રાજકોટ માં 39 કેસ-11ના મોત, ભાવનગરમાં 47, જામનગરમાં 46 અને ગીર સોમનાથમાં 16 કેસ નોંધાયા

0
4

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આ સાથે જ મોતનો આંક પણ વધી રહ્યો છે. રાજકોટમાં આજે 11 લોકોના કોરોનાથી મોત નીપજ્યા છે. જેમાં 9 લોકોના સિવિલ હોસ્પિટલમાં અને 1 વ્યક્તિનુ ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. રાજકોટમાં ગઈકાલે ગુરૂવારના સાંજના 5 વાગ્યાથી આજે બપોરના 12 વાગ્યા સુધીમાં કેન્સર હોસ્પિટલના 7 નર્સ સહિત 39નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંક 1700ને પાર પહોંચી ગયો છે. જ્યારે જામનગરમાં છેલ્લા 12 કલાકમાં 33 કેસ પોઝિટિવ નોંધાયા છે. જસદણમાં ત્રણ અને દીવમાં આજે 8 કેસ નોંધાયા છે. જામનગરમાં આજે કોરોના વિસ્ફોટ થયો હોય તેમ એકસાથે 46 કેસ નોંધાયા છે. ગીર સોમનાથમાં આજે વધુ 16 કેસ નોંધાયા છે. જેમાં વેરાવળમાં 14, કોડીનારમાં 1 અને ગીર ગઢડામાં 1 કેસ નોંધાયો છે.

ભાવનગર જિલ્લામાં વધુ 47 કેસ નોંધાયા

​​​​​​​ભાવનગર જિલ્લામાં વધુ 47 કેસ નોંધાયા છે. શહેરમાં 24 અને ગ્રામ્ય વિસ્તારમાંથી 23 કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં બુધેલમાં 3, કોબડીમાં 2, ભોજપરા અને શામપરામાં એક એક કેસ, ગારીયાધારમાં 4, મહુવામાં 2, પાલિતાણામાં 2, શિહોર અને સણોસરામાં એક એક કેસ, તળાજા રાજપરામાં 2માં 1, ઉમરાળાના રામકણા ગામમાં 1 અને વલ્લભીપુરના કાળાતળાવમાં 3 કેસ નોંધાય છે જિલ્લાનો કુલ પોઝિટિવ આંક 1403 પર પહોંચ્યો છે.

દીવમાં 8 અને જસદણમાં 3 કેસ નોંધાયા

દીવમાં આજે વધુ 8 કેસ નોંધાયા છે. જ્યારે 8 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જસદણ શહેરમાં આજે બે અને વિરનગર ગામમાં એક કેસ પોઝિટિવ કેસ નોંધાયો છે. જસદણ પંથકમાં આજે પણ કોરોનાનો કહેર યથાવત હોય આજે જસદણના ચીતલીયા કુવા રોડ ઉપર રહેતા નંદલાલભાઇ લાલજીભાઈ વિશાલપરા (ઉં.વ. 65) અને સમાત રોડ ઉપર આવેલા આનંદનગરમાં રહેતા ભુપતભાઈ બાબુભાઈ વસાણી (ઉં.વ. 45)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત વિરનગરની નિર્દોષાનંદ સોસાયટી ખાતે રહેતા સાગરભાઇ સેખલીયા (ઉં.વ. 26)નો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

ગોંડલની સબજેલ કોરોના હોટસ્પોટ બની, વધુ 10 કેદી કોરોના પોઝિટિવ

ગોંડલ શહેર પંથકમાં દિવસેને દિવસે કરોના પોઝિટિવ કેસ વધી રહ્યા છે ત્યારે સમયાંતરે વોરાકોટડા રોડ પર આવેલી સબજેલમાં પણ પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. ગત રોજ રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા સબ જેલની મુલાકાત વેળાએ તમામ કેદીઓનું રેપિડ ટેસ્ટ કરવાનું જણાવતા જેલર ડી. કે. પરમાર અને જેલ અને આરોગ્ય તંત્ર દ્વારા આજે 43 કેદીના કોરોના રિપોર્ટ કરવામાં આવતા 10 કેદીઓ કોરોના પોઝિટિવ આવતા જેલ તંત્ર હચમચી ગયું હતું.

બોટાદ જિલ્લામાં 7 કેસ નોંધાયા

બોટાદ જિલ્લામાં આજે 7 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાં બોટાદ શહેરમાં 4, રાણપુરમાં 2 અને બરવાળા શહેરમાં 1 કેસ પોઝિટિવ નોંધાયો છે. તમામને સારવાર માટે કોવિડ-19 હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આજે 8 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

રાજકોટમાં કોરોનાથી મોત 

ક્રમ નામ ઉં.વ. સ્થળ
1 દિનેશભાઈ જાદવ 35 રાજકોટ
2 જયસુખભાઈ કોટક 60 રાજકોટ
3 વલ્લભભાઈ સરવૈયા 72 રાજકોટ
4 હુશેનાબેન ચૌહાણ 57 રાજકોટ
5 જુબેદાબેન હારૂનભાઈ 62 રાજકોટ
6 રજનીકાંત હરજીવનદાસ 57 વઢવાણ
7 ગિરધરભાઈ લખતરીયા 68 ગોંડલ
8 ભીખુભાઈ સેંજલીયા 67 ગોંડલ
9 રળીયાતબેન વેકરીયા 65 જસદણ
10 કાંતિભાઈ અઘેરા 54 રાજકોટ
11 જેઠાભાઈ પરમાર 55 રાજકોટ

 

જામનગરમાં 43 કેસ પોઝિટિવ નોંધાયા

જામનગર જિલ્લામાં વધુ 46 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેથી આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે. આરોગ્ય વિભાગે પોઝિટિવ આવેલા વિસ્તારને સેનિટાઈઝ કરવાની કામગીરી હાથ ધરી છે.

જામનગરમાં નોંધાયેલા પોઝિટિવ કેસ

ગોંડલમાં સોમવારથી કોવિડ-19 હોસ્પિટલ શરૂ થઇ જશે

ગોંડલમાં કોરોના વિકરાળ બની રહ્યો છે અત્યાર સુધીમાં કુલ 154 કોરોના પોઝીટીવ કેસ બહાર આવ્યાં છે અને 7 દર્દીનાં મોત થયાં છે.ત્યારે કલેકટર, પ્રભારી સચીવ, જીલ્લા વિકાસ અધિકારી સહિતની ટીમ ગોંડલ દોડી ગઇ હતી અને કોરોનાને કાબૂમાં લેવાં એકશન પ્લાન તૈયાર કરી આગામી સોમવારથી શરૂ થનાર કોવીડ સેન્ટરની મુલાકાત લઇ નિષ્ણાંત તબીબો સાથે ચર્ચા કરી હતી. ખટારા સ્ટેન્ડ પાસે આવેલ સાયન્સ સેન્ટર ભવનમાં અંદાજે 48 બેડની હોસ્પિટલ સોમવારથી શરૂ થનાર હોવાનું પ્રાંત અધિકારી રાજેશ આલ દ્વારા જણાવાયું છે.