Tuesday, April 16, 2024
Home3D પ્રિન્ટેડ બ્રિજ : એમ્સ્ટર્ડમમાં દુનિયાનો પહેલો 3D પ્રિન્ટેડ સ્ટેઈનલેસ સ્ટીલ બ્રિજ...
Array

3D પ્રિન્ટેડ બ્રિજ : એમ્સ્ટર્ડમમાં દુનિયાનો પહેલો 3D પ્રિન્ટેડ સ્ટેઈનલેસ સ્ટીલ બ્રિજ ખુલ્યો

- Advertisement -

નેધરલેન્ડની રાજધાની એમ્સ્ટર્ડમમાં દુનિયાનો પહેલો 3D પ્રિન્ટેડ સ્ટીલ બ્રિજ બનાવવામાં આવ્યો છે. તેની ડિઝાઈનથી લઈને તેને તૈયાર કરવા સુધીનું કામ રોબોટે કર્યું છે. તેને 4500 કિલો સ્ટીલથી તૈયાર કરવામાં આવ્યો છે અને એમ્સ્ટર્ડમની સૌથી જૂની નહેર પર લગાવવામાં આવ્યો છે.

બ્રિજને તૈયાર કરનારી નેધરલેન્ડની કંપની MX3Dનું કહેવું છે કે, 15 જુલાઈએ તેનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું અને 18 જુલાઈના રોજ તેને સામાન્ય લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

જાણો શું છે 3D પ્રિન્ટિંગ ટેક્નિક અને આ બ્રિજ કેમ ખાસ છે…

4 રોબોટે બનાવ્યો 12 મીટર લાંબો બ્રિજ
12 મીટર લાંબા આ બ્રિજને 4 રોબોટે મળીને તૈયાર કર્યો છે. તેને તૈયાર થવામાં લગભગ 6 મહિનાનો સમય લાગ્યો છે અને ત્યારબાદ આ બ્રિજને હોડીની મદદથી લગાવવામાં આવ્યો. પછી ક્રેનથી તેને નહેર પર રાખીને ફિટ કરવામાં આવ્યો. તેને તૈયાર કરનારી કંપીનીનું કહેવું છે કે, બ્રિજ સાથે સંબંધિત તમામ ડેટા કમ્પ્યુટરમાં ફીડ કરવામાં આવશે, જેથી બીજી વખત આવો બ્રિજ બનાવવામાં મદદ મળી શકે.

બ્રિજની મજબૂતી તપાસવા માટે સેન્સર
કંપનીએ આ સ્ટીલ બ્રિજનું નામ MX3D રાખ્યું છે. આ બ્રિજ કેટલા લોકોનો ભાર સહન કરી શકશે, તાપમાનમાં વધારો અને ઘટાડો થાય તો તેની શું અસર થશે, આ તમામ પાસાઓ પર પુલની મજબૂતી સાબિત થઈ ગઈ છે. બ્રિજમાં એક ડઝનથી વધારે સેન્સર લગાવવામાં આવ્યા છે. તેની મદદથી પુલની મજબૂતી સાથે સંબંધિત તમામ જાણકારી મળી છે, ત્યારબાદ તેને સામાન્ય લોકો માટે ખોલવામાં આવ્યો છે.

ડેમેજ થતાં પહેલા અલર્ટ કરી શકાશે
બ્રિજના ડિજિટલ મોડેલ પર કામ કરતી કેમ્બ્રિજ યુનિવર્સિટીના માર્ક ગિરોલામીના જણાવ્યા પ્રમાણે, હંમેશાં એન્જિનિયર્સ બ્રિજને ડેમેજ થવાના જોખમને ધ્યાનમાં નથી લેતા, પરંતુ અમે તેના પર પણ ધ્યાન આપ્યું છે. ભવિષ્યમાં આવા બ્રિજને ડેમેજ થતાં પહેલાં અલર્ટ જાહેર કરી શકાશે.

બ્રિજ સાથે સંબંધિત એન્જિનિયર્સ આ મોડેલનો અભ્યાસ કરશે અને તપાસ કરશે કે 3D પ્રિન્ટેડ સ્ટીલનો ઉપયોગ કરીને મોટી બિલ્ડિંગ તૈયાર કરી શકાય છે કે નહીં. ગિરોલામી જણાવે છે કે, 3D પ્રિન્ટેડ સ્ટીલ ઘણું મજબૂત હોય છે. જો કે, તે નિર્ભર કરે છે કે તેનું પ્રિન્ટિંગ કેવી રીતે કરવામાં આવ્યું છે.

3D પ્રિન્ટિંગ શું હોય છે
3D પ્રિન્ટિંગ એક મેન્યુફેક્ચરિંગ ટેક્નિક છે, તેની મદદથી 3 ડાયમેન્શનલ વસ્તુઓ તૈયાર કરી શકાય છે. આ વસ્તુઓ 3D પ્રિન્ટરથી તૈયાર કરવામાં આવે છે. એક સામાન્ય પ્રિન્ટરમાં ઈંક અને કાગળની જરૂર હોય છે, પરંતુ 3D પ્રિન્ટરની મદદથી તમે કંઈપણ તૈયાર કરો તો તેનો આકાર, રંગ, ડિઝાઈન પણ નક્કી કરી શકાય છે. એક વખત બધું સેટ થઈ જાય, ત્યારે બાદમાં મશીનમાં ડેટા ફીડ કરવામાં આવે છે અને વસ્તુને તૈયાર કરવાનું કામ રોબોટ કરે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular