વુહાનથી ગુજરાતનાં 38 વિદ્યાર્થી પરત : માનેસરા કેમ્પમાં રખાયા

0
10

નવી દિલ્હી,તા. 3
ચીનના વુહાન સહિતનાં શહેરોમાં અભ્યાસ કે નોકરી માટે રહેલા 600 ભારતીયોને પરત લાવવામાં આવ્યા છે. તેમાં ગુજરાતનાં 38 વિદ્યાર્થીઓ છે અને તેઓને માનેસર ખાતે ઓબર્ઝવેશન હેઠળ રાખવામાં આવ્યાં છે.

કોરોના વાઈરસે ચીનમાં હાહાકાર સર્જયો છે અને મોટી સંખ્યામાં માણસો મરી રહ્યા છે. વિશ્ર્વભરનાં દેશોએ પોતાના નાગરિકોને ચીનથી પરત લાવવાનું બીડુ ઉપાડ્યુ છે. ભારતે પણ છેલ્લા 24 કલાકમાં 600 નાગરિકોને એરલિફટ કર્યા છે તેમાં 300 વિદ્યાર્થીઓ છે. ગુજરાતનાં 38 લોકો પણ તેમાં સામેલ છે. જેઓને હરિયાણાના માનેસરના મીલીટરી કેમ્પમાં રાખવામાં આવ્યાં છે. અને મેડીકલ પરિક્ષણ કરવામાં આવી રહ્યું છે. માનેસરમાં ચીનથી પરત આવતા ભારતીયોનાં તબીબી પરીક્ષણના માટે ખાસ સુવિધા ઉભી કરવામાં આવી છે. 15 દિવસ સુધી ભોજન પાણી વિના વુહાનમાં ગુજરાતના વૃંદ પટેલ તથા શ્રેયા શશીકુમારે કહ્યું કે, વતન પરત આવતાં રાહત થઇ છે. મેડીકલ કેમ્પમાં ખાસ કાળજી લેવામાં આવી રહી છે. 15 દિવસ સુધી હોસ્ટેલમાં ભોજન-પાણી વિના ગાળ્યા હતાં.

માનેસર કેમ્પમાં વિદ્યાર્થીઓને પરિવાર સાથે વતાચીત કરવા ફોનની છૂટ આપવામાં આવી છે, જ્યારે ઇન્ટરનેટની છુટ નથી. તબીબી પરીક્ષણ પૂર્ણ ન થાય ત્યાં સુધી પરિવારોને માનેસર નહીં આવવાની પણ સૂચના આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here