4 એપ્રિલે રાહુલ ગાંધી કેરળની વાયનાડની બેઠક પરથી ઉમેદવારી પત્રક ભરશે

0
25

કોંગ્રેસ અધ્યક્ષ યુપીની અમેઠી બાદ કેરળની વાયનાડ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડવાના છે. ત્યારે આગામી ચાર એપ્રિલના રોજ રાહુલ ગાંધી વાયનાડ બેઠક પરથી ઉમેદવારી પત્રક ભરી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાહુલ ગાંધી ત્રીજી એપ્રિલે વાયનાડની મુલાકાતે જઈ શકે છે. ત્યારે કોંગ્રેસે રાહુલ ગાંધીની મુલાકાતને લઈન તમામ તૈયારીઓ પણ શરૂ કરી છે. રાહુલ ગાંધી અહી વિશાળ રોડ શો અને જનસભાને પણ સંબોધી શકે છે.

મહત્વપૂર્ણ છે કે, રાહુલ ગાંધી ડાબેરીઓના લાલ કિલ્લામાં ચૂંટણી લડવાના છે. જેનો વિરોધ ડાબીરીઓએ પણ કર્યો. કેરળના સીએમ પી. વિજયને રવિવારે જણાવ્યુ હતુ કે, રાહુલ ગાંધી લેફ્ટને પડકાર ફેકવા માટે આવી રહ્યા છે. જેથી વાયનાડ બેઠક પર ચૂંટણી લડવા આવી રહેલા રાહુલ ગાંધીની આ બેઠક પરથી હાર નક્કી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here