કે, ઘણા દુઃખદ સમાચાર સાંભળ્યા, સુશીલ ગોવડા નથી રહ્યો. તેની આત્માને શાંતિ મળે.

ડિરેક્ટરે ટ્રિબ્યુટ આપ્યું 

તેની ફિલ્મના ડિરેક્ટર દુનિયા વિજયે લખ્યું કે, જ્યારે મેં તેને પહેલીવાર જોયો તો મેં વિચાર્યું હતું કે તે હીરો મટિરિયલ છે. તે તો ફિલ્મ રિલીઝ થયા પહેલાં જ આપણને છોડીને જતો રહ્યો. સમસ્યા ભલે જે પણ હોય પરંતુ આત્મહત્યા તેનો ઉપાય નથી. મૃત્યુનું તાંડવ આ વર્ષે કદાચ અટકશે નહીં. આ માત્ર લોકોમાં કોરોનાનો ડર નહીં, પણ કામ ન હોવાના કારણે તેમનો ખુદ પરનો વિશ્વાસ ડગી રહ્યો છે. આ એવો સમય છે જ્યારે એકદમ સ્ટ્રોંગ રહીને મુશ્કેલીમાંથી બહાર આવવાની જરૂર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here