Monday, October 18, 2021
Home4 કેમેરાવાળો દુનિયાનો પહેલો સ્માર્ટફોન થઇ ગયો સસ્તો, નવી કિંમત જાણીને ખુશ...
Array

4 કેમેરાવાળો દુનિયાનો પહેલો સ્માર્ટફોન થઇ ગયો સસ્તો, નવી કિંમત જાણીને ખુશ થઇ જશો

સાઉથ કોરિયાની જાણીતી સ્માર્ટફોન નિર્માતા કંપની સેમસંગે તાજેતરમાં જ ચાર કેમેરા વાળો દુનિયાનો પહેલો સ્માર્ટફોન Galaxy A9 (2018) લૉન્ચ કર્યો હતો. તેવામાં હવે સેમસંગે પોતાના આ દમદાર સ્માર્ટફોનની કિંમતમાં ઘટાડો કર્યો છે. જણાવી દઇએ કે કંપનીએ તાજેતરમાં જ આ સ્માર્ટફોન 36,990 રૂપિયામાં લૉન્ચ કર્યો હતો, પરંતુ હવે કંપનીએ તેની કિંમતમાં 3 હજાર રૂપિયાનો ઘટાડો કર્યો છ. જે બાદ આ ફોન 33,990 રૂપિયામાં વેચાણ માટે ઉપલબ્ધ થયો છે.

Galaxy A9 (2018)ની કિંમતમાં ઘટાડો કર્યા બાદ તમે તેને ફક્ત 30,990 રૂપિયાની શરૂઆતની કિંમતે ખરીદી શકશો. આ રીતે કંપનીએ ફરી એકવાર આ સ્માર્ટફોનની કિંમતમાં 3 હજાર રૂપિયાનો ઘટાડો કર્યો છે.

Samsung Galaxy A9 (2018)ના સ્પેસિફિકેશન

આ ફોનમાં ડ્યુઅલ સિમ સપોર્ટ સાથે એન્ડ્રોઇડ ઓરિયો 8.1 અને 6.3 ઇંચની ફુલ એચડી પ્લસ સુપર એમોલેડ ડિસ્પ્લે છે. આ ઉપરાંત આ ફોનમાં ક્વૉલકોમનું સ્નેપડ્રેગન 660 પ્રોસેસર, 8જીબી સુધી રેમ અને 128 જીબી સુધી સ્ટોરેજ મળશે.

સેમસંગ ગેલેક્સી એ9 2019માં 4 રિયર કેમેરા છે જેમાં એક 24 મેગાપિક્સલનો મુખ્ય લેન્સ છે, બીજો લેન્સ 10 મેગાપિક્સલનો ટેલિફોટો છે જેમામં 2x ઓપ્ટિકલ ઝૂમ મળે છે. ત્રીજો લેન્સ 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ એન્ગલ લેન્સ અને ચોથો 5 મેગાપિક્સલનો લેન્સ છે. ચારેય કેમેરા એક જ લાઇનમાં ઉપરથી નીચે તરફ છે. ફ્રન્ટમાં 24 મેગાપિક્સલનો કેમેરા છે.

Samsung Galaxy A9 (2018)માં 3800 mAhની બેટરી છે જે ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. તેમાં ફોનના પાવર બટનમાં જ ફિંગરપ્રિન્ટ સેન્સર મળશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments