કોરોના ગુજરાત : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 371 પોઝિટિવ કેસ : 24નાં મોત

0
7

રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 12,910 પર પહોંચી છે જ્યારે મૃત્યુઆંક 773 પાર પહોંચ્યો

દેશના ટોપ 10 શહેરોમાં અમદાવાદ ત્રીજા અને સુરત 10માં ક્રમાકે

છેલ્લા 24 કલાકમાં કોવિડ-19નાં નવા 371 કેસ સામે આવ્યા છે અને વધુ 24 દર્દીઓનાં મોત થયા છે. જ્યારે 269 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 12,910 પર પહોંચી છે અને મૃત્યુઆંક 773 થયો છે.

12910 પોઝિટિવ ટેસ્ટમાંથી 52 વેન્ટિલેટર પર અને 6597ની હાલત સ્થિર

રાજ્યમાં 10 દિવસમાં કોરોનાના કુલ 4,368 કેસ નોંધાયા છે જે ગુરુવાર સુધીમાં નોંધાયેલાં 12,910 કેસના ત્રીજા ભાગના થવા જાય છે. જ્યારે ડબલિંગ રેટ જોઇએ તો અગાઉ છ મેના રોજ 6,625 કેસ નોંધાયા હતા તેથી ડબલિંગ રેટ લગભગ પંદરથી સોળ દિવસનો થયો છે જે સ્થિતિ ધીરે-ધીરે સુધરી રહી હોવાનો સંકેત આપે છે. દસ દિવસમાં નોંધાયેલાં 4,368 પૈકી માત્ર અમદાવાદમાં જ 3,363 કેસ નોંધાયા છે જ્યારે 1,005 કેસ ગુજરાતના બાકીના શહેરો અને વિસ્તારોમાં નોંધાયા છે.

રાજ્યમાં સતત 23માં દિવસેથી 300થી અને અમદાવાદમાં 250થી વધુ  કેસ(અમદાવાદમાં આજે 250થી ઓછા કેસ નોંધાયા)

તારીખ કેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
29 એપ્રિલ 308 (250)
30 એપ્રિલ 313(249)
1 મે 326 (267)
2 મે 333 (250)
3 મે 374 (274)
4 મે 376 (259)
5 મે 441(349)
6 મે 380 (291)
7 મે 388 (275)
8 મે 390 (269)
9 મે 394(280)
10 મે 398 (278)
11 મે 347 (268)
12 મે 362 (267)
13 મે 364 (292)
14 મે 324 (265)
15 મે 340(261)
16 મે 348(264)
17 મે 391(276)
18 મે 366(263)
19 મે 395(262)
20 મે 398(271)
21 મે 371

 

રાજ્યમાં ક્યાં કટેલા કેસ વધ્યા

અમદાવાદમાં 233, સુરતમાં 34, વડોદરામાં 24, મહેસાણામાં 13, બનાસકાંઠામાં 11, મહીસાગરમાં 9, અરવલ્લીમાં 7, ગીર-સોમનાથમાં 6, ગાંધીનગરમાં 5, કચ્છમાં 4, જામનગર, સાબરકાંઠા અને દાહોદમાં 3-3, નર્મદા અને જૂનાગઢમાં 2-2, પંચમહાલ, ખેડા, પાટણમાં 1-1 જ્યારે અન્ય રાજ્યમાં 3 કેસ નોંધાયા છે.  રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 166152 ટેસ્ટ કરાયા. જેમાંથી 153242 નેગેટિવ જ્યારે 12910 ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. આ 12910 પોઝિટિવ ટેસ્ટમાંથી 52 વેન્ટિલેટર પર અને 6597ની હાલત સ્થિર છે.

કુલ 12,910 દર્દી, 773ના મોત અને 5488 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 9449 619 3330
સુરત 1227 57 823
વડોદરા 750 32 470
ગાંધીનગર 198 11 90
ભાવનગર 114 8 84
બનાસકાંઠા 99 4 78
આણંદ 85 9 75
અરવલ્લી 93 3 75
રાજકોટ 82 2 55
મહેસાણા 93 4 51
પંચમહાલ 72 6 58
બોટાદ 56 1 54
મહીસાગર 77 1 38
પાટણ 69 4 25
ખેડા 54 2 26
સાબરકાંઠા 52 3 20
જામનગર 46 2 25
ભરૂચ 37 3 26
કચ્છ 61 1 6
દાહોદ 32 0 18
ગીર-સોમનાથ 34 0 3
છોટાઉદેપુર 22 0 14
વલસાડ 17 1 4
નર્મદા 15 0 13
દેવભૂમિ દ્વારકા 12 0 4
જૂનાગઢ 15 0 3
નવસારી 14 0 8
પોરબંદર 5 0 3
સુરેન્દ્રનગર 16 0 3
મોરબી 2 0 2
તાપી 3 0 2
ડાંગ 2 0 2
અમરેલી 2 0 0
અન્ય રાજ્ય 5 0 0
કુલ 12,910 773 5488

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here