રાજકોટમાં 37 કેસ-5ના મોત, અમરેલીમાં 11, જામનગરમાં 20, ગોંડલમાં 5 અને ઉપલેટામાં 4 કેસ પોઝિટિવ નોંધાયા

0
9

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આ સાથે જ મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. ત્યારે રાજકોટમાં આજે 37 કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે 5 દર્દીના કોરોનાથી મોત નિપજ્યા છે. છેલ્લા 7 દિવસમાં કોરોનાથી 68 લોકોના મોત થયા છે. જ્યારે જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1900ને પાર પહોંચી ગઈ છે. આ સાથે જ અમરેલીમાં 11, જામનગરમાં 20, ગોંડલમાં 5 અને ઉપલેટામાં 4 કેસ પોઝિટિવ નોંધાયા છે. રાજકોટની કેન્સર હોસ્પિટલમાં એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા 16 ઓગસ્ટ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ટંકારાના MLA લલિત કગથરાના પુત્ર-પૂત્રવધૂનો રિપોર્ટ પોઝિટિવ
ટંકારાના ધારાસભ્ય લલિત કગથરાના પુત્ર અને પૂત્રવધૂનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તો બંને ઘરે જ સારવાર લઈ રહ્યાં છે. અત્યાર સુધીમાં કગથરા પરિવારના 70 લોકોમાંથી 22 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

રાજકોટમાં કોરોનાથી મોત

ક્રમ નામ ઉં.વ. સ્થળ
1 વસંતભાઈ સોલંકી 64 રાજકોટ
2 દિપકભાઈ માથુકીયા 52 રાજકોટ
3 ઈન્દુબેન સોની 65 રાજકોટ
4 મહબુબભાઈ સમા 67 રાજકોટ

 

જેતપુરના ડોક્ટરનું રાજકોટમાં કોરોનાથી મોત

જેતપુરના ડો. દીપક દોશીનું આજે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. જ્યારે રાજકોટમાં છેલ્લા 48 કલાકમાં 4 તબીબો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. HCG હોસ્પિટલના ડો. હિમાંશુ કોયાણી અને ડો.નિરવ કરમટાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

રાજકોટ શહેરમાં પોઝિટિવ કેસની સંખ્યા 1215 થઈ

રાજકોટ શહેરમાં પોઝિટિવની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. શહેરમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1215 થઈ છે. જ્યારે જિલ્લામાં 1837 કેસ નોંધાયા છે. તેની સામે રિકવરની સંખ્યા પણ વધી રહી છે. મનપાના ચોપડે કુલ મોત 15 નોંધાયા છે. જ્યારે જિલ્લામાં હજુ ડેથ ઓડિટ ચાલી રહ્યું હોઈ તેના આંકડા જાહેર કરાયા નથી.

સ્વૈચ્છિક લોકડાઉન બાદ આજથી સોની બજાર શરૂ થઈ

સોની બજારમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવા મુદ્દે વેપારીઓમાં બે ભાગ પડ્યા હતા.પરંતુ દુકાન ખોલવા બાબતે બધા સોની વેપારીઓ એક થઇ ગયા છે. જેથી આજથી સોની બજારમાં સ્વૈચ્છિક લોકડાઉન પૂર્ણ થઈ ગયું છે અને આજથી સોની બજાર શરૂ થઈ ગઈ છે. ત્યારે સાંસદ અભય ભારદ્વાજે સોની બજારમાં સેનિટાઈઝિંગ કર્યું હતું. મહત્વનું છે કે સોનીબજારમાં NGO દ્વારા સેનિટાઈઝિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.

કોરોનાની મહામારી વચ્ચે આરોગ્ય અધિકારી રજા પર ઉતર્યા

રાજકોટમાં કોરોનાની મહામારી વચ્ચે આરોગ્ય અધિકારી રજા પર ઉતર્યા છે. આરોગ્ય અધિકારી રિંકલ વિરડીયા અચાનક રજા પર ઉતર્યા છે. જેથી નવા અધિકારી તરીકે એલ.ટી.વાંઝાને ડેપ્યુટેશન પર મુકાયા છે. સમગ્ર મામલે મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓએ ફોન ઉપાડવાના પણ બંધ કરી દીધા છે.

જામનગરમાં 20 કેસ પોઝિટિવ નોંધાયા

જામનગર જિલ્લામાં વધુ 20 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેથી આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે. આરોગ્ય વિભાગે પોઝિટિવ આવેલા વિસ્તારને સેનિટાઈઝ કરવાની કામગીરી હાથ ધરી છે.

જામનગરમાં નોંધાયેલા પોઝિટિવ કેસ

ઉપલેટામાં 4 કેસ પોઝિટિવ નોંધાયા

ઉપલેટામાં આજે વધુ 4 કેસ પોઝિટિવ નોંધાયા છે. સોહમ પાર્કમાં રહેતા 45 વર્ષીય પુરૂષ, નાગનાથ ચોકમાં રહેતા 53 વર્ષીય મહિલા, પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 25 વર્ષીય યુવાન અને નટવર ચોકમાં રહેતા 45 વર્ષીય પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઉપલેટામાં અત્યાર સુધીમાં 86 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

ગોંડલમાં 5 કેસ પોઝિટિવ નોંધાયા

ગોંડલમાં આજે વધુ 5 કેસ પોઝિટિવ નોંધાયા છે. ગોંડલના કમરકોટડામાં 1, ગોંડલનાં રૈયારાજ પાર્કમાં 1 અને અરૂણ કોલોનીમાં એક જ પરિવારના 3 સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

અનલોક-2માં તંત્રએ દોઢ કરોડનો દંડ વસૂલ કર્યો

રાજકોટમાં અનલોક 2 દરમિયાન તંત્ર દ્વારા જાહેરનામા ભંગના 1581 કેસ નોંધાયા, વાહન ડીટેઈનના 7062 કેસ નોંધાયા અને માસ્ક ન પહેરનાર અને જાહેરમાં થુંકવા બાબતે 74880 વ્યક્તિ પાસેથી 1,49,76,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

આરોગ્ય વિભાગે કોન્ટેક્ટ ટ્રેસિંગની કામગીરી હાથ ધરી

આરોગ્ય વિભાગની ટીમે કોરોના દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની અને કોન્ટેક્ટ ટ્રેસીંગની કામગીરી હાથ ધરી છે. આ સાથે જ કોરોના પોઝિટિવ આવેલા વિસ્તારને સેનિટાઈઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહ્યાં છે.