370ને લઈને રાહુલ ગાંધીએ જમ્મુ-કાશ્મીરના ગવર્નર સત્યપાલ મલિકને માર્યો જોરદાર ટોણો

0
0

જમ્મુ-કાશ્મીર પર રાજ્યપાલ સત્યપાલ મલિક અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી વચ્ચે ટ્વિટર પર ચાલી રહેલુ વાકયુદ્ધ અટકવાના બદલે વધારે ઉગ્ર બની રહ્યું છે. રાહુલ ગાંધીએ જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકના આમંત્રણનો સ્વીકાર કરી લેતા હવે સામો સવાલ કર્યો છે.

રાહુલ ગાંધીએ ટ્વિટર પર લખ્યું છે કે, મલિકજી મારા ટ્વિટર પર મેં તમારો જવાબ જોયો. હું જમ્મુ-કાશ્મીરની યાત્રા કરવા અને ત્યાંના લોકોને મળવા માટે તમારા આમંત્રણનો સ્વીકાર કરુ છું. તેમાં કોઈ પણ શરત નથી. હું ક્યારે આવી શકું છું?

રાહુલ ગાંધીએ સત્યપાલ મલિક પર ઈશારા ઈશારામાં આકરા પ્રહાર કર્યા છે. તેમણે સત્યપાલ મલિકની સરનેમને ‘માલિક’ લખ્યું છે. રાહુલ ગાંધીનો ઈશારો જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ થવા વિશે હતો.

ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું હતું, મેં રાહુલ ગાંધીને અહીં આવવાનું આમંત્રણ આપ્યું છે. મેં તેમને કહ્યું છે કે, હું તમારા માટે વિમાન મોકલીશ અને ત્યારે તમે અહીં આવીને અહીંની સ્થિતિ જોઈને પછી બોલજો. તમે એક જવાબદાર વ્યક્તિ છો. તમારે આવી રીતે ન બોલવું જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here