370 મામલે પાકિસ્તાનને તેના આ ખાસ મિત્ર દેશે પણ ના આપ્યો સાથે, ભારતનું કર્યું સમર્થન

0
21

પાકિસ્તાનને કાશ્મીર મુદ્દે પોતાના સૌથી નજીકના દેશ સાઉદી અરબનો હજી સુધી પણ કોઈ જ સાથ નથી મળી રહ્યો. સાઉદી અરબ કાશ્મીર મુદ્દે ઈસ્લામિક સહયોગ સંગઠન (IOC)ની વિદેશ મંત્રીઓના સ્તરની બેઠક બોલાવવા તૈયાર નથી. આ બાબત ખુદ પાકિસ્તાનના મુખ્ય સમાચારપત્ર ડૉને પાકિસ્તાનના ટોચના રાજકીય સૂત્રોને ટાંકીને કહ્યું છે. 9મી ફેબ્રુઆરીએ આઈઓસીના ટોચના અધિકારી સ્તરની બેઠક યોજાશે.

મુસ્લીમ દેશોના સૌથી મોટા સંગઠન આઈઓસી દ્વારા કાશ્મીર મુદ્દે બેઠક બોલાવવાની પોતાની માંગણી પૂરી ના થવાથી ઈસ્લામાબાદ નારાજગી પણ જાહેર કરી ચુક્યું છે. ખુદ ઈમરાન ખાને પોતાના મલેશિયાના પ્રવાસ દરમિયાન એક થિંક ટેંક સાથેની વાતચીતમાં પણ આઈઓસી પર પોતાની ભડાશ ઠાલવી હતી. તેમણે એમ પણ કહી દીધું હતું કે, મુસ્લીમ દેશોમાં અમારો કોઈ જ અવાજ રહી ગયો નથી અને અમે સંપૂર્ણ રીતે એકલા પડી ગયા છીએ. આઈઓસી કાશ્મીર મુદ્દે એક બેઠક સુદ્ધા બોલાવી શકી નથી.

પાકિસ્તાન સાઉદીની આગેવાની હેઠળના 57 સભ્યોના દેશોના સંગઠન આઈઓસી મુદ્દે કાશ્મીર પર બેઠક બોલાવવા માટે સતત દબાણ બનાવી રહ્યું છે પરંતુ સાઉદીએ હજી સુધી પાકિસ્તાનની માંગણીને કાને ધરી નથી. ડિસેમ્બર મહિનામાં આઈઓસીના સ્વતંત્ર સ્થાયી માનવાધિકાર આયોગે કાશ્મીરમાં કથિત માનવાધિકાર ઉલ્લંઘનને લઈને એક અહેવાલ સોંપ્યો હતો. જોકે વિદેશ મંત્રીઓના સ્તરની બેઠકની દિશામાં કોઈ પ્રગતિ નથી સાધી શકાઈ.

પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ પણ આઈઓસીની બેઠકને લઈને તાજેતરમાં જ કહ્યું હતું કે, કાશ્મીર મુદ્દે મુસ્લીમોની એકજુથતાનો સંદેશ આપવા માટે આમ કરવું ખુબ જ જરૂરી છે. મલેશિયાના પ્રવાસ દરમિયાન ઈમરાન ખાને મુસ્લીમ દેશોની કાશ્મીર પર મૌનને લઈને કહ્યું હતું કે, જો ધર્મના આધારે ભેદભાવ થઈ રહ્યો છે તો મુસલમાનોએ ધર્મના આધારે એકજુથતા દેખાડવી જોઈએ.

પાકિસ્તાને તમામ પ્રસ્તાવ આપ્યા જેમાં મુસ્લીમ દેશોની એક કોન્ફરન્સ કરાવવા અને કાશ્મીર-પેલેસ્ટાઈન મુદ્દે એક સંયુક્ત બેઠક યોજવાનો પણ સમાવેશ થતો હતો. તેવી જ રીતે પાકિસ્તાન આઈઓસીના સભ્ય દેશોની વિદેશ મંત્રીઓની બેઠક યોજવાની માંગણી કરી રહ્યું છે. પરંતુ પાકિસ્તાનની આ વાત કાને ધરવામાં આવી રહી નથી.

જાહેર છે કે, સાઉદી અરબે ભારત દ્વારા કાશ્મીરમાંથી 370 હટાવવાનો વિરોધમાં પાકિસ્તાનનું ક્યારેય સમર્થન નથી કર્યું. કોઈ પણ મુસ્લીમ દેશે પાકિસ્તાનનો સાથ નથી આપ્યો. તુર્કી, મલેશિયા અને ઈરાન ભલે કાશ્મીરને લઈને પોતાની ચિંતા વ્યક્ત કરી ચુક્યા હોય પણ સાઉદી અરબે આ મુદ્દાથી પોતાની જાતને અળગી રાખી છે. પાકિસ્તાનની કાશ્મીર પર ચર્ચા કરવાની અરજીના બદલામાં આઈઓસી પેલેસ્ટાઈનને મહત્વ આપી રહ્યું જેથી પણ પાકિસ્તાનને મરચા લાગી રહ્યાં છે અને દુનિયામાં ભોંઠુ પડી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here