Friday, August 6, 2021
Homeરાજકોટમાં કોરોનાના 37 કેસ, 10ના મોત, દીવમાં 10 માછીમારોના કોરોના રિપોર્ટ પોઝિટિવ
Array

રાજકોટમાં કોરોનાના 37 કેસ, 10ના મોત, દીવમાં 10 માછીમારોના કોરોના રિપોર્ટ પોઝિટિવ

રાજકોટ. રાજકોટમાં આજે વધુ 37 કેસ નોંધાયા છે. જ્યારે 10 દર્દીના કોરોનાથી મોત નીપજ્યાં છે. જેમાં રાજકોટ શહેરના 4, મોરબી, બગસરા, જેતપુર, કાલાવડ, સુરેન્દ્રનગર અને ધોરાજીના 1-1 દર્દીના કોરોનાથી મોત નીપજ્યાં છે. રાજકોટ શહેરમાં કુલ કેસની સંખ્યા 1858 થઈ છે. રાજકોટ જિલ્લામાં કુલ પોઝિટિવનો આંક 2800ને પાર પહોંચી ગયો છે. જ્યારે દીવમાં માછીમારીની સીઝન શરૂ થતાં બીજા રાજ્યોમાંથી આવતા 328 ખલાસીઓના કોરોના રેપિડ ટેસ્ટ કરવામાં આવતા 10ના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જસદણમાં આજે કોરોનાનો વધુ એક કેસ નોંધાયો છે. ચિતલિયા રોડ પર રહેતા કૃપાલી અજયભાઈનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા રાજકોટ કોવિડ હોસ્પિટલમાં તેને ખસેડવામાં આવ્યા છે.

રાજકોટમાં કોરોનાથી મોત
ક્રમ નામ ઉં.વ. સ્થળ
1 બાબુભાઈ ગાંડુભાઈ 70 રાજકોટ
2 લાભુબેન પ્રભુદાસભાઈ 79 રાજકોટ
3 અરવિંદભાઈ રતિલાલભાઈ ટાંક 63 રાજકોટ
4 કમલભાઈ બાબુભાઈ 59 રાજકોટ
5 પ્રફુલભાઈ કાનજીભાઈ નકુમ 46 બગસરા
6 કિશોરભાઈ નરસિંહભાઈ 65 જેતપુર
7 સુનિતાબેન દિલીપભાઈ પડીયા 50 જેતપુર
8 કિશોરભાઈ આણંદભાઈ 35 કાલાવડ
9 તાલિબભાઈ હુશેનભાઈ 59 સુરેન્દ્રનગર
10 બિસ્મીલ વહાબભાઈ 70 ધોરાજી

દીવમાં 10 કેસ પોઝિટિવ નોંધાયા
દીવમાં માછીમારીની સીઝન શરૂ થઈ ગઈ છે. જેથી બીજા જિલ્લાના 328 ખલાસીઓના કોરોના રેપીડ ટેસ્ટ કરતા 10ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેથી તમામને વતન વલસાડ રવાના કરવામાં આવ્યા છે. દીવના વણાકબારામાં મોટાભાગનાં ખલાસીઓ બીજા રાજ્યોના હોય છે. જેથી દીવ પ્રસાશને પરત બોલાવવાની પરવાનગી આપતા માછીમારોના ટેસ્ટની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. દીવમાં આવતા ખલાસીઓના રેપીડ ટેસ્ટ પોઝિટિવ આવ્યા એ લોકોને પરત એમના વતન મોકલી દેવામાં આવ્યાં છે. જ્યારે બાકીના લોકોને બોટમાં 14 દિવસ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.

સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં 185 કેસ
જામનગર શહેર-જિલ્લામાં સોમવારે કોરોનાથી વધુ 50 લોકો સંક્રમીત થયા હતાં. મોરબીમાં 28 કેસ સામે આવ્યા હતા, જૂનાગઢ જિલ્લામાં 18, ગીર સોમનાથ જિલ્લામાં 29, પોરબંદર જિલ્લામાં 26 અને અમરેલી જિલ્લામાં 34 પોઝિટિવ કેસ નોંધાયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments