કોરોના ઈન્ડિયા : દેશમાં અત્યાર સુધી 38.48 લાખ કેસ : એક દિવસમાં રેકોર્ડ 11.72 લાખ ટેસ્ટ કરાયા, અત્યાર સુધી 4.44 કરોડ સેમ્પલની તપાસ કરવામાં આવી.

0
4

દેશમાં કોરોના વિરુદ્ધ લડાઈ ચાલી રહી છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે(ICMR) જણાવ્યું કે, બુધવારે 11 લાખ 72 હજાર 179 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ સાથે જ દેશમાં અત્યાર સુધી 4 કરોડ 55 લાખ 9 હજાર 380 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

તો આ તરફ દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 38 લાખ 48 હજાર 968 થઈ ગઈ છે. બુધવારે દેશમાં રેકોર્ડ 82 હજાર 860 દર્દી વધ્યા હતા. આ પહેલા 29 ઓગસ્ટે સૌથી વધુ 78 હજાર 479 દર્દી નોંધાયા હતા. આ આંકડા covid19india.org વેબસાઈટ પ્રમાણે છે.

કોરોના દર્દીઓ માટે સ્ટિરોઈડ ફાયદાકારક

ઘણા ક્લિનિકલ ટ્રાયલમાં આ વાત સામે આવી છે કે સ્ટિરોઈડ દવાઓ ગંભીર રીતે બિમાર દર્દીઓને કોવિડ-19થી બચાવવામાં મદદ કરે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે, કોરોનાના કારણે ગંભીર રીતે બિમાર દર્દીઓની સારવાર માટે સ્ટિરોઈડનો ઉપયોગ કરવામાં આવી શકે છે. પરંતુ શરૂઆતના લક્ષણ વાળા દર્દીઓ માટે તેનો ઉપયોગ યોગ્ય નથી.

કોરોના અપડેટ્સ

અભિનેતા દિલીપ કુમારના નાના ભાઈ અહેસાન ખાનનું બુધવારે મોડી રાતે 11 વાગ્યે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં નિધન થઈ ગયું છે. તે કોરોના પોઝિટિવ હતા. તેમને પહેલા હાર્ટ ડિસીઝ, હાઈપરટેન્શન અને અલ્જાઈમરની બિમારી પણ હતી. અહેસાન લગભગ એક મહિનાથી હોસ્પિટલમાં દાખલ હતા.

પાંચ રાજ્યોની સ્થિતિ

મધ્યપ્રદેશ

હવે દરેક કોરોના પોઝિટીવ દર્દી ટીબીની પણ તપાસ કરવામાં આવશે. આ પ્રકારે દરેક ટીબી દર્દીનો કોરોના ટેસ્ટ કરવો જરૂરી હશે.કેન્દ્રીય સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલયની નવી ગાઈડલાઈન પછી રાજ્યમાં આની પર અમલની તૈયારી શરૂ થઈ ગઈ છે. કોરોના વાઈરસના સંક્રમણ પ્રત્યે સામાન્ય જનતામાં રોગ પ્રતિકારક ક્ષમતા તપાસવા માટે ભોપાલમાં ટૂંક સમયમાં સીરો સર્વે કરવામાં આવશે. સર્વે માટે 60 દળ બનાવાયા છે, જેમને ગુરુવારથી તાલીમ આપવામાં આવશે.

રાજસ્થાન

કોરોનાના સમયમાં ઓગસ્ટ મહિનો સૌથી ખરાબ રહ્યો હતો. રાજસ્થાનમાં શરૂઆતના 5 મહિના સુધી કુલ 42 હજાર 83 નવા કેસ નોંધાયા હતા. તો આ તરફ માત્ર ઓગસ્ટમાં જ 42 હજાર પોઝિટિવ કેસ નોંધાયા હતા. રાજ્યમાં સૌથી વધુ પ્રભાવિત જિલ્લા અજમેર, ભીલવાડા, બીકાનેર, જયપુર, કોટા અને સીકર છે. તો આ તરફ રાજ્યમાં અત્યાર સુધી 4 મંત્રી, 3 સાંસદ અને 9 ધારાસભ્યોનો રિપોર્ટ પોઝિટિવ આવી ચુક્યો છે.

બિહાર

પટના એઈમ્સમાં બ્લડ બેન્કના પ્રભારી ડો. નેહા સિંહે કહ્યું કે, કોરોના પોઝિટિવ દર્દીમાં એન્ટીબોડી બનાવ્યા પછી જ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. પરંતુ વાઈરસ ખતમ થતાની સાથે જ એન્ટીબોડી પણ ખતમ થઈ ગયા હતા. આવા લોકોએ થોડાક મહિના સુધી સતર્ક રહેવાની જરૂર છે. સાજા થઈ ચુકેલા 30 ટકા કોરોના દર્દીઓમાં એન્ટીબોડી(રોગ સામે લડવાની પ્રતિકારક ક્ષમતા) નથી બની રહ્યા. 70 ટકા દર્દીઓમાં જ એન્ટીબોડી બની રહ્યા છે.

મહારાષ્ટ્ર

રાજ્યમાં 24 કલાકની અંદર કોરોનાના રેકોર્ડ 17 હજાર 433 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 2 લાખ 1 હજાર 703 થઈ ગઈ છે. અત્યાર સુધી 8 લાખ 28 હજાર 739 લોકો સંક્રમિત મળી આવ્યા છે. બુધવારે 292 લોકોના મોત થયા છે.

ઉત્તરપ્રદેશ

રાજ્યમાં બુધવારે 1 લાખ 36 હજાર 240 સેમ્પલની તપાસ કરવામાં આવી છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 59 લાખ 13 હજાર 584 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. સીએમ યોગી આદિત્યનાથે કાનપુર નગર, વારાણસી, પ્રયાગરાજ અને ગોરખપુરમાં ટેસ્ટિંગ વધારવા માટે કહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here