GSTના દરોડા : ભાવનગરના જિયા ઇકો ગ્રૂપના 375 કરોડના બોગસ વ્યવહારો જપ્ત,

0
13

ભાવનગર : સ્ટેટ જીએસટી દ્વારા ભાવનગર-ગાંધીધામ, સુરત, અમદાવાદમાં કરવામાં આવેલી સર્ચ ઓપરેશનની કામગીરી એક સપ્તાહ સુધી ચાલી હતી અને તંત્ર દ્વારા 375 કરોડના બોગસ વ્યવહારો પકડી પાડવામાં આવ્યા છે. જિયા ઇકો પ્રોડક્ટ લિમિટેડ, જિયા ઇકો ઇન્ડિયા લિમિટેડ અને જિયા ઇકો (ગાંધીધામ) લિમિટેડ દ્વારા ભાવનગર, ગાંધીધામની ફેક્ટરીઓ ખાતે બાયોમાસ પેલેટ અને બ્રિકેટના ઉત્પાદન અને વેચાણનો ધંધો દર્શાવી અને મોટી રકમના બોગસ ખરીદી-વેચાણના વ્યવહારો હિસાબી ચોપડે દર્શાવવામાં આવી રહ્યા હોવાનું તંત્રને ધ્યાને આવતા જિયા ઇકો ગ્રૂપના તમામ સ્થળોએ કાર્યવાહી કરવામાં આવી હતી.

જિયા ઇકો ગ્રૂપની કંપનીઓ દ્વારા છેલ્લા 4 વર્ષમાં અંદાજે 475 કરોડ રૂપિયાનું ટર્નઓવર હિસાબી ચોપડે દર્શાવવામાં આવ્યું છે. સર્ચ દરમિયાન 475 કરોડ પૈકી 375 કરોડનું ટર્નઓવર બોગસ ખરીદી, બોગસ વેચાણ અને બોગસ ઉત્પાદન દર્શાવીને વાસ્તવિક ટર્નઓવર કરતાં વધુ ટર્નઓવર દર્શાવીને ગેરરીતિ આચરવામાં આવેલી છે. કંપનીના હિસાબી ચોપડામાં દર્શાવવામાં આવેલા મોટાભાગના ખર્ચા બોગસ જણાયા હતા અને મોટાપાયે એકોમોડેશન એન્ટ્રી કરવામાં આવી હોવાનું જણાયુ છે.

શેર બજારમાં ગેરરીતિ અંગે સેબી તપાસ કરશે

જિયા ઇકો પ્રોડક્ટ લિમિટેડ શેરબજારમાં લિસ્ટેડ કંપની છે અને ખોટું ટર્નઓવર કંપનીના ચોપડે દર્શાવીને શેરબજારના વ્યવહારોમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનું જણાયું છે. આ ઉપરાંત ખોટું ટર્નઓવર દર્શાવીને બેંક લોન મેળવવાનો પણ ઉદ્દેશ હોઇ શકે તેથી તંત્ર દ્વારા સેબી અને સંબંધિત વિભાગોને પણ જાણ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here